________________
214 | ભક્તામર તુન્યું નમઃ | નિર્માણ પામેલા આ દેહનું સૌંદર્ય એવું અનુપમ હોય છે કે સર્વ જીવોનું ધ્યાન તેમના તરફ આકર્ષાય છે. વિશ્વમાં એવું કોઈ તત્ત્વ નથી, જેનું નિર્માણ શાંતરસમય પરમાણુઓની સંરચનાથી થયું હોય. માત્ર શ્રી જિનેશ્વરદેવના નિર્માણમાં જ આવા વિશિષ્ટ પરમાણુઓનો ઉપયોગ થયો છે અને તેથી જ તેમની ભક્તિભાવપૂર્વક સાધના આરાધના કરવાથી ભક્તને શાંતિની પ્રાપ્તિ થાય છે. પરમાણુઓની શક્તિને સમજવા માટે વૈજ્ઞાનિકોના વર્ષો નીકળી જાય છતાં સમજાવી શકતા નથી. તે વાત તે સૂરિજીએ એક જ પંક્તિમાં વ્યક્ત કરી દીધી છે.
શ્રી જિનેશ્વરદેવના દેહનું નિર્માણ શાંતરસમય પરમાણુઓથી થયું હોવાથી તેમના કલ્યાણકોના સમયે તેમના પદ્ગલિક પ્રભાવ જગતના ત્રણેય લોક ઉપર પડે છે અને એ જ કારણે કલ્યાણક સમયે નારકીઓના જીવો પણ ક્ષણભર આનંદ અને પ્રકાશનો અનુભવ કરે છે.
પ્રભુના કલ્યાણક પ્રસંગે જગતના પરમાણુઓમાં પરિવર્તન આવે છે. આગમમાં પણ આ વાત જણાવવામાં આવી છે.
चउहिं ठाणेहिं लोउज्जोते सिया, तंजहा अरिहंतेहिं जायमाणे हिं, अरिहंतेहिं पव्वयमाणे हिं, अरिहंताणं णाणुप्पायमहिमासु,
अरिहंताणं परिनिव्वाणमहिमासु ! ચાર કારણે લોકમાં ઉદ્યોત થાય છે. (૧) અહંતોનો જન્મ થતાં, (૨) અહંતોના પ્રવર્જિત થવાના પ્રસંગે, (૩) અહંતોના કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના ઉપલક્ષમાં કરવામાં આવતા મહોત્સવ સમયે (૪) અહંતોના પરિનિર્વાણ મહોત્સવ પ્રસંગે.
ઉપરોક્ત વાણી આગમની છે, જેના પરથી શ્રી જિનેશ્વરદેવના પરમાણુઓનો પ્રભાવ જગત ઉપર અને જગતના સર્વજીવો ઉપર કેવો પડે છે તે સમજી શકાય છે. બ્રહ્માંડમાં રહેલાં આકાશી તત્ત્વો ગ્રહ નક્ષત્રોની અસર આપણા મન ઉપર પડે છે અને તેની અસર જીવન પર પડે છે. બાહ્યસૃષ્ટિ અને માનવીની આંતરિક ચેતનાનો વિકાસ એ સાધનાનું અભિયાન છે. જ્યારે પ્રભુના શાંત રસમય મુખનાં દર્શન થાય છે ત્યારે તેમાંથી નીકળતા પુદ્ગલો સાધકની ચેતનાને સાધનામાં મગ્ન બનવા તત્પર કરે છે અને આ તત્પરતા સાધકને પ્રભુમય. પ્રભુ જેવા શાંત બનાવે છે, અર્થાત્ રાગ-દ્વેષ રહિત બનાવે છે
સૂરિજીએ અહીં શ્રી જિનેશ્વરદેવને લલામ' કહ્યા છે. આ શબ્દને સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ