________________
મહાન પ્રભાવિક સ્તોત્ર ૪ 449 ભક્તામર સ્તોત્રમાં પંચ કલ્યાણ તરફ નિર્દેશ (૧) ગર્ભકલ્યાણક : શ્રી માનતુંગાચાર્યે રરમા શ્લોકમાં ભગવાનની માતાને અદ્વિતીય માતા કહી છે.
(૨) જન્મકલ્યાણક : શ્રી માનતુંગાચાર્ય ૧૧મા શ્લોકમાં કહે છે કે હે ભગવાન ! આપને એકીટશે જોયા બાદ બીજે ક્યાંય મનને સંતોષ ઊપજતો નથી અને દૃષ્ટાંતમાં ક્ષીરસમુદ્રના સફેદ દૂધ જેવા મીઠા પાણીની વાત કરીને ભગવાનના જન્મકલ્યાણક તરફ નિર્દેશ કરેલ છે.
૩) તપકલ્યાણક : આચાર્યશ્રીએ ૧૫મા શ્લોકમાં હે ભગવાન ! તમારું મન દેવાંગનાઓ વડે પણ વિકારભાવને ન પામ્યું એમ કહી ભગવાનના તપકલ્યાણક તરફ નિર્દેશ કર્યો છે.
(૪) જ્ઞાન કલ્યાણક : આચાર્યશ્રી ૧૬મા શ્લોકમાં દીપકના પ્રકાશનું દૃષ્ટાંત લઈ જ્ઞાન-કલ્યાણક તરફ નિર્દેશ કરે છે.
(૫) નિર્વાણ કલ્યાણક: ૩૮મા શ્લોકથી શરૂ કરી ૪૮મા (શ્વેતામ્બર સંપ્રદાયમાં ૩૪થી ૪૪મા) શ્લોક સુધી એટલે કે ભક્તામર સ્તોત્રના અંત સુધી દરેક શ્લોકમાં ભગવાનના નામસ્મરણરૂપ સમ્યક્ દર્શન અને ભગવાનના ચરણશરણરૂપ સમ્યફ ચારિત્રની વાત કરી છે અને તેમાં ભગવાનના નિર્વાણ કલ્યાણક તરફનો નિર્દેશ કરે છે.
૬૩ શલાકા પુરષોનો સમાવેશ શ્રી માનતુંગાચાર્યે ૨૨મી ગાથામાં ભગવાનની માતાને તીર્થંકર પ્રભુને જન્મ આપનારી અદ્વિતીય માતા કહી. ૨૦મી તથા ૨૧મી ગાથામાં કહ્યું કે હરિહરાદિ નાયકોને જોયા તે સારું થયું જેથી મનમાં કોઈ શલ્ય ન રહી જાય, એ વાત કરી, હરિહરાદિ નાયકોમાં ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી ૩૯ થાય તેમાં ચોવીશ તીર્થકરોનો સમાવેશ કરતાં ૬૩ શલાકા પુરુષો આવી જાય અને ૨૪ તીર્થકરો સિવાયના બાકીના શલાકા પુરુષોમાં ઉત્તમ કહી ભગવાનનું પુરુષોત્તમ નામ સાર્થક બતાવ્યું.
સૂરિજીએ ભક્તિભાવપૂર્વક વહેવડાવેલી જ્ઞાનગંગા કેટલી વિશાળ છે કે જેનું મહાત્ય આંકવું આ પામર જીવ માટે ખરેખર અલ્પબુદ્ધિ પુરવાર થાય છે. હર્મન યાકોબી, કીથ, મેકસમુલર, વેબર, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાન પંડિતોએ અને પંડિત દુર્ગાપ્રસાદ શર્મા, ગૌરીશંકર ઓઝા જેવા સંસ્કૃતજ્ઞ ભારતીય વિદ્વાનો તથા વર્તમાન સમયના વિદ્વાનો શ્રી હીરાલાલ કાપડિયા, ડૉ.
જ્યોતિપ્રસાદ જૈન, ધીરજલાલ ટોકરશી શાહ, અમૃતલાલ શાસ્ત્રી જેન, મિલાપચંદ કટારિયા, રતનલાલ કટારિયા, નેમિચંદ્ર શાસ્ત્રી, કાનજી સ્વામી, ડો. સરયૂબહેન મહેતા, સાધ્વી ડૉ. દિવ્યપ્રભા, ડાહ્યાભાઈ સોમચંદ શાહ, ડૉ. કુમારપાળ દેસાઈ, મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ, રમણભાઈ પારેખ આદિ વિદ્વાન અને અન્ય અનેક ગ્રંથકારો અને નિગ્રંથકારોએ શ્રી માનતુંગસૂરિની અમર કૃતિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સ્તોત્રકારે સ્વયં જ સ્તોત્રમાં પ્રભુના ગુણ, પ્રતિહાર્યો, અતિશયોનું તથા