Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 530
________________ ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ ક 511 (૧૩) શ્રી વલ્લભ-ભક્તામર આ પાદપૂર્તિ પંજાબદેશોદ્ધારક યુગવીર આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય મુનિવર્ય શ્રી વિચક્ષણવિજયજીએ બનાવેલી છે અને તે શ્રી વિજયવલ્લભસૂરિજીના ચારિત્રમાં પ્રકટ થયેલી છે. (૧૪) સુરીન્દ્ર-ભક્તામર આ પાદપૂર્તિ દક્ષિણ વિહારી મુનિરાજ શ્રી અમરવિજયજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ બનાવેલી છે. તેનો પ્રારંભ “મત્તામરેશગુરુ તયરાશથયાનાં'' એ શબ્દોથી થાય છે. (૧૫) શ્રી આત્મ-ભક્તામર પંડિત હીરાલાલ હંસરાજે બનાવેલું છે. (૧૬) શ્રી હરિ-ભક્તામર શ્રી કવીન્દ્ર સાગરજીએ રચેલું છે. . (૧૭) શ્રી ચન્દ્રામલક-ભક્તામર શ્રી જયસાગરસૂરિજીએ રચેલું છે. (૧૮) શ્રી નેમિ(ગુરુ)-ભક્તામર શ્રી જયસાગરસૂરિજીએ રચેલું છે. આ પાદપૂર્તિ પીયૂષપાણિ આચાર્ય વિજયઅમૃતસૂરિજી મહારાજના શિષ્ય આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજીએ પોતાના પ્રદાદા ગુરુ શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની સ્તુતિ રૂપે બનાવેલ છે. (૧૯) શ્રી કાલુ-ભક્તામર આ પાદપૂર્તિ તેરાપંથી મુનિ શ્રી સોહનલાલજી(ચુરુવાળા)એ કરેલી છે. તેમાં તેરાપંથના આઠમા આચાર્ય શ્રી કાલુરામજી મહારાજની સ્તુતિ છે. (૨૦) શ્રી કાલુ-ભક્તામર (બીજું) આ પાદપૂર્તિ તેરાપંથી મુનિ શ્રી કાનમલજી સ્વામીએ કરેલી છે. તેમાં તેરાપંથના આઠમા આચાર્યશ્રી કાલુરામજી મહારાજની સ્તુતિ છે. (૨૧) કર્તવ્યત્રિંશિકા આ રચના તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજીએ કરેલી છે. તેમાં ભક્તામરના ચરણોનો ઉપયોગ કરીને છત્રીશ કાવ્યોમાં મનુષ્યનાં કર્તવ્યોનું નિદર્શન કરવામાં આવ્યું છે. છે. આ પાદપૂર્તિ ક્રમાનુસારી નથી, છતાં તેમાં ભક્તામરનાં બધા ચતુર્થ ચરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544