________________
382
।। ભક્તામર તુલ્યું નમઃ II
જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે એમાં પ્રતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત પરંતુ તેને બદલે કવિએ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એમ પહેલેથી છેલ્લાં પ્રતિહાર્ય સુધીમાંથી ચાર પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ એ ચાર પ્રતિહાર્યોને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન કરવાનો હોય તો કવિ આઠેય પ્રતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી એ બતાવે છે કે કવિનો આશય બધાં પ્રતિહાર્યોનું વર્ણન ક૨વાનો નથી.
તીર્થંકર પરમાત્માનાં પ્રતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘ઉન્નિદ્રહેમ' શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમના ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવાનો હોય તો પછી માત્ર સુવર્ણ કમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુતઃ કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રતિહાર્યનું અને એક સુવર્ણકમળનું વર્ણન કરે છે. જો એવી દલીલ કરવામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન કરવા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી. કારણ કે તો પછી પ્રતિહાર્યોના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિનો મહિમા કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલાં શ્લોકની રચના કરીને જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં વર્ણવવી શકાત અથવા ‘મત્તદ્વિપેન્દ્ર' એ એક જ શ્લોક પૂરતો હતો. એવી દલીલ કરાય છે.’૨૭
શ્રી રમણલાલ શાહે દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાયનાં મંતવ્યોની ચર્ચા કરી છે. દિગમ્બર સંપ્રદાયના મતાનુસાર ૪૪ શ્લોકીય સ્તોત્રમાં ચાર જ પ્રતિહાર્યનું વર્ણન છે. જ્યારે બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન વધારાના ગણવામાં આવતાં ચાર શ્લોકમાં ક૨વામાં આવ્યું છે. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના મત પ્રમાણેની દલીલ યથાયોગ્ય છે. કારણ કે પ્રતિહાર્યોની ક્રમાનુસારિતા સૂરિજીએ વર્ણવેલા પ્રતિહાર્યના શ્લોકમાં ક્યાંય જોવા મળતી નથી. આ ઉપરાંત જો દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવામાં આવે તો બ્લોકસંખ્યા વધી જાય. આથી એમ કહી શકાય કે સૂરિજીને રચના કરતાં કરતાં મનમાં જે વિચાર આવ્યો તેની કંઠમાંથી સ્ફુરણા થઈ હશે. ત્યાં તેઓએ ક્રમાનુસાર રચના કરવાનું નહીં વિચાર્યું હોય અને બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન ન કર્યું હોય એવું સંભવી શકે છે.
શ્રી રાજયશસૂરિ મહારાજ અતિરિક્ત ચાર શ્લોકોનો વધારો કેવી રીતે થયો તે વિશે જણાવતાં કહે છે કે “જૂના વખતમાં હસ્તલિખિત પ્રતોનો રિવાજ હતો. મોટા ભાગે પ્રતોનો ઉતારો લહિયાઓ કરતા હતા. (તેમના અક્ષરો સારા હતા.) પણ તેમને સંસ્કૃતનું ખાસ ઊંડું જ્ઞાન રહેતું નહિ. આ તરફ વિદ્વાન સાધુઓ પોતાની પ્રતમાં ઘણી વાર એક જ વિષયને વધારતા પુષ્ટ કરતા કે સમર્થન કરતા શ્લોકો પોતે બનાવીને બીજાના બનાવેલી પ્રતમાં હાંસિયામાં લખી રાખતા હતા. લહિયાઓ