________________
જિનભક્તિ
61
તથા ‘પ્રણામ અંજલિ' સુધી જ મર્યાદિત હતી.
પરન્તુ છઠ્ઠી સદીના વિદ્વાન યતિવૃષભે પૂજામાં જલ, ગંધ, અક્ષત, ઉત્તમ ભક્ષ્ય, નૈવેધ, દીપ, ધૂપ અને ફળોનો પણ સમાવેશ કર્યો છે.
'બિન-સિદ્ધ-સૂરિ-પાન્ય-સાદુળ ખં સુયરસ વિયેન । कीरइ विविहा पूजा बियाण तं पूजणविहाणं ।।'
૧૨મી શતાબ્દીમાં થયેલા આચાર્ય વસુનન્દિ શ્રાવકાચારમાં પૂજાવિધાનની પરિભાષા લખે છે કે :
અર્થાત્ ‘અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ તથા શાસ્ત્રોની જે વૈભવથી નાના પ્રકારની પૂજા કરવામાં આવે છે, તેને પૂજન-વિધાન સમજવું જોઈએ.'
આ પૂજા-વિધાન માટે તેમણે આઠ પ્રકારનાં મંગલ દ્રવ્યોનો ઉલ્લેખ કર્યો છે. તેના વિશે તેઓશ્રી આ પ્રમાણે જણાવે છે, ‘આઠ પ્રકારનાં મંગલ દ્રવ્ય અને અનેક પ્રકારના પૂજાના ઉપકરણ દ્રવ્ય તથા ધૂપ-દહન આદિ જિન-પૂજનના માટે વિતરણ કરવાં.'
ભિન્ન ભિન્ન વિદ્વાનોએ પૂજાને જુદી જુદી વર્ણવી છે. પરંતુ પૂજા એ જિન ભક્તિનું મુખ્ય અંગ છે એ સર્વાર્થસિદ્ધ છે.
પૂજાના પ્રકાર
પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્ય-પૂજા; (૨) ભાવ-પૂજા.
જિનેશ્વરદેવની મૂર્તિની કોઈક ને કોઈક દ્રવ્ય દ્વારા પૂજા કરવી એ દ્રવ્ય-પૂજા છે. જ્યારે શુદ્ધ ભાવથી વીતરાગી શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરવા, તેમની ભક્તિ કરવી, તેમનાં ગુણોની સ્તુતિ કરવી એ ભાવ-પૂજા છે.
આચાર્ય વાસુનન્દએ પૂજાના છ પ્રકાર સ્વીકાર્યા છે. તેમાં (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ છે.
(૧) નામ-પૂજા : અરિહંતનું નામઉચ્ચારણ કરીને વિશુદ્ધ પ્રદેશમાં પુષ્પ ચઢાવવા તે નામપૂજા છે. તેમાં પ્રભુના ગુણગાનની સ્તુતિનો પણ સમાવેશ થાય છે.
(૨) સ્થાપના-પૂજા : જિનેશ્વરદેવ, આચાર્ય અને ગુરુજન આદિના અભાવમાં એમની આકાર કે નિરાકાર રૂપથી સ્થાપના કરીને જે પૂજા કરવામાં આવે છે તે સ્થાપના-પૂજા છે. દ્રવ્ય-પૂજા એ આકાર સ્થાપના-પૂજાનું ઉદાહરણ છે. જ્યારે ભાવપૂજાનું આલંબન નિરાકારની સ્થાપના-પૂજાનું દૃષ્ટાંત છે.