________________
207
શ્રી ભક્તામર સ્તોત્ર પંક્તિઓ સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્રનું નીચેનું જણાવેલું વચન ચાવીરૂપ બની રહે છે. અચિંત્ય જેનું મહાત્મ્ય છે, તેનું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગ્યારમું આશ્ચર્ય જ છે.’
જે સેવક છે તે પ્રભુની સેવા કરે છે અને સેવા કરતાં કરતાં પરમાર્થને ન પામે તો જ આશ્ચર્યરૂપ છે. સૂરિજી પોતાને બુદ્ધિહીન, શક્તિહીન, મંદબુદ્ધિના, વિદ્વાનોની હાંસીના પાત્ર માનતા હોવા છતાં પ્રભુની યશગાથા અને સ્તવના-સ્તુતિ કરવાને દૃઢસંકલ્પી શા માટે બન્યા ? તેનું રહસ્ય આ શ્લોકમાં પ્રાપ્ત થાય છે. પોતે દરિદ્ર છે અને પરમાત્મા ત્રણ ભુવનના નાયક છે અને તેમની અનન્ય સ્તુતિ-સ્તવના દ્વારા પોતાનું દારિદ્ર દૂર કરવાનો નિર્ધાર આ શ્લોકમાં જણાઈ આવે છે. પ્રભુની સેવા કરતાં કરતાં પ્રભુસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ સંદર્ભે કાનજી સ્વામી કહે છે કે, પારસમિણ કરતાં પણ પરમાત્મા મહાન છે. કેમકે પારસમણિ સંગે તો લોઢું ફક્ત સોનું બને છે. તે પોતે પારસ નથી બનતું, જ્યારે પરમાત્માના સેવનથી તો આ જીવ પોતે પરમાત્મા બની જાય છે.'
જેનો આશરો લીધો છે, જેનું શરણું સ્વીકાર્યું છે તે પછી તેના જેવા ન થઈએ તો નવાઈ છે. શ્રી માનતુંગસૂરિએ તો ધર્મના આદિ અર્થાત્ શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિની શરૂઆત કરી છે અને એના ગુણોના પ્રભાવને કારણે તેમના ભાવ પણ પ્રભુપદ પામવાના છે. અર્થાત્ અહીં સૂરિજી ગર્ભિત રીતે સૂચવે છે કે હું તમારા અનંત ગુણોનું સ્તુતિ-સ્તવન કરી રહ્યો છું. એટલે ક્યારેક, એકાદ ભવમાં, કાલાંતરે તમારા જેવો જ થઈશ.
શ્લોક ૧૧મો
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? ।। ११ । જોવા જેવા જગમહિં કદિ હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઉતરે છે જ છેક; પીધું હોયે ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં જલધિજળને કો પીએ કેમ માનું ? (૧૧)
શબ્દાર્થ
ભવન્તમ્ – આપને, તમને, વૃદ્ઘ – જોઈને, અનિમેષ – નિરંતર નિમેષ – આંખનો પલકારો તેનાથી રહિત તે, અનિમેષ – એટલે નિરંતર (આંખનો પલકારો માર્યા વિના), વિલોનીય – દર્શન ક૨વા યોગ્ય નાત્ર અન્ય કોઈ સ્થળે નહિ તોષનપયાતિ – સંતોષ પામતી નથી. નસ્ય ચક્ષુ: – મનુષ્યની આંખો ઊત્સા પય: - દૂધ પીઈને શશિરવ્રુત્તિ – ચંદ્રના કિરણ જેવી કાંતિવાળું