________________
62 | ભક્તામર સુભ્ય નમઃ
૩) દ્રવ્ય-પૂજા : જલ, ગંધ આદિ અષ્ટ દ્રવ્યોથી જિન પ્રતિમાની જે પૂજા કરવામાં આવે છે તેને દ્રવ્યપૂજા માનવી જોઈએ.
(૪) ક્ષેત્રપૂજા : શ્રી જિનેશ્વર ભગવાનના પંચ કલ્યાણક અને પંચ પરમેષ્ઠીઓની મનમાં યાદ રાખીને સૂચક સ્થળોની પૂજા કરવી તે ક્ષેત્ર-પૂજા છે.
(૫) કાલ-પૂજા : જૈન મહાપુરુષોની તિથિઓ પર ઉત્સવ મનાવવો એ કાલ-પૂજા છે.
(૬) ભાવપૂજા : “ભક્તિભાવપૂર્વક શ્રી જિનેશ્વર ભગવાનના ગુણોનું કીર્તન, ધ્યાન, જપ અને સ્તુતિ કરવી તેને ભાવ-પૂજા કહેવામાં આવે છે.'
“અભિધાન-રાજેન્દ્રકોશ'માં પાત્રની દૃષ્ટિએ પૂજાના ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે તે છે : દેવ, શાસ્ત્ર અને ગુરુ.'
ચેઇયવંદન મહાભાસમ્માં પૂજાના ત્રણ પ્રકાર આપવામાં આવ્યા છે – અંગપૂજા, આમિષપૂજા અને સ્તુતિ-પૂજા.”
જ્યારે બૃહદ્ જેન શબ્દાર્ણવમાં પૂજાના પાંચ પ્રકાર આપવામાં આવ્યા છે જે આ પ્રમાણે છેઃ (૧) નિત્યપૂજા (૨) અષ્ટાનિકા પૂજા (૩) ઇન્દ્રધ્વજ પૂજા, (૪) ચતુર્મુખ કે સર્વતોભદ્ર પૂજા અને (૫) કલ્પદ્રુમ પૂજા.
વિભિન્ન ગ્રંથોમાં, નિગ્રંથકારોએ પૂજાના જુદા જુદા પ્રકાર જણાવ્યા છે. આચાર્યોએ શ્રુતભક્તિમાં શાસ્ત્રપૂજાની વાત પણ લખી છે અને દેવની સાથે સાથે ગુરુ શબ્દ પણ જોડાયેલો છે. આચાર્ય કુંદકુંદે પણ મોક્ષપાહુડમાં દેવ અને ગુરુ બંનેની ભક્તિનું મહત્ત્વ જણાવ્યું છે.
આચાર્ય કુંદકુંદના “અષ્ટપાહુડમાં, સમત્તભદ્રના ‘સમીચીન શાસ્ત્રમાં તથા આચાર્ય યતિ વૃષભના “તલોયપષ્ણત્તિમાં પૂજાનું નિરૂપણ થયેલું મળે છે. આચાર્ય દેવનંદિએ ભવસંગ્રહમાં પાંચમા ગુણસ્થાનકનું વર્ણન કરતાં શ્રાવકના ધર્મનું વિવેચન કર્યું છે. તેમાં ધ્યાનમાં વ્રત, ઉપવાસની સાથે સાથે પૂજાનો પણ સમાવેશ કર્યો છે. આચાર્ય વસુનન્દિએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ શ્રાવકાચારની ૧૧૪ ગાથાઓમાં પૂજા અને પ્રતિષ્ઠાનું વર્ણન કર્યું છે.
શ્રી હરિભદ્રસૂરિની પૂજા પંચાશિકા, ભદ્રબાહુનું પૂજા પ્રકરણ, આચાર્ય જિનપ્રભસૂરિનું પૂજાપ્રકરણ અને ઉમાસ્વાતિનું વાચકનું પૂજાવિધિ પ્રકરણ બહુ જ પ્રાચીન ગ્રંથો છે. આચાર્ય નેમિચંદ્રસૂરિનું પૂજા-વિધાન પણ પ્રસિદ્ધ છે. આ સિવાયની પૂજા સંબંધી અનેક સામગ્રીઓ વિપુલ પ્રમાણમાં પ્રાચીન જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે કે ભંડારાયેલી પણ છે.