________________
પદ્યસંખ્યાની સમસ્યા ♦ 387 શકે ? જો કોઈ કારણવશ આ પદ્યોને કાઢી નાખવામાં આવ્યાં હોત તો કોઈકે તો જરૂ૨થી આની નોંધ કરી હોત. તાત્પર્ય કે આ બધા જ વૃત્તિકારોની નજર સમક્ષ ૪૪ પઘવાળું ભક્તામર સ્તોત્ર રહ્યું હશે. અને તેથી તેટલા જ પદ્યોવાળા સ્તોત્ર પર ટીકાઓ તેઓએ રચેલી છે.
ભક્તામર સ્તોત્રની જે પ્રાચીન હસ્તપ્રતો મળી આવે છે તેમાં પાટણ, ખંભાત, જેસલમેર આદિ જ્ઞાનભંડારોમાંથી મળી આવતી તાડપત્રીય પ્રતોમાં ૪૪ પઘોવાળું જ આ સ્તોત્ર મળી આવે છે. જ્યારે દિગમ્બર સંપ્રદાય પાસે આટલી પ્રાચીન હસ્તપ્રતો હોય તેમ જણાતું નથી. તેમની પાસેથી મળી આવતી પ્રતો ૩૦૦થી ૪૦૦ વર્ષ કરતાં વધારે પ્રાચીન નથી. આ પણ એક પુરાવો છે જે ભક્તામર સ્તોત્ર ૪૪ પઘોનું હોવાનું પુરવાર કરે છે.
શ્રી માનતુંગસૂરિનું ચરિત્ર રજૂ કરનારા ઐતિહાસિક ગ્રંથો જેવા કે પ્રભાવક ચરિત પ્રબંધ સંગ્રહ, પ્રબંધ ચિંતામણિ જેવા ગ્રંથોમાં પણ ભક્તામર સ્તોત્રનાં ૪૪ પદ્યો હોવાનાં સ્પષ્ટ ઉલ્લેખો જોવા મળે છે. જે તેને શ્વેતામ્બર સંપ્રદાયના પક્ષમાં મૂકે છે. પરંતુ હીર-સૌભાગ્ય નામના ગ્રંથમાં ભક્તામર સ્તોત્રના ૪૮ પઘો હોવાનો ઉલ્લેખ છે અને ભક્તામર સ્તોત્ર પર યંત્રો-મંત્રો-તંત્રો જેવા આરાધનાનાં વિધાન બનાવનાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે પણ ૪૮ શ્લોકના યંત્રો-મંત્રોતંત્રો બનાવ્યાં છે જે દિગમ્બર સંપ્રદાયના પક્ષે જાય છે.
આ ચાર અતિરિક્ત પઘોમાં પ્રયોજવામાં આવેલા શબ્દાલંકારો, અર્થાલંકારો, ઉપમા, ઉપમેય, ઇત્યાદિનો મૂળ સ્તોત્રના ૪૪ પઘોમાં પ્રયોજવામાં આવેલા સાથે સુમેળ બેસતો નથી. આ ચાર પઘોના પ્રાસો કંઈક જુદા જ પ્રકારના જણાય છે. આથી મૂળકર્તાની રચનાની તુલનામાં આ પદ્યો ઊતરતી કક્ષાના સાબિત થાય છે તેવું વિદ્વાનોનું માનવું છે.
લબ્ધિ-ઋદ્ધિ પદની સંખ્યા ક્યાંય પણ એકસરખી જોવા મળતી નથી. સૂરિમંત્ર કલ્પમાં કુલ ૫૦ લબ્ધિ-ઋદ્ધિ પદો આપવામાં આવ્યાં છે. જ્યારે ષટ્ખંડાગમની ધવલા ટીકામાં ૪૪ લબ્ધિ પદો દિગમ્બરાચાર્યએ જણાવેલાં છે. આ તથ્ય પણ સ્તોત્રની પદ્યસંખ્યા નક્કી કરવા માટેનો યોગ્ય પુરાવો નથી.
ભક્તામર સ્તોત્ર પર સંખ્યાબંધ લગભગ ઉપલબ્ધ ૨૩-૨૪ પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે. તેમાં કોઈક અપવાદ સિવાય મોટા ભાગનાં પાદ-પૂર્તિરૂપ કાવ્યો ૪૪ પઘવાળાં જ છે. આ પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના દરેક પદ્યના અંતિમ ચરણને લઈને રચાયેલાં છે. તેથી તે કાવ્યોની પદ્યસંખ્યા પણ ૪૪ની જ છે. શ્રી ગુણાકરસૂરિ દ્વારા રચાયેલી વૃત્તિ સૌથી પ્રાચીન છે. તેમાં પણ તેમણે ૪૪ ૫ઘો ૫૨ જ વૃત્તિ રચી છે જે સ્તોત્રના મૂળ પાઠમાં ૪૪ પદ્ય હોવાનું પુરવાર કરે છે.
૧.
૨.
પાદટીપ
'Jacobi Foreword' ભક્તામર કલ્યાણમંદિર, નમિઊણ સ્તોત્રત્રયમ્, પૃ. ૨
'સચિત્ર ભક્તામર રહસ્ય', પ્રસ્તાવના, ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, સંપાદક : કુમુદકુમાર શાસ્ત્રી, પૃ. ૩૦-૩૧