________________
॥ ભક્તામર તુન્યં નમઃ ||
ભક્તામર સ્તોત્ર પ્રત્યેક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ સંજોગોમાં પરિવર્તિત ક૨વાની ગજબનાક શક્તિ ધરાવે છે. યંત્ર-મંત્ર, તંત્ર ઋદ્ધિમંત્ર દ્વારા સાધક તેમના અધિષ્ઠાયક દેવને સિદ્ધ કરીને તેમની પાસે પોતાની મનોવાંચ્છના પૂર્ણ કરાવે છે. ભક્તામર સ્તોત્રમાં પરમ આરાધ્ય શ્રી જિનેશ્વરદેવના ચરણ-યુગલમાં સમર્પિત થઈ જઈને તેમનો જ યંત્ર-મંત્ર-તંત્ર રૂપમાં સ્વીકાર કરીને આવી પડેલી આપત્તિનો સાર્થક પ્રયોગ બતાવવામાં આવ્યો છે. આ સ્તોત્રના અક્ષરે અક્ષરમાં મંત્ર યુક્ત ગૂઢાર્થો સમાયેલા છે. આવા મંત્રગર્ભિત સ્તોત્રમાં પ્રભુના ગુણોનું ગાન, યશગાથા ગાવામાં આવી છે અને પ્રભુને કરવામાં આવેલા નમસ્કારને સવિશેષ મહાત્મ્ય આપવામાં આવ્યું છે. તે દ્વારા સાધકને પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે મોક્ષગામી બનવામાં પ્રવૃત્ત કરે છે. તેથી જ આ સ્તોત્રનો એક એક અક્ષર મહામંત્ર છે. અનેક મંત્ર-યંત્ર-તંત્રો જેમાં અનેકાનેક શાસ્ત્રો સ્થાપિત થયેલાં છે એવા ભક્તામર સ્તોત્રમાં અક્ષર-અક્ષરમાં મંત્રત્વ ધ્વનિત થાય છે. તેથી જ તેનું સ્મરણ ક૨વાથી શાશ્વત સુખના સ્વામી બનવાની વાંચ્છના પણ પરિપૂર્ણ થાય છે.
466
܀
ભક્તામર સ્તોત્રના રચનાકાર શ્રી માનતુંગસૂરિની આ અનુભવ સિદ્ધિ સ્વરૂપ છે કે સંપૂર્ણ એકાગ્રતા પૂર્ણ ભાવોની સાથે નાભિમાંથી નીકળેલો સ્વર મહામંત્ર સ્વરૂપ બન્યો છે. તેના પ્રત્યેક અક્ષરના ઉચ્ચારણમાં મંત્રના આંદોલન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આ ધ્વનિ પ્રતિધ્વનિ આંદોલનથી વિશિષ્ટ વાતાવરણ અને વિશિષ્ટ પ્રકારના વાયુમંડળનું સર્જન થાય છે. તે દ્વારા કોઈ પણ પ્રકારની વિપદામાંથી મુક્તિ મેળવી શકાય છે.
ભક્તામર સ્તોત્રની મૂળ સંરચના જ એવા વિશિષ્ટ પ્રકારની છે કે ત્યાં મંત્ર-યંત્ર-તંત્રની જરૂર પડતી નથી. સાધકે પોતાના ચિત્ત-તંત્રને વિશુદ્ધ કરીને તેમાં પરમાનંદસ્વરૂપ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન ધરીને સમસ્ત પ્રકારની વિકૃતિઓથી વિમુખ થઈ જવું એ જ આ સ્તોત્રનો પરમાર્થ છે. સાથે સાથે સાધકની સફળતાનું રહસ્ય પણ આમાં જ રહેલું છે.
ભક્તામર સ્તોત્ર સ્વયં સિદ્ધ મંત્ર-યંત્ર છે. પરમ શક્તિસ્રોત છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના ચરણયુગલમાં પૂર્ણ સમર્પણના ભાવોમાં આ સઘળું સમાયેલું છે. તેથી જ તેના માટે કોઈ યંત્ર-મંત્રતંત્રનું વિધિ-વિધાન કરીને તે દ્વારા દેવી-દેવતાઓનું આહ્વાન કરવાની આવશ્યકતા નથી, તેઓ સ્વયં જ ઉપસ્થિત થઈ જાય છે. માત્ર ચિત્તની એકાગ્રતા અને ભક્તિભાવપૂર્વક સ્તોત્રનો જાપ કરવાથી તે સ્વયં સિદ્ધ થાય છે.
અહીં મને થયેલો સ્વ-અનુભવ જણાવું છું. ભક્તામર સ્તોત્ર છેલ્લાં સાત વર્ષથી દરરોજ ગણવાનો નિયમ છે. તેમાં જ્યારથી ભક્તામર સ્તોત્ર પર આ સંશોધનકાર્ય શરૂ કર્યું ત્યારથી તેના પ્રત્યેની આસ્થા-શ્રદ્ઘા દિન-પ્રતિદિન વધુ સદઢ બનવા લાગી. પછી તો આ શ્રદ્ધા અતૂટ વિશ્વાસમાં પરિણમી. ૧૯૯૮માં આવેલ જર્મન બહેન મિસ એલિઝાબેથ ફાનખાઉઝરના નિમંત્રણને માન આપીને સ્વિટ્ઝરલૅન્ડ ગઈ. અજાણ્યો દેશ અજાણી ભાષા - અજાણ્યા લોકોની વચ્ચે સાવ એકલી. પરંતુ મનમાં એક દૃઢ શ્રદ્ધા કે મારી સાથે મારા દાદા શ્રી આદિનાથ ભગવાન છે. જ્યારે જ્યારે હું કોઈક કારણસર મૂંઝવણ અનુભવતી, જ્યાં મન અકળાય ત્યાં ભક્તામર સ્તોત્રનું પઠન