________________
298 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
બની જાય છે અને તે ત્યારે જ શક્ય બને છે, જ્યારે આત્મા-ભક્ત આપના શરણ અને સ્મરણનો આશ્રિત બને. સૂરિજીએ પણ અહીંયાં ‘ક્રમ યુગાચલ સંશ્રિતં' તે શબ્દ વાપર્યા છે. તેનો અર્થ જે જીવ આપના ચરણયુગલનો આશ્રય લીધો છે, તેને સંસારમાં કોઈ ભય નથી. એટલે કે ક્રોધરૂપી કષાયને જીતવા માટે સમ્યક્ ચારિત્રએ એક જ ઉપાય છે. આમ તો સમ્યક્ ચારિત્ર ઉચ્ચ શિખરે બિરાજમાન છે. સમ્યક્ ચારિત્રના ભાવથી જીવનઅંતરંગ ક્રોધાદિ કષાય ભાવો શાંત થતાં જીવને અંતરંગમાં સ્વભાવ જનિત અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. એટલે કે આપના પ્રભાવથી જીવો જન્મજાત વેરભાવ છોડીને એકબીજા સાથે મૈત્રીભાવથી શાંતિથી રહે છે.
‘અષ્ટપાહુડ’માં ક્રોધને જીતવાના ઉપાય તરીકે જણાવાયું છે કે
‘તેથી ક્ષમા ગુણધર ! ક્ષમા કર જીવ સૌને ત્રણ વિધે; ઉત્તમ ક્ષમાજળ સિંચતું ચિરકાળના ક્રોધાગ્નિને ||૧૦૯॥
અર્થાત્ ‘ક્ષમાનો ગુણધરીને મન-વચન-કાયા એમ ત્રણ વિધે સર્વ જીવોને ક્ષમા કર. ચિ૨કાળના ક્રોધાગ્નિને, લાંબા સમયના ક્રોધાગ્નિને શાંત કરવા માટે ઉત્તમ ક્ષમારૂપી જળનું તું સિંચન કરે.'
ક્ષમાભાવથી ક્રોધાગ્નિ શાંત થઈ જાય છે. ક્રોધરૂપી સિંહ જ્યારે છલાંગ મારવા તૈયાર હોય ત્યારે ક્ષમામૂર્તિ જિનેશ્વરદેવ ! આદિનાથ ભગવાનના શરણનો, સ્મરણનો સ્વીકાર કરવામાં આવે તો અનાદિકાળથી મોહનીય કર્મથી બંધાયેલો આત્મા પ્રભુના ચરણોનો આશ્રય સ્વીકારે તો કોઈ પણ કર્મ કે કષાય તેના પર આક્રમણ ન કરી શકે.
આ શ્લોકમાં સૂરિજીએ બદ્ધક્રમ, ક્રમગતમ્ અને ક્રમયુગે એ ત્રણ શબ્દોનું સુંદર પ્રયોજન કર્યું છે, 'બદ્ધક્રમ' એટલે એવો સિંહ જે, છલાંગ મારવા તૈયાર હોય ને ભક્ત પર ‘ક્રમગતમ’ તેના પંજાની વચ્ચે આવી પડ્યો હોય તો પણ ‘ક્રમયુગ’ પ્રભુના ચરણ યુગલનો આશ્રય કરનાર ભક્ત પર સિંહ આક્રમણ કરતો નથી. અહીં ઉપસર્ગની આખી પ્રક્રિયા બતાવી છે.
શ્લોક ૩૬મો
“कल्पान्तकालपवनोद्धतवह्निकल्पं दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ||३६||
કલ્પો કેરા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપે કદિયે આવતો હોય પોતે, તારાં નામ-સ્મરણજળથી થાય છે શાંત તો તે. (૩૬)