________________
પ્રભાવક કથાઓ 439 સ્તોત્રનું સ્મરણ ક૨વાવાળાઓનું રક્ષણ કરવાવાળી દેવી ચક્રેશ્વરી છે. તે મારી સ્વામિની ચક્રેશ્વરીની આજ્ઞાથી અને પ્રેરણાથી તેણીની દાસી એવી હું તને કેદખાનામાંથી છોડાવવા આવી છું.'
રણપાલે જવાબ આપ્યો કે, દેવી ! તમે જ મારે મન તો ચક્રેશ્વરી છો, પરંતુ હાથ અને પગમાંની બેડીઓથી જકડાયેલો એવો હું શી રીતે ઊઠી શકું ?”
દેવી બોલી, હાથ અને પગનો સ્પર્શ કર !'
પોતાના હાથ અને પગ બંધન વગરના જોઈ, પોતાના પુત્રને પણ બંધ વગરનો જોઈ બંને ઊભા થયા અને કેદખાનાના દરવાજા ઉઘાડવા જતાં દેવીએ નિષેધ કર્યો કારણ કે ઊઘડવાના અવાજથી ચોકીદારો જાગી જાય. પછીથી દેવીએ બતાવેલાં પગથિયાંઓના રસ્તે કોટ ઉપર ચઢીને નીચે બિછાવેલી કોમળ શય્યા પર કૂદકો મારી નીચે આવ્યાં પછી પોતાના વતનનો રસ્તો લીધો અને તેઓ ક્ષેમકુશળ પોતાના વતનમાં પહોંચી ગયા.
પછી પોતાના વતનને જોખમી સમજી છોડી દીધું અને ચિત્રકૂટમાં વસવાટ કર્યો. ત્યાં તેમણે સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કર્યું.
ગુણાકરસૂરિ વિરચિત ‘ભક્તામર વૃત્તિ’માં દર્શાવેલ ૨૮ પ્રભાવક કથાઓ ઉપર્યુક્ત છે. આ કથાઓ ભક્તામર સ્તોત્રના શ્લોકોનું મહાત્મ્ય દર્શાવે છે. આ પ્રત્યેક શ્લોક મંત્ર સમાન છે અને તેનું સ્મરણ માત્ર આવી પડેલી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે.
પ્રભાવક કથાઓ ૨૮ જ છે. જોકે કોઈ પણ વિદ્વાનો કે નિગ્રંથકારોએ પ્રભાવક કથાઓ વર્ણવી છે, તેની સંખ્યા પણ ૨૮ જ છે. પરંતુ અમુક વિદ્વાનોથી મૂળ કથામાં આપવામાં આવેલા સ્થળ ભગવાનનું નામ, રાજાનું નામ, મુનિશ્રીનું નામ, ભક્તનું નામ આદિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તે સિવાય અન્ય કોઈ ફેરફાર બધી કથામાં જોવા મળતો નથી. પરંતુ કથા ૭ જે શ્લોક ૧૩મા અને ૧૪માનો પ્રભાવ દર્શાવે છે, તેમાં અમૃતલાલ સુખલાલ વહોરા દ્વારા પ્રકાશિત ‘શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ'માં અને હિન્દી – જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય દ્વારા પ્રકાશિત ભક્તામર
=
કથા'માં કથાનો ઉત્તરાર્ધ જુદો જણાવ્યો છે. તેવી જ રીતે કથા – ૧૦ જે શ્લોક ૧૮માનું મહાત્મ્ય સમજાવે છે તેમાં પણ ભક્તામર સ્તોત્ર સાર્થ'માં આંબડે કાઢેલા છ'રી પાળતા સંઘ પર સંકટ આવી પડ્યું ત્યારે તેની માતાના કહેવાથી સકળ સંઘે ૧૮મા શ્લોકનું સ્મરણ કર્યું અને સંકટમાંથી મુક્તિ મેળવી. જ્યારે ‘ભક્તામર કથા'માં આંબડે માતાના વચન ખાત૨ પૃથ્વીસેન નામના રાજાને હરાવ્યાનો ઉલ્લેખ છે. કથા – ૧૧ જે શ્લોક ૧૯માનો પ્રભાવ દર્શાવે છે. ભક્તામર સ્તોત્ર સાર્થ'માં મણિપ્રાપ્તિનો પ્રસંગ મૂળ કથા કરતાં જુદી રીતે વર્ણવાયો છે, જ્યારે ભક્તાર કથામાં' મૂળ કથાના ઉત્તરાર્ધ કરતાં જુદો વર્ણવાયો છે.
ગુણાકરસૂરિએ રચેલ વૃત્તિમાં દરેક કથાને અંતે મંત્રામ્નાય પણ આપવામાં આવ્યા છે. ૨૮ કથાના ૨૮ મંત્રામ્નાયો છે અને શ્લોકના સ્મરણ સાથે મંત્રામ્નાયોનો પણ જાપ કરવો જોઈએ, એવું વિદ્વાનોનું માનવું છે.