________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ
સંપૂર્ણ સ્તોત્રસાહિત્યમાં પ્રતિભાવંત ભક્તકવિ શ્રીમાનતુંગસૂરિ દ્વારા વિરચિત “ભક્તામર સ્તોત્ર' અનેક દૃષ્ટિઓથી સર્વોપરિ સ્થાન ધરાવે છે. આ અમરકૃતિ આચાર્ય શ્રી માનતુંગસૂરિની શ્રેષ્ઠ ભક્તિભાવના અને ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિ છે. આ સ્તોત્ર એવું સાહિત્ય છે કે આપણા મનમાં અરિહંત પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિને જાગ્રત કરે છે. આત્માને લાગેલાં કર્મ અને કષાયના આવરણને દૂર કરવા માટે આપણે તેનો સહારો લઈએ છીએ. આ સ્તોત્રમાં કવિના મનની અનુભૂતિનો એવો પ્રાદુર્ભાવ છે કે જેમાં ભાવોની પ્રવીણતા, વાણીની કોમળતા શિખર પરથી વહેતાં નિર્મળ ઝરણાં જેવી લાગે છે.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ વિશે જણાવે છે કે “ભક્તામર સ્તોત્રમાં શ્રુતજ્ઞાનના મહાન લોકમંગલના અભિલાષી અને વૈરાગ્યપંથે વિહરનારા શ્રી માનતુંગસૂરિએ પોતાના સાધુજીવનનું ચિંતન રેડ્યું છે. રાજસભામાં જૈન ધર્મ પ્રત્યે હીન ભાવના ઉપજાવનારાં વચનોથી મહારાજાને ભરમાવેલા જાણી, તે ભ્રમનું નિરસન કરવા તથા સત્ય વસ્તુ પ્રત્યેની શાશ્વત નિષ્ઠા જગાવવા માટે વ્યવહાર-ક્રિયાનો આશ્રય લઈ બીજા કવિઓ સમક્ષ પોતાની કવિત્વશક્તિ સાથે પોતાના ઇષ્ટદેવ પ્રત્યેનો અડગ વિશ્વાસ પ્રત્યક્ષ કરી બતાવ્યો છે તેમજ જેન ધર્મની પતાકાને ફરકતી રાખવા માટે સ્તુતિ કરી ચમત્કાર બતાવ્યો છે અને આ વ્યવહારક્રિયાની પરિકૃતિ માટે સ્તોત્રના પ્રત્યેક પદમાં સંસારની નશ્વરતા તથા પ્રભુચરણોમાં આશ્રયની સમસ્ત વિપદાઓ દૂર