________________
122 * ॥ ભક્તામર તુર્થ્ય નમઃ ।।
બહેને આ વસ્તુ તરફ તેમનું ધ્યાન દોર્યું અને “વ્રતમાં દયા એ જ સાર છે'' વગેરે ધર્મવચનો કહી તેમને શ્વેતામ્બર મતની દીક્ષા ગ્રહણ કરવા અનુરોધ કર્યો, એટલે ભવભીરુ એવા માનતુંગે શ્રી જિનસિંહ નામના શ્વેતામ્બરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી.
ગુરુએ તેમને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને સર્વ રીતે યોગ્ય જાણી સૂરિપદે સ્થાપ્યા. ત્યારથી તેઓ શ્રી માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
ત્યારબાદ મયૂર-બાણવાળી ઘટના બનતાં ‘ભક્તામર સ્તોત્ર’ બનાવ્યું. છેવટે માનસિક રોગ લાગુ પડતાં ‘ભયહર સ્તોત્ર' રચીને તે રોગ દૂર કર્યો. છેવટે ગુણાકર નામના શિષ્યને પોતાના પદે સ્થાપી અનશન કરીને સ્વર્ગે સિધાવ્યા.
‘પ્રભાવક ચરિત’ના આધારે એટલું સ્પષ્ટ થાય છે કે શ્રી માનદેવસૂરિની પાટે આવનાર માનતુંગસૂરિજીએ નહિ પણ શ્રી જિનસિંહસૂરિના શિષ્ય શ્રી માનતુંગસૂરિજીએ આ ‘ભક્તામર સ્તોત્ર' બનાવેલું છે.
‘પ્રભાવક ચરિત’ અનુસાર રાજા હર્ષવર્ધન (સમય : ઈ. સ. ૬૦૬થી ૬૪૭ સુધી)ની રાજસભામાં પ્રતિસ્પર્ધક મહાકવિ બાણ અને કવિ મયૂર સંબંધિત લોકપ્રસિદ્ધ દંતકથાઓ અનુસાર કવિ મયૂર દ્વારા રચિત ‘સૂર્યશતક સ્તવ’ અને કવિબાણ દ્વારા રચિત ચંડિકાશતક સ્તવ'ની ચમત્કારપૂર્ણ રચનાને લઈને જૈન મુનિઓ પણ એવી જ ચમત્કારી રચનાઓ કરી શકે છે. એવું બતાવીને રાજાના જૈન અનુયાયી મંત્રી દ્વારા શ્રી માનતુંગાચાર્યને બોલાવવા માટેનો અનુરોધ કર્યો. સૂરિજીને બોલાવીને જંજીરોથી બાંધીને એક ઓરડામાં બંદીવાન બનાવી દેવાયા. આ બંધન અવસ્થામાં સૂરિજીએ ભક્તામર સ્તોત્ર'ની રચના કરીને તેના પ્રભાવથી એક એક શ્લોકની રચનાની સાથે સાથે જંજીરોના તૂટવાનો ઉલ્લેખ મળે છે. પ્રબંધ, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, ચરિતો વગેરે મહિમાપ્રે૨ક સાહિત્યમાં ઘટનાસ્થળ, સમકાલીન રાજા, સમકાલીન કવિઓ સંબંધિત ભિન્ન ભિન્ન સ્તોત્રમાં તફાવત જોવા મળે છે.
પ્રસિદ્ધ કથાઓ સંબંધિત વિવિધ વિદ્વાનોએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યા છે. તેમાં ઐતિહાસિક દષ્ટિએ સૌથી ઉપયોગી ચર્ચા શ્રી હર્મન યકોબી દ્વારા થઈ છે. તેનો સારાંશ કંઈક આ પ્રમાણે છે. શ્રી હર્મન યકોબીએ બતાવ્યું છે કે બાણ અને મયૂર સમકાલીન હોવાનું કોઈ પ્રમાણ મળતું નથી. દસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને કવિઓને હર્ષ રાજાની સભાનાં સદસ્યો માનવામાં આવતા હતા. એવું શાÁધર (ઈ. સ. ૧૩૬૮) અને રાજશેખરે (લગભગ ઈ. સ. ૯૦૦) એક શ્લોકમાં આપેલા ઉદાહરણ પરથી કહી શકાય, જે નીચે મુજબ છે :
अहो प्रभावो वाग्देव्या यन्मातग्ड दिवाकर |
श्री हर्षस्या भवत्सभ्यः समं बाण मयूरयोः ।।
ત્યાર બાદ લગભગ ઈ. સ. ૧૦૦૦માં થયેલા કવિ શ્રી પદ્મગુપ્તે ‘નવસાહસાંકચરિત'માં કહ્યું છે કે :