________________
પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન છે 175 नाभिस्तु जनयेत्पुत्रं मरुदेव्यां महाद्युपतिम् ।
ऋषभं क्षत्रियज्येष्ठं सर्व क्षत्रियस्य पूर्वजम् ।। સૌધર્મેન્દ્રએ પ્રભુની સ્તુતિ કરેલ તેનું પ્રથમ વાક્ય હતું. હે પ્રભુ! હું બુદ્ધિની તેજસ્વિતાથી રહિત છું. છતાં પણ આપ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પરમ જ્યોતિ સ્વરૂપ તેમજ ગુણરૂપી રત્નોની ખાણ સ્વરૂપ એવા આપની સ્તુતિ કરવા તૈયાર થયો છું.'
ત્યારબાદ ઇન્દ્રએ શ્રીમાન શબ્દથી શરૂ કરી ધર્મસામ્રાજ્ય નાયક સુધીના પ્રભુના ૧૦૦૮ ગુણવાચક શબ્દોથી પ્રભુની સ્તુતિ કરી હતી. શક્રસ્તવ (નમુત્થણ)માં પણ ઇન્દ્રએ પ્રભુના ગુણવાચક નામોથી પ્રભુની સ્તુતિ કરી છે.
કંઈક આવા જ પ્રકારના ભાવ અને શબ્દોથી શ્રીમાનતુંગાચાર્ય આ ભક્તામર સ્તોત્ર'ના ૩૪-૫મા શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરે છે. સ્તોત્રકાર સૂરિજીએ સુંદર ઉદાહરણો દ્વારા પોતાની લઘુતા અને પ્રભુની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. તેઓ કહે છે કે મારામાં બુદ્ધિ ન હોવા છતાં, હે ગુણસમુદ્ર પ્રભુ ! આપના પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું આ “ભક્તામર સ્તોત્ર'રૂપી આપનું સ્તવન કરવા પ્રેરાયો છું.
આ સ્તોત્રની ફળશ્રુતિ શું હશે. તે સૂરિજી અંતિમ શ્લોકમાં જણાવે છે, “આ ભક્તામર સ્તોત્રને કંઠસ્થ કરીને તેનું નિત્ય પ્રતિદિન એટલે કે દરરોજ જે સ્તવન કરશે અને તેના તત્ત્વાર્થને જાણી હૃદયમાં ધારણ કરશે, તે પ્રમાણેનું પોતાનું જીવન વ્યતીત કરશે તે સર્વ પ્રકારના ભયનું નિવારણ કરી અભય એવા મોક્ષને પામશે.”
શ્રી માનતંગસૂરિજીએ ભક્તામર સ્તોત્ર નામને સ્તોત્રમાં ગૂંથી લીધું છે. પ્રથમ શ્લોકનો પ્રથમ અક્ષર “ભક્તામર છે. જ્યારે અંતિમ શ્લોકનો પ્રથમ અક્ષર સ્તોત્ર છે. આમ ભક્તામર સ્તોત્ર' નામ પ્રચલિત છે. અન્ય સ્તોત્ર જેવા કે ઉવસગ્ગહર, નમિઉણ, લોગસ્સ આદિ સ્તોત્રનાં નામ તેના પ્રથમ અક્ષરથી પ્રચલિત છે. તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર'નું પણ છે.
ભક્તામર સ્તોત્રમાં સૂરીશ્વરજીએ પ્રથમ જિનેશ્વરને નમસ્કાર કર્યા છે. આથી તે શ્રી આદિનાથ સ્તોત્ર પણ કહેવાયું છે. “આદિનાથ' એટલે આદિ સર્વ પ્રથમ પ્રભુને આદિ પુરુષ પણ કહેવામાં આવ્યા છે. યુગપુરુષ' એવું સંબોધન પણ પ્રભુ માટે કરવામાં આવ્યું છે. અર્થાત્ યુગની શરૂઆત કરનાર.
શ્રી જિનેશ્વરદેવ માટે ૧૦૦૮ ગુણવાચક નામ વર્ણવવામાં આવ્યાં છે. “હરિવંશપુરાણમાં ઇન્દ્રએ નેમિનાથ ભગવાનની સ્તુતિમાં પણ ભગવાનનાં ગુણવાચક નામોથી ૧૫ શ્લોકોમાં સ્તુતિ કરી છે.