________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 385 ભક્તામર સ્તોત્રમાં પાઠન-પૂજનની ફળશ્રુતિ એ છે કે એનાથી આઠ પ્રકારના ભયનું નિવારણ થાય છે. એના છેલ્લા શ્લોકમાં આ વાત કહેવામાં આવી છે. આ ભક્તામર સ્તોત્ર ૪૪ ગાથાનું હોવાનું શ્વેતામ્બર સંપ્રદાય માને છે. ભક્તામર સ્તોત્રમાં આદિનાથ ભગવાનની સ્તુતિ છે અને એ ૪૮ ગાથાને બદલે ૪૪ ગાથાનું એટલા માટે મનાય છે કે એમાં વર્તમાન ચોવીશીના ચોવીશ. તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રનાં વિહરમાન વીશ તીર્થકરો મળીને કુલ ૪૪ થાય છે. પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતા કલ્યાણ મંદિર સ્તોત્રની જેમ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતું ભક્તામર સ્તોત્ર ૪૪ ગાથાનું માનવામાં આવે છે. આજના સમયમાં આરાધ્ય એવા ૪૪ તીર્થકરો હોવાથી શ્વેતામ્બર પરંપરા ૪૪ ગાથાઓ માને છે. જ્યારે બીજી બાજુ દિગમ્બરોની માન્યતા એવી છે કે ભક્તામર સ્તોત્રની યંત્ર સહિત વિધિવત્ લબ્ધિ અને વૃદ્ધિની સંખ્યા ૪૮ હોવી જોઈએ. એ નોંધવું જોઈએ કે ભક્તામરની તમામ હસ્તપ્રતોમાં ૪૪ શ્લોકો સરખા મળે છે. એમાં એકના સ્થાને બીજો શ્લોક લખાયો હોય તેવું બનતું નથી. જેમ એક માન્યતા પ્રમાણે ૩૨-૩૩-૩૪-૩૫મો શ્લોક માનતંગસૂરિએ લખ્યો નથી એમ કહેવાય છે. વિ. સં. ૧૪૨૬ની આચાર્ય ગુણાકરસૂરિજી મહારાજની સૌથી પ્રાચીન ટીકા મળે છે. એમાં પણ ૪૪ ગાથાનું વિવરણ છે.”૨૯
ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા વિષયક ઉપર્યુક્ત વિષદ ચર્ચા વિવિધ વિદ્વાનોએ કરી છે. જેમાં હર્મન યાકોબી, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાનોથી લઈને અમૃતલાલ શાસ્ત્રી, ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન, બ્રહ્મ રાયમલ્લ, નેમિચંદ શાસ્ત્રી, અગરચંદ નાહટા, કટારિયા, હીરાલાલ કાપડિયા, મુનિશ્રી કુમુદચંદ્ર, દર્શનવિજયજી, શ્રી સાગરાનંદસૂરિજી, અમર મુનિ, સારાભાઈ નવાબ, ધીરજલાલ ટોકરશી શાહ, અજિતકુમાર જૈન શાસ્ત્રી, મધુસૂદન ઢાંકી, જિતેન્દ્ર શાહ, રમણલાલ શાહ, રાજયશસૂરિ મહારાજ સાહેબ, ડૉ. કુમારપાળ દેસાઈ આદિ વિદ્વાનોના મંતવ્યો જોયાં.
આમાંથી ઘણા વિદ્વાનો ભક્તામર સ્તોત્રની પદ્ય સંખ્યા ૪૪ જ માને છે, અને તે માન્ય રાખવા જે કારણ દર્શાવે છે તે યથાયોગ્ય જણાય છે. હાલ વર્તમાન ચોવીશી અને મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન ૨૦ તીર્થકર એમ ૪૪ તીર્થકરોને અનુલક્ષીને ભક્તામર સ્તોત્રની પસંખ્યા ૪૪ની ગણવામાં આવી છે. આ શ્વેતામ્બર સંપ્રદાયનો મત છે. જ્યારે દિગમ્બર સંપ્રદાય પોતાના પાઠમાં આઠ પ્રતિહાર્યોનો સમાવેશ કર્યો છે. તેઓનું માનવું છે કે દરેક પ્રતિહાર્યોનો સમાવેશ થવો જોઈએ. જો ચાર પ્રતિહાર્યનો સમાવેશ શ્રી માનતુંગસૂરિએ કર્યો હોય તો બાકીના ચાર પ્રતિહાર્ય શા માટે બાકી રાખે ? તેથી બાકી રહેતા ચાર પ્રતિહાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મીરતારથી શરૂ થતાં ચાર પદ્યોમાં પ્રથમ પદ્યમાં અષ્ટમહાપ્રતિહાર્યમાંથી દુંદુભિ પ્રતિહાર્યનું, બીજા પદ્યમાં પુષ્પવૃષ્ટિ પ્રતિહાર્યનું. ત્રીજા પદ્યમાં ભામંડળ પ્રતિહાર્યનું અને ચોથા પદ્યમાં દિવ્યધ્વનિ પ્રતિહાર્યનું વર્ણન છે. આ ચાર પ્રતિહાર્યનાં વર્ણન દ્વારા અષ્ટ મહાપ્રતિહાર્યનું વર્ણન પૂર્ણ થાય છે એવું દિગમ્બર સંપ્રદાય માને છે. આથી તેનો મૂળ સ્તોત્રમાં સમાવેશ થયો હોવાનું તેઓ માને છે અને આને છોડી દેવાની શ્વેતામ્બર સંપ્રદાયની ભૂલ છે, એવું તેઓ માને છે. આ અતિરિક્ત મનાતાં ચાર પદ્યોની સંરચના ભાષા, માધુર્ય, પ્રાસ વગેરે ભક્તામરનાં અન્ય