________________
શ્રી ભક્તામર સ્તોત્ર 253 (૩) માંસ અને રુધિરનો દૂધ જેવો શ્વેતરંગ
(૪) આહાર-નિહાર (મલોત્સર્ગની ક્રિયાનું ચર્મચક્ષુઓ વડે અદશ્યપણું, આપણી આંખો ચર્મચક્ષુ કહેવાય. તેના વડે તે ન દેખાય. માટે ચર્મચક્ષુઓ વડે અદશ્યપણું.
મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનથી યુક્ત અને ચાર વિશિષ્ટ અતિશયવાળાં ઉત્તમ બાળકો ભાગ્યે જ આ સૃષ્ટિ પર જન્મ ધારણ કરે છે. આમ કેમ બને છે તેનું સમાધાન તેઓ પ્રકૃતિમાંથી શોધી લે છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, દિશાઓ સામે નજર કરો એટલે તેનું રહસ્ય સમજાઈ જશે. બીજી બધી દિશાઓમાં તારાઓ ટમટમતાં હોય છે, જ્યારે પૂર્વ દિશા જ એવી છે કે જે અત્યંત પ્રકાશમાન એવા સૂર્યને જન્મ આપે છે.'
પ્રકૃતિનું સુંદર દૃષ્ટાંત સૂરિજીએ લીધું છે. ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ છે અને ચાર વિદિશા ઈશાન, અગ્નિ, નóત્ય અને વાયવ્ય છે. આમ કુલ આઠે દિશાઓ છે. સમગ્ર બ્રહ્માંડમાં આઠે દિશાઓમાં નક્ષત્રો અને નાના-નાના ટમટમતા તારાઓ પથરાયેલાં જોવા મળે છે. આ બધાનો પ્રકાશ લાંબા અંતર સુધી જઈ શકતો નથી. જ્યારે પૂર્વ દિશા જ એવી છે કે જે અત્યંત પ્રકાશમાન એવા સૂર્યને જન્મ આપે છે જે સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરે છે. નક્ષત્રો અને તારાઓનો જન્મ કોઈ પણ દિશા કે વિદિશામાં થતો જણાય છે. પરંતુ આ બધી દિશાઓ સૂર્યને જન્મ આપી શકતી નથી. તેને જન્મ આપનારી એકમાત્ર પૂર્વ દિશા જ છે. અર્થાત્ સૂર્યને જન્મ આપનાર પૂર્વ દિશા જ છે કારણ કે સૂર્યનાં પ્રખર તાપ અને તેને સહન કરવાનું સામર્થ્ય એકમાત્ર પૂર્વ દિશામાં જ છે. અન્ય કોઈ દિશા કે વિદિશા તે માટે સક્ષમ કે સામર્થ્યવાન નથી.
બધી દિશાઓ જેમ તેજસ્વી સૂર્યને જન્મ આપી શકતી નથી, તેવી જ રીતે બધી માતાઓ તીર્થકર જેવા ઉત્તમ પુત્રરત્નને જન્મ આપી શકતી નથી. પ્રભુ એ સૂર્ય જેવા તેજસ્વી અને મહાપરાક્રમી છે, તેમનું તેજ અને તાપ જીરવવા માટે તેમની માતા પણ અત્યંત સમર્થ હોવી જોઈએ. અર્થાત્ પ્રભુ જેવા પવિત્ર આત્માને બાળક રૂપે ધારણ કરનારી માતા પણ એવી જ પવિત્ર હોવી જોઈએ. જ્યારે અન્ય સર્વ બાળકો સામાન્ય પ્રકાશ આપતાં ઝીણા ઝીણા તારલા જેવાં છે. તેઓમાં એવી કોઈ વિશિષ્ટ શક્તિઓ હોતી નથી કે જે અવધારવા માટે તેમની માતાઓએ પણ સામર્થ્ય પ્રગટાવવું પડે. એ માટે સેંકડો સ્ત્રીઓ, વિધવિધ દિશાઓ જેમ ટમટમતા તારલા ઝબૂકાવે તેમ સામાન્ય બાળકોને જન્મ આપવામાં અને તેમને ઉછેરવામાં જ પોતાનું કર્તવ્ય પૂરું થયું માને છે. અપવાદરૂપ સ્ત્રીઓ જ મહા સામર્થ્યવાન બની પ્રભુ જેવા અમૂલ્ય રત્નની ભેટ જગતને આપે છે.
નાના નાના તારાઓ અને નક્ષત્રોને જન્મ આપી દિશા અને વિદિશા આ વિશ્વ પર કોઈ વિશિષ્ટ ઉપકાર નથી કરતી. જ્યારે એકમાત્ર પૂર્વ દિશા જ એવી છે કે જે પ્રકાશમાન સૂર્યને જન્મ આપી આ વિશ્વ પર અનન્ય ઉપકાર કરે છે. તેવી જ રીતે સેંકડો-હજારોની સંખ્યામાં સામાન્ય પુત્રોને જન્મ આપનારી સ્ત્રીઓ આ વિશ્વ પર કોઈ વિશિષ્ટ ઉપકાર નથી કરતી. પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ પર ઉપકાર કરનાર અને પ્રત્યેક જીવાત્માને શાશ્વત સુખનો માર્ગ બતાવનાર તીર્થંકર