________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ 18) શ્રી માનતુંગસૂરિ કહે છે કે સૌધર્મેન્દ્ર આદિ દેવતાગણ પ્રભુ શ્રી આદિનાથના ચરણોમાં નમસ્કાર કરે છે ત્યારે, ઇન્દ્રના મુગટમણિના કિરણો પ્રભુના ચરણોમાં પથરાય છે ત્યારે શ્રી જિનેશ્વરદેવના અંગૂઠાના નખમાંથી નીકળતાં કિરણો એટલાં બધાં તેજસ્વી હોય છે કે તે પર ઇન્દ્રના મુકુટમણિનાં કિરણો ફેંકાતા પ્રકાશનું વક્રીભવન થાય છે જે તેને વિશેષ પ્રકાશથી છલકાવી દે છે. (આવા જે દેવતાઓ નિરંતર પ્રભુના ચરણોની સેવામાં રહીને સેવાભક્તિ કરે છે. તે ભક્તદેવો.) ઇન્દ્રના મુગટમણિના દિવ્ય તેજ કરતાં પ્રભુના એક નખની પ્રભા વધી જાય છે. મુગટમણિ ઉપર તે નખનો પ્રકાશ પડે છે તેથી જ તે મણિ શોભી રહ્યો છે.
ઇન્દ્રના મુગટમણિનો પ્રકાશ ભગવાનના નખ ઉપર પડે છે એમ ન કહ્યું પણ ભગવાનના નખનો પ્રકાશ ઇન્દ્રના મુગટ ઉપર પડે છે એમ કહીને ઇન્દ્રના મુગટ કરતાં ભગવાનના ચરણની મહત્તા બતાવી. હે પ્રભુ, ઇન્દ્રનો મુગટ પણ આપના ચરણોમાં નમે છે તેથી જ શોભે છે.
ઇનો મુગટનો મણિ પ્રકાશ આપે છે પરંતુ પૂર્ણ રીતે પ્રકાશિત નથી. અને તે એટલા માટે નથી કે તેની સાથે ઇન્દ્રની મોહરૂપી અંધકાર, કામ, ક્રોધ જોડાયેલાં હતાં. જિનેશ્વરદેવના ચરણનો સ્પર્શ કરીને પાપનો અંધકાર દૂર થઈ ગયો. જેની ભીતરમાં અંધકાર છુપાયેલો હતો. જે પૂર્ણ રૂપથી પ્રકાશિત નહોતું તેનું અંતઃકરણ પ્રકાશથી ઝળહળી ઊઠ્યું. આ સંદર્ભે શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ નિરૂપે છે કે, “ભગવાન ઋષભના અંગૂઠામાંથી નીકળતાં કિરણો તે મણિને પણ પ્રકાશિત કરી મૂકે છે. કે જે સ્વયં પ્રકાશિત છે ! અંધકારમાં પ્રકાશ પાથરવો તે એક વાત છે, પરંતુ પ્રકાશિત પ્રકાશથી ભરી દેવો એ બહુ મોટી વાત છે.”
નમસ્કાર પ્રભુના ચરણયુગલને કર્યા કે જે યુગના આરંભે આલંબન બન્યા. સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યોને ભવસાગર તરવા માટે સુદઢ નોકા જેવું આલંબન આપ્યું. એટલે કે ભક્તિભાવપૂર્વક તેનું શરણ સ્વીકાર કરવામાં આવે તો કોઈ પણ જાતની ભવભ્રમણાની ભીતિ રહેતી નથી. પ્રભુનું આલંબન લેવાથી તેના ભક્તો સંસારરૂપી સમુદ્ર તરી જાય છે અને મોક્ષસુખના અધિકારી બને છે.
પ્રભુની જે ત્રણ વિશેષતાઓ છે : પ્રભુ ઉદ્યોત કરનાર છે, પાપનો નાશ કરનાર છે અને આલંબન આપનાર છે. તે વિષે આ વિશેષણોથી સ્તોત્રકર્તા સૂરિજી એમ કહેવા માંગે છે કે જેને અચિંત્ય શક્તિ પ્રાપ્ત થયેલી છે એવા દેવો પણ શ્રી જિનેશ્વરદેવને પરમ ભક્તિથી નિત્ય નમસ્કાર કરે છે તો આપણે કોણ માત્ર ? ભાવભીર આત્મા તરીકે આપણે તો તેમની પ્રણામાદિ વડે નિરંતર ભક્તિ કરવી જોઈએ. મેં શ્રી આદિનાથ ભગવાનના ચરણયુગલને જે સમ્યક્ પ્રણામ કર્યા છે તે ભક્ત દેવતાના અનુકરણરૂપ છે. ઉત્તમનું અનુકરણ કરવું એ ગતાનુગતિકતા નથી, પણ વિશિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલો એક પ્રશંસનીય આચાર છે. “મશીનનો તિ: ચેન ન પુસ્થા:” . આદિ વચનો તેના પ્રમાણરૂપ છે.