________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 13 બતાવ્યા છે જે પરસ્પર વિરુદ્ધ છે."
આ બધી ચર્ચાના અંતમાં એટલું જ કહી શકાય કે શ્રી માનતુંગસૂરિજી તેમના સમયના સમર્થ આચાર્ય હતા. તેમણે પોતાની અદ્ભુત કાવ્યશક્તિ, આધ્યાત્મિક શક્તિ તથા મંત્રશક્તિ વડે ભક્તામર સ્તોત્ર'ની રચના કરી હતી. તે ઉપરાંત “ભયહર સ્તોત્ર' અને “ભત્તિબ્બર સ્તોત્ર'ની રચના કરી જેને શાસનની મહાન પ્રભાવના કરી હતી. આ સ્તોત્રની રચના દ્વારા અજૈન ધર્મની સામે જૈન ધર્મની બોલબાલા વધારી હતી. રાજા તથા પ્રજા સર્વેને જૈન ધર્મ અંગીકાર કરવા માટે આકર્ષ્યા હતા. આજે પણ ભક્તામર સ્તોત્ર જૈન ધર્મી જનના હૃદયમાં એક અનોખું સ્થાન ધરાવે છે. આવા મહાન યુગપુરુષને કોટિ કોટિ વંદના. સંપ્રદાય વિશે :
ભક્તામર સ્તોત્ર', “ભયહર સ્તોત્ર' અને “ભત્તિબ્બર સ્તોત્ર'ના રચનાકાર શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રત્રયમાંથી એક પણ સ્તોત્રમાં પોતાના સમય કે સંપ્રદાયને જાણી શકાય તેવો કોઈ સંકેત કર્યો નથી. વર્તમાન સમયના બંને સંપ્રદાય . શ્વેતામ્બર સંપદાય અને દિગમ્બર સંપ્રદાય માને છે કે શ્રી માનતુંગસૂરિ વિપક્ષી સંપ્રદાયમાં થયા હતા અને પાછળથી પોતાના સંપ્રદાયમાં સમાવિષ્ટ થઈ ગયા હતા. બંને સંપ્રદાય દ્વારા આવી કિવદંતીઓને સમર્થન આપતી કથાઓ મધ્યકાળમાં રચવામાં આવી છે. બંને સંપ્રદાયમાં ઘણાં સમય પૂર્વેથી ભક્તામર સ્તોત્ર' અને તેના રચનાકાર શ્રી માનતુંગસૂરિ બંને ખૂબ લોકપ્રિય હતાં. અને વર્તમાન સમયમાં પણ છે. પરંતુ તેઓ કયા સંપ્રદાયના હતા તેનો નિર્ણય કરવા માટે પુરાવારૂપ સાહિત્ય ઉપલબ્ધ થતું નથી. આ સંબંધમાં પંડિત અજિતકુમાર શાસ્ત્રીએ લખ્યું છે કે “માનતુંગાચાર્ય દિગમ્બર હતા કે શ્વેતામ્બર એ વાત હજી ઇતિહાસ દ્વારા જાણી શકાઈ નથી. કારણ કે તેના તરફની નિર્વિવાદ રચના મળી આવતી નથી કે જેનાથી આ વાતનો નિર્ણય થઈ શકે. અને “ભક્તામર સ્તોત્રમાં જ ક્યાંય કોઈ એવો શબ્દપ્રયોગ જોવા નથી મળતો જેનાથી તેમનો શ્વેતામ્બરત્વ કે દિગમ્બરત્વનો નિર્ણય કરી શકાય.”
અજિતકુમાર શાસ્ત્રીની આ વાત ઉપરછલ્લી રીતે સાચી લાગે છે છતાં પણ કેટલાક મુદ્દાઓ એવા પણ છે જે સંપ્રદાયને લગતી સમસ્યાના નિવારણ માટે કેટલેક અંશે સહાયક બની શકે છે. જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થતાં અદ્ભુત સ્તોત્રો અને અનેક પ્રકારની ઉત્તમ રચના કૃતિઓનો વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતો દરેક સંપ્રદાય સમકક્ષતાથી વારસદાર છે અને દરેક જૈને તેનું સતત મનન-ચિંતન કરતો હોય છે.
પ્રાપ્ત માહિતીના આધારે અવચૂર્ણિ, ચૂર્ણિ, પૂર્તિ, પાદપૂર્તિ કે બીજી વિવિધ સાહિત્યસામગ્રી અને તેની પ્રાચીનતાના આધારે નિશ્ચયપૂર્વક ન કહી શકાય કે તેઓ તે સંપ્રદાયના હતા. ઉદાહરણ તરીકે –
ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર અને રચના સંબંધિત વૃત્તાન્ત તેમના ઉપરની રચનાઓ અને સમસ્યાપૂર્તિરૂપ કાવ્યોની રચના શ્વેતામ્બર સંપ્રદાયની અંદર દિગમ્બર સંપ્રદાય કરતાં અધિક