________________
286 8 || ભક્તામર સુભ્ય નમઃ ||
પ્રભુના મસ્તકનું રક્ષણ કરતાં દેદીપ્યમાન છત્રોનું જે ચિત્ર સૂરિજીના મનમાં વણાયેલું છે તે તેમણે અહીં પ્રગટ કર્યું છે. આ ત્રણ છત્રો છે તે ચંદ્રમાના રૂપ જેવાં પ્રતીત થઈ રહ્યાં છે. તે છત્રો શ્વેત છે. અને ચંદ્ર જેવી કાંતિવાળા છે. અને તેની નીચે દિવ્ય મોતીઓનો સમૂહ લટકતો હોય છે. આ દિવ્ય મોતીની ઝાલરોથી છત્રની શોભા અનેક ગણી વધી જાય છે. એક પર એક રહેલાં ત્રણ છત્રો પ્રભુના મસ્તકનું સૂર્યનાં કિરણોથી રક્ષણ કરે છે. આ ત્રણ છત્રો દ્વારા પ્રભુનું ત્રણે જગત પ્રત્યે રહેલ પરમેશ્વરત્વ પ્રગટ કરવામાં આવી રહ્યું છે.
ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “ત્રણ છત્રો ત્રણ જગતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. અને ત્રણે જગતના તમે સ્વામી છો એ અનુમાન આ ત્રણ છત્રોના અવલોકનથી થઈ શકે છે. કારણ કે એ ત્રણે છત્રો તમે જ્યાં જ્યાં વિહરો ત્યાં ત્યાં તમારી છાયાની માફક તમારું રક્ષણ કરતાં રહે છે.”૩૯
છત્ર ત્રણ જ શા માટે ? પંચાગ પ્રણિપાત ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે ? વંદન ત્રણ વખત જ કેમ કરવામાં આવે છે. આ સંદર્ભે માનતુંગસૂરિ એમ કહી રહ્યા છે કે આ ત્રણ છત્રો એમ સૂચવે છે કે પ્રભુ ત્રણે જગતના પરમેશ્વર છે. શ્રી જિનેશ્વરદેવ માત્ર મનુષ્ય જ નહિ પરંતુ સ્વર્ગ અને પાતાળલોકના પણ પરમેશ્વર છે. કોઈ પણ એક વ્યક્તિ માત્ર એક લોકનો સ્વામી હોઈ શકે છે, પરંતુ ત્રણ લોકનો નહિ. ઇન્દ્ર સ્વર્ગલોકનો સ્વામી હોય છે. ભુવનપતિ પાતાળલોકનો સ્વામી હોય છે. ચક્રવર્તી રાજા મનુષ્યલોકનો સ્વામી હોય છે. ત્રણે લોકન ઈશ્વર એક જ હોઈ શકે છે જે ત્રણે લોકનો સ્વામી હોય. જેણે મમત્વનું સંપૂર્ણ વિસર્જન કરી દીધું હોય એ જ પરમેશ્વર બની શકે છે. સૌ કોઈ તેનું સ્વામીત્વ સ્વીકારી લે છે. આ જ કારણે છત્રો ત્રણ છે.
સૂરિજીના ત્રણ છત્રોના વિચાર વિશે આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “આચાર્ય માનતુંગે ત્રણ છત્ર બતાવતાં કહ્યું છે કે, આપ ત્રણ જગતના ઈશ્વર છો, તેથી પ્રતીક રૂપે ત્રણ છત્ર બન્યા. અથવા ચાર અથવા પાંચ પણ બની જાત. ત્રણેય જગતના સ્વામીત્વને બતાવવા માટે જ ‘છત્રત્રય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ૪૦
આ ત્રણ છત્ર એ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી પણ છે. તે પરમાત્મા ! અંતરીક્ષમાં રહેલાં નિરાલંબી ત્રણ છત્રના દર્શન થતાં જ મારા ભવતાપ દૂર થઈ રહ્યાં છે. આપની પરમ શાંત મુદ્રાને અંતઃકરણમાં ધારણ કરીને પ્રભુભક્તિના આવેશમાં પોતાનાં મન-વચન-કાયાનાં ત્રણ છત્રો બનાવીને ત્રણ યોગો દ્વારા તારું વિશુદ્ધ અયોગ દર્શન કરી રહ્યો છું, જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રયીરૂપ મળેલ તારી પાવન ભેટસ્વરૂ૫ છત્રત્રય પ્રભુ મારા પરમ સૌભાગ્યનો અવસર છે.
પ્રભુના ૩૪ અતિશયોમાં છત્ર એક વિશિષ્ટ અતિશય છે. ભગવાનને જ્યારે કેવળજ્ઞાન થાય છે અને દેવો સમવસરણની રચના કરે છે ત્યારે અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ પ્રતિહાર્ય સૂરિજીને દેખાય છે. પ્રભુના મસ્તક પર એક ઉપર એક એમ ત્રણ છત્રો હોય છે. આ છત્ર ક્યાંય લટકાવવામાં આવતા નથી. પરંતુ હવામાં અધ્ધર જ હોય છે. જેમકે મૂળ વગરનું અશોકવૃક્ષ, પ્રભુ દેશના આપે, બેસે કે વિહાર કરે વગેરે, કોઈ પણ સમયે આ છત્રો તેમના મસ્તક પર શોભી રહે છે. તેમની સાથે ને સાથે જ રહે છે. બીજા કેટલાક અતિશયો એવા છે કે જે અમુક સમયે