________________
78
।। ભક્તામર તુલ્યું નમઃ II
કાર્ય નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થઈ શકે.
શ્રી સિદ્ધસેને પહેલી દ્વાત્રિંશિકામાં સમન્તભદ્રનું અને શ્રી જિનસેનસૂરિ હરિવંશ પુરાણમાં સમન્તભદ્ર અને સિદ્ધસેન બંનેનું ગૌ૨વપૂર્ણ સ્મરણ કર્યું છે.
આચાર્ય ભક્તિનું ફળ : આચાર્યની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્ય કુંદકુંદનું યાચનાભાવથી ગુરુભક્તિ કરતું કથન આ પ્રમાણે છે, “મારા અજ્ઞાન દ્વારા આપના ગુણોના સમૂહની જે સ્તુતિ કરવામાં આવી છે, તે ગુરુભક્તિથી યુક્ત મને બોધિલાભ આપે. આચાર્યોની ભક્તિ કરવાવાળા, અષ્ટ કર્મોનો નાશ કરીને, જન્મ-મરણનાં ભવભ્રમણથી દૂર થઈને, સંસારસમુદ્રથી પાર થઈ જાય છે.’
શ્રી ઉમાસ્વાતિ ‘તત્ત્વાર્થસૂત્ર'માં જણાવે છે કે, આચાર્યોની ભક્તિ કરવાવાળા તીર્થંકરના પદને પ્રાપ્ત કરી શકે છે.
તાત્પર્ય કે આચાર્યની ભક્તિ ક૨વાથી, તેમના ગુણોનું સ્તવન કરવા-સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્ર આદિનું કાર્ય નિર્વિઘ્ને પાર પાડે છે. સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે તેથી ભાવપૂર્વક આચાર્યની ભક્તિ કરવાથી ચારિત્રના ભાવ સંપન્ન થાય છે અને આત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
૬. પંચપરમેષ્ઠી ભક્તિ
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકના સર્વ સાધુ એ પંચ-પરમેષ્ઠી કહેવાય છે. આ ક્રમ સાધુથી અરિહંત સુધી, ઉત્તરોત્તર અત્યાધિક આત્મ-શુદ્ધિની દૃષ્ટિથી ક૨વામાં આવેલ છે. સિદ્ધ અધિક પવિત્ર હોવા છતાં, લોકોપકાર કરવાના કારણે અરિહંતને પ્રથમ સ્થાન મળ્યું છે.
આચાર્ય પૂજ્યપાદ ‘સર્વાર્થસિદ્ધિ'માં ઉપાધ્યાય વિશે જણાવે છે કે, “ઉપાધ્યાય તે છે, જેની પાસે જઈને મોક્ષને માટે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે છે.” તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા જીવોને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે છે.
નેમિચંદ્રાચાર્ય ‘દ્રવ્ય સંગ્રહ'માં ઉપાધ્યાય વિશે જણાવે છે કે, “ઉપાધ્યાય વિદ્વાન હોય છે અને ચારિત્રવાન પણ હોય છે. ઉપાધ્યાય તે જ થઈ શકે છે, જે સાધુના ચારિત્રને પૂર્ણ રૂપથી પાળી ચૂક્યા હોય.''
તાત્પર્ય કે શિક્ષા આપવાનો સંબંધ છે ત્યાં સુધી આચાર્ય અને ઉપાધ્યાય બંને એક સમાન છે. પરંતુ સંઘના સભ્યોને આજ્ઞા આપવી, દીક્ષા પ્રદાન કરવી એ આચાર્યનો જ અધિકાર છે. ઉપાધ્યાય તેમ કરી શકતા નથી.
શ્રી યતિવૃષભ સાધુની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સાધુએ દૃઢતાપૂર્વક શીલ-વ્રતોનું પાલન