________________
479
'ભક્તામર સ્તોત્ર'માં મંત્ર – યંત્ર – તંત્ર અને અષ્ટકો હતા. અને રાજા પોતે નાગપાશથી બંધાઈ ગયો હતો. હેમશ્રેષ્ઠીએ આ બે શ્લોક વડે પાણી અભિમંત્રિત કરી છંટકાવ કરતાં રાજા બંધનમુક્ત થયો હતો.
શ્રી આર્યખપુટાચાર્ય કે જેમણે ભક્તામર સ્તોત્રના બાવીશ શ્લોકની સાધના કરીને અપૂર્વ સિદ્ધિ મેળવેલી હતી. તેમણે યક્ષ, શિવ, વિનાયક વગેરેની મૂર્તિઓને ચલાવી હતી. આવા અદ્ભુત ચમત્કાર જોઈ રાજાઓ તથા નગરજનોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો.
વિરાજ નામના શ્રાવકે ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકનું સ્મરણ કરી વિકરાળ અને ગર્જના કરતા સિંહને શાંત અને સૌમ્ય રૂપ કરી જાણે તે ધ્યાનસ્થ દેવરાજ ને નમસ્કાર કરતો હોય તેમ નતમસ્તક બનાવ્યો હતો.
ધનાવહ શેઠે દેવી દ્વારા થંભાવી દીધેલાં વહાણોને ભક્તામર સ્તોત્રના ચાલીશમા શ્લોકનું સ્મરણ કરીને ફરીથી ચાલતાં કરી દીધાં હતાં.
આવા પૂર્વમાં સિદ્ધ થયેલાં અનેક ઉદાહરણો ભક્તામર સ્તોત્ર સાથે જોડાયેલા મળી આવે છે. આધુનિક કાળે પણ કેટલાક પંડિતો, મંત્રવિશારદો ભક્તામર સ્તોત્રના અમુક પદ્યનું અમુકવાર સ્મરણ કરીને કોઈ વ્યક્તિને ઝાડો મારે છે તો તે ભૂત-પ્રેત વ્યંતરાદિના વળગાડોથી મુક્ત થાય છે અથવા તો ત્યારથી તેનો રોગ મટવા માંડે છે, કે તેને ઇષ્ટ લાભ થવા લાગે છે.
એક પંડિતે અમુક દિવસ સુધી આ સ્તોત્રની ૪૨મી ગાથાનો પાઠ કરીને એક વ્યક્તિને જેલ થતી અટકાવી હતી તે વ્યક્તિ જેલમાં જાય તેવા સર્વ સંજોગો ઉત્પન્ન થયા હતા. અને સહુ કોઈ માનતું હતું કે હવે તેને જેલમાં અવશ્ય જવું પડશે. વળી તે વ્યક્તિ પણ એમ જ માની રહી હતી કે હવે મારે માટે જેલ નિશ્ચિત છે. એવા પ્રસંગે આવો ચમત્કાર બન્યો હતો.
ભક્તામર સ્તોત્રના શ્લોકોના શબ્દોની ગૂંથણી વિશિષ્ટ પ્રકારની હોઈ તે દરેક શ્લોક મંત્રતુલ્ય છે અને તે મંત્રના જેવું જ ફળ આપવાનું કામ કરે છે.
શ્રી સારાભાઈ નવાબ જણાવે છે કે “ભક્તામર સ્તોત્રનું બીજું નામ મંત્રશાસ્ત્ર પણ છે. મંત્રશાસ્ત્રના વિદ્વાનોને મત છે કે ભક્તામરના દરેક શ્લોકમાં ભારે ખૂબીની સાથે મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યો છે. તેનું નામ નહિ હોવાથી તે બતાવી શકવા હું અસમર્થ છું પરંતુ એટલું તો નિર્વિવાદ કહી શકું છું કે ગુજરાતના દરેકે દરેક શ્વેતામ્બર જૈન ભંડારોમાં તેનાં યંત્રોની હસ્તલિખિત પ્રતિઓ મળી આવે છે. જેની સંખ્યા સો ઉપરની છે.'
મહાન વિદ્વાન નિર્પ્રન્થાચાર્યો, પૂર્વાચાર્યો, પંડિતોએ પોતાની ભક્તામર સ્તોત્ર પરની ટીકા, અવસૂરિ, બાલાવબોધ, ચૂર્ણિ આદિમાં વિવિધ મંત્રો-યંત્રો દરેક શ્લોકનાં આપ્યાં છે. દરેક વિદ્વાનોના મતે આ સ્તોત્ર જ સંપૂર્ણ રીતે મંત્રગુંફિત છે. વર્તમાનના મહાન આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ ભક્તામર સ્તોત્રને મંત્રના ખજાનારૂપ વર્ણવતાં જણાવે છે કે, “શ્રી ભક્તામર સ્તોત્રથી