________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 309 જે અગ્રભાગ હોય છે તે ખૂબ તીક્ષ્ણ અને અણીદાર હોય છે. યુદ્ધમાં તેવા અણીદાર ભાલાઓ દ્વારા હાથીઓ પર પ્રહાર કરવામાં આવે છે. તેથી યુદ્ધમાં હજારો હણાય ને લોહીની નદીઓ વહે છે અને તેને ઝડપથી પાર કરીને સુભટોને આગળ વધવાનો પ્રસંગ આવે છે. એવા ભયાનક યુદ્ધને વખતે દુર્જેય પક્ષને જીતવાનું અત્યંત મુશ્કેલ છે. પરંતુ હે આદિનાથ ભગવાન ! તમારા પાદપંકજનો આશ્રય લેનારા એટલે કે ભક્તિભાવપૂર્વક તમારું સ્મરણ કરનારાઓ તે દુર્જય યુદ્ધમાં શત્રુપક્ષને જીતી લઈને વિજયશ્રી બને છે.
જ્યાં આવા દારુણ સંગ્રામમાં ભગવાનના નામસ્મરણથી જય મળતો હોય, ત્યાં સામાન્ય સંગ્રામની તો વાત જ શી ! તાત્પર્ય કે એવા સંગ્રામો તો સહેલાઈથી જીતી શકાય છે.
સંગ્રામમાં અનેક હાથીઓ અને દુર્બળ સૈનિકોને હણીને, ક્રૂર અને બળવાન સોનિકો લોહીની નદીમાં ન્હાવામાં આનંદ અનુભવતા હોય છે. આવા સૈન્ય પર વિજય મેળવવો અતિ મુશ્કેલ હોય છે. આવા સમયે જિનેશ્વરપ્રભુનું શરણું સ્વીકારી તેની ભક્તિ કરવામાં આવે તો આવા શક્તિશાળી સૈન્ય સામે પણ અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. પ્રભુના શરણમાં જનારનો વિજય નિશ્ચિત જ છે. . હારની કોઈ સંભાવના હોતી નથી. સૂરિજીએ અહીંયાં પ્રભુના શરણનો મહિમા વર્ણવ્યો છે.
તત્ત્વાર્થ દષ્ટિએ જોઈએ તો સંગ્રામ એટલે આત્મા અને કર્મ વચ્ચેનું સનાતન યુદ્ધ. આત્માને હાથી સાથે અને કર્મને તીક્ષ્ણ ભાલા સાથે સરખાવી શકાય. હાથી મહાબળવાન પ્રાણી છે. તેમ આત્મા પણ મહાબળવાન છે. તીક્ષ્ણ ભાલાની અણીઓથી હણાયેલા હાથીના શરીરમાંથી રક્ત વહે છે અને હાથી નિર્બળ બને છે. ઘાતી કર્મો પણ ભાલાની અણી જેવાં તીક્ષ્ણ હોય છે. આ ઘાતી કર્મરૂપ તીક્ષ્ણ ભાલાઓના પ્રહારથી આત્માના ગુણોનો નાશ થાય છે. તેથી આત્મા નિર્બળ બને છે અને આત્મા પર ઘાતી કર્મનું આવરણ ઘટ્ટ બનતાં સંસારની ભવભ્રમણ વધતી જાય છે, એ નિશ્ચિત છે.
ડૉ. સરયૂ મહેતા આ તત્ત્વાર્થને વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં જણાવે છે કે, “સૈનિકો એટલે કર્મથી લેપાયેલા આત્માઓ. આ સૈનિકો લોહીમાં નહાઈને આનંદ માણે છે; એટલે કે સંસારી જીવો લોહી જેવા અશુદ્ધ અર્થાત્ સંસારનાં ક્ષણિક સુખોમાં રાચનારા છે. તે સંસારીઓને સાચા સુખની કલ્પના પણ આવી શકતી નથી. આમ કર્મના બળવત્ત૨પણાને લીધે જીવ ભુલભુલામણીમાં અટવાયા જ કરે છે. એ અવસ્થામાં આત્મા અને કર્મના સંગ્રામમાં આત્મા જીતે એવી કોઈ નિશાની જણાતી નથી. તેમ છતાં જો પ્રભુનું શરણું લીધું હોય તો કર્મની આખી સેના ખડી હોવા છતાંય હાર સંભવી શકતી નથી. એવો અદ્ભુત મહિમા છે પ્રભુના શરણનો !''૨
સંસારરૂપી સંગ્રામમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેવા સંસાર- વૃદ્ધિના આશ્રવો છે. આત્મા પર ઘાતી કર્મના તીક્ષ્ણ ભાલાઓ તેના સંસારનું ભવભ્રમણ વધારે છે. પરંતુ પ્રભુનું શરણ સ્વીકારવાથી આ સંગ્રામમાં આત્માની જીત નિશ્ચિત થાય છે. એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ આશ્રવને સંવરપૂર્વક રોકી અને પ્રભુનું શરણ સ્વીકારી