________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 405 શબ્દાલંકારોમાં અનુપ્રાસની મુખ્યતા છે કે આ સ્તોત્રની પ્રત્યેક પંક્તિમાં જોવા મળે છે. આસ્વાદ રૂપે કેટલીક પંક્તિઓ જોઈએ :
(१) आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् (२) चित्रं किमत्र यदि त्रिदशाङ्गनाभिः
(૩) નાત્યમત મુવનમૂષણ ભૂતનાથ | સ્તોત્રમાં શબ્દાલંકારોના અનુપ્રાસની મુખ્યતાવાળાં અનેક ઉદાહરણો જોવા મળે છે. ક્યાંક ક્યાંક શ્લેષાલંકારનો આભાસ જોવા મળે છે. શ્લેષાલંકારની દૃષ્ટિએ કવિએ પોતે પ્રયત્ન કર્યો હોય કે નહિ તે કહી શકાય નહિ. પણ જો આપણે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો ઘણા શબ્દો એવા મળી જાય છે કે જેઓના આધારે શ્લેષાલંકારની રચના જોવા મળે છે. મૃગ = પશુ અને હરણ, મુનીશ = મુનિશ્રેષ્ઠ અને ઋષભ, ભૂત = વાસ્તવિક અને પ્રાણી, પય = દૂધ અને પાણી વગેરે શબ્દો તથા કેટલાક સ્થળે વિભક્તિ કે વચનોના વિપર્યયથી થતાં જુદા જુદા અર્થોના લીધે શ્લેષાલંકાર પણ માની શકાય. સ્તોત્રમાં વક્રોક્તિનો પ્રયોગ તો વધારે પડતો છે જ. પુનરુક્તવદાભાસ પણ ક્યાંક જડી આવે છે. એક સ્થળે ચિત્રાલંકારની પણ રચના થઈ શકે છે તે માટે છવીસમું પદ્ય “તુમ્ય નમ ત્રિભુવનાર્તિહરીય નાથ !' આદિ સંગ્રહણીય છે. આ પદ્ય “ચતુર્કલકમલ-બંધ, સ્વસ્તિક-બંધ, પુષ્પબંધ કે વૃક્ષબંધ” વગેરે ચિત્રબંધોની આકૃતિમાં બેસાડી શકાય છે.
આ રીતે સ્તોત્રની ભાષાનું માધુર્ય અનેક પ્રાસાદિક ગુણોથી યુક્ત છે. સૂરિજીએ સહજતાથી રચેલ સ્તોત્ર જેની બાનાત્મકતા અને સંગીતાત્મકતા મંત્રમુગ્ધ કરે છે. સૂરિજીની ભાષાની સર્વાધિક વિશેષતા એની ચિત્રાત્મકતા છે. સ્તોત્રનું ગાન કરવાવાળા ભક્ત આંખો મીંચીને ગાય છે, તે સમયે એવું પ્રતીત થાય છે કે દરેક શબ્દ મૂર્ત રૂપ ધારણ કરીને સજીવ થઈ ઊઠે છે અર્થાત્ ભક્ત જ્યારે ધ્યાનમાં મગ્ન બની આ સ્તોત્રનું ગાન કરે છે ત્યારે તેની નજર સમક્ષ તે શ્લોકને અનુરૂપ દશ્ય તાદશ્ય થાય છે. આ ભાષાની જ શક્તિ છે જે ભાવોનાં ચિત્રો ઊભા કરી દે છે. અને નજર સમક્ષ તે દૃષ્ટિગોચર થાય છે. આમ સૂરિજીએ પ્રયોજેલી ભાષાની વિશિષ્ટતાને લીધે ચિત્રાત્મકતા સાર્થક બની છે.
અર્થાલંકારોમાં ‘ઉપમા મુખ્ય અલંકાર છે અને તેથી જ ઉપમા અલંકારને બધા જ અલંકારનું મૂળ પણ કહ્યું છે. અપ્પયદીક્ષિત નામના મહાન વિદ્વાને ચિત્ર-મીમાંસા' નામક ગ્રંથમાં ઉપમા અલંકાર વિશે કહ્યું છે કે, “ઉપમા જ એક માત્ર નટી છે, જે વિભિન્ન, વિચિત્ર ભૂમિકાઓમાં કાવ્યરૂપી રંગમંચ પર નૃત્ય કરી કાવ્યવિદોનું મનોરંજન કરે છે.'
ભક્તામર સ્તોત્રમાં અન્ય અર્થાલંકારોની અપેક્ષાએ ઉપમા અલંકારે વધારે પ્રમાણમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૂરિજીએ દૃષ્ટાંત, વ્યતિરેક, વ્યાજસ્તુતિ, કાવ્યલિંગ, અર્થાપતિ, પ્રતિવસ્તુપમા, રૂપક