________________
146 જ ભક્તામર તુલ્યું નમઃ | કે ભયહર સ્તોત્ર વિશુદ્ધ ભક્તિપરક રચનાઓ છે તેથી જ જો તેની રચના થોડીક ચૂણિઓની પહેલાં થઈ ચૂકી હોત તો પણ વ્યાખ્યાનકાર પ્રસંગ વગર એમાંથી ઉદાહરણ ન આપે અને આપ પણ ન શકે. મળી આવતી મધ્યકાલીન રચનાઓમાં ભક્તામરનાં જે ઉદાહરણો આપ્યાં છે તે બધાં મહાન આચાર્યોની કાવ્યશાસ્ત્રોની રચનાઓના સંદર્ભમાં જ છે.
પ્રા. હીરાલાલ કાપડિયાએ પોતાની પ્રસ્તાવનામાં હર્મન યાકોબીએ ઉપરોક્ત રજૂ કરેલાં વિચારોના સંદર્ભમાં કોઈ ટીકા-ટિપ્પણી નથી કરી પરંતુ અન્ય રચનાકારો દ્વારા “ભક્તામર સ્તોત્ર વિશેના જે કંઈ ઉલ્લેખો કર્યા છે તેના ઉદાહરણો તેઓએ પોતાની પ્રસ્તાવનામાં રજૂ કર્યા છે. એમાં વાગભટ્ટકૃત ‘વામાનંવાર' જે લગભગ ઈ. સ. ૧૧૨૦-૨પમાં રચાયેલું છે. ખરતરગચ્છીય સિંહદેવગણિની વૃત્તિમાં ભક્તામર સ્તોત્રના ૧૧મા શ્લોક
'दृष्ट्वा भवंतमनिमेषविलोकनीय' નો ઉલ્લેખ છે. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ઉવસગ્ગહર પોતાની ટીકા અને કપૂરમંજરી ટીકા જેમાં “ભક્તામર સ્તોત્ર'ના ૧૦મા શ્લોક
'नात्यद्भूतं भुवनभूषण ! भूतनाथ !' નો ઉલ્લેખ છે. આ બંને રચનાકારો પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્રના પછીના છે. જ્યારે ઈ. સ.ની ૧૩મી સદીના અંતિમ ચરણમાં થયેલા દિગમ્બર કાવ્યશાસ્ત્રી નેમિકુમાર કાવ્યશાસનની સર્વોપરી ટીકાના માધુર્યાધિકારમાં ભક્તામર સ્તોત્રનો ૧૧મો શ્લોક સમાવિષ્ટ થયેલો જોવા મળે છે. આ બધા પ્રભાચન્દ્રના સમકાલીન છે, કોઈ પણ તેમના પહેલાં થયેલા નથી.
પ્રભાચંદ્રથી જેઓ પહેલાં થઈ ગયા છે તેમાંના એક છે મુનિરત્નસુંદર. પોતાની રચના સમરસ્વામી વરિત'ની પ્રસ્તાવનામાં તેમણે પોતાના સંપ્રદાયમાં થયેલા અનેક કવિઓ અને સૂરિઓની સાથે સાથે માનતુંગના નામનો પણ એક શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે :
मानतुंग - देवभद्रसूरि स्तुत्यौ मराभवत् ।
अषतुर्मानसे यौ श्री सातवाहन - भोजयोः ।।२३।। મુનિરત્નસુંદરના સમકાલીન પૂર્ણતલ્લાગચ્છીય આચાર્ય હેમચંદ્રએ “અલંકાર ચૂડામણિ વૃત્તિમાં ભક્તામર સ્તોત્રના ૧૧મા શ્લોકનો સમાવેશ કર્યો છે.
અતિ પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય વ્યાખ્યાનકાર અને દાર્શનિક વિદ્વાન પ્રભાચન્દ્ર જેઓ પરમારરાજ અને તેમના ઉત્તરાધિકારી જયસિંહના સમકાલીન માનવામાં આવે છે. તેમણે ક્રિયાકલાપ' ટીકામાં માનતુંગને મહાકવિના રૂપમાં વર્ણવ્યા છે. એવો જ ઉલ્લેખ શ્રી હીરાલાલ કાપડિયાએ કર્યો છે. તેમના ૩૪ વર્ષ પછી ડૉ. નેમચન્દ્ર શાસ્ત્રીએ અને ૧૧ વર્ષ બાદ ડૉ. જ્યોતિ પ્રસાદ જેને પણ ઉલ્લેખ કર્યો છે.