________________
II ભક્તામર તુલ્યું નમઃ II
70
૧. સિદ્ધ ભક્તિ
સિદ્ધનું સ્વરૂપ : પંડિત આશાધર ‘સિદ્ધ’ની વ્યુત્પત્તિ કરતાં કહે છે કે, “સિદ્ધિ: સ્વાભોપતધિ: સંખાતા વચેતિ સિદ્ધિ' અર્થાત્ સ્વ-આત્મ ઉપલબ્ધિરૂપ સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ ગઈ હોય છે તે જ સિદ્ધ છે.
આચાર્ય કુંદકુંદ સિદ્ધની પરિભાષા આપતાં લખે છે કે, “આઠ કર્મોથી રહિત, આઠ ગુણોથી યુક્ત, પરિસમાપ્ત કાર્ય અને મોક્ષમાં બિરાજમાન જીવ સિદ્ધ કહેવાય છે.' અર્થાત્ આઠ કર્મોનો નાશ કર્યા વિના કોઈ પણ જીવ સિદ્ધપદ પામી શકતો નથી. આચાર્ય કુંદકુંદનું ‘પરિસમાપ્તકાર્ય’, પંડિત આશાધરના સ્વ-આત્મ ઉપલબ્ધિરૂપ કાર્યને પૂરું કરવાની વાત કરે છે.
આચાર્ય પૂજ્યપાદનું મંતવ્ય છે કે, “આઠ કર્મોના નાશથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે, એને જે સિદ્ધ કહેવાય છે, અને એવી સિદ્ધિ કરવાવાળા જ સિદ્ધ કહેવાય છે.'' તાત્પર્ય કે જે આત્માએ આઠ પ્રકારનાં કર્મોનો નાશ કર્યો છે અને તે સ્વ-આત્મ-ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે તેને સિદ્ધ કહેવાય છે.
સિદ્ધનું સ્વરૂપ નિરાકાર હોય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં શ્રી ઉમાસ્વાતિ જણાવે છે કે,
‘મૌવારિક્ત-વૈિિયાદારળ-તૈનસ-હાર્મળાનિ શરીરાળિ '
અર્થાત્ ‘ઔદારિક, વૈક્રિયક, આહા૨ક, તેજસ અને કાર્માણ શરીર જેનાં નથી, તે નિરાકાર પરમાત્મા કહેવાય છે.' તત્ત્વસાર દુહામાં પણ સિદ્ધને અશરીરી કહ્યા છે. પરંતુ તેમાં જ સિદ્ધને માટે સાકાર' અને 'નિરાકાર' બંને વિશેષણોનો પ્રયોગ થયો છે.
જ
અહીંયાં સાકા૨નો અર્થ છે અનંત ગુણોથી યુક્ત અને નિરાકારનો અર્થ છે સ્પર્શ, ગંધ, વર્ણ અને રસથી રહિત.
આચાર્ય કુંદકુંદે સિદ્ધના અનંત ગુણોને સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન, વીર્ય, સૂક્ષ્મતા, અણ્ણાગાન, અગુરુલઘુ અને અવ્યાબાધ એમ આઠ ભાગોમાં વહેંચી દીધા છે.
સિદ્ધ ગતિને પામેલો આત્મા લોકના અગ્ર શિખર ઉપર રહે છે. તે સ્થાનને કોઈકે સિદ્ધશિલા, કોઈકે સિદ્ધપુ૨ી તો કોઈકે મોક્ષ કહ્યું છે. તાત્પર્ય કે સિદ્ધ આત્મા પોતાના સંસારના અંતિમ શરીરનો ત્યાગ કરીને સિદ્ધશિલા ૫૨ વાસ કરે છે. સિદ્ધશિલા પર બિરાજમાન સિદ્ધાત્માઓને જે સુખ મળે છે તેના વર્ણન માટે શબ્દો નથી તેથી તે અવર્ણનીય અને નિર્વચનીય છે. આવા સિદ્ધપદનું સુખ શાશ્વત હોય છે. સિદ્ધ તો સ્વભાવથી જ પરમાનંદરૂપ હોય છે. તેથી શાશ્વત સુખના સ્વામી હોય છે. સિદ્ધપદ પ્રાપ્ત થતાં સંસારના ભવભ્રમણના ફેરા ટળી જવાથી, શાશ્વત સુખ એટલું અધિક હોય છે કે તેનું માપ કાઢવું શક્ય નથી હોતું.