________________
મહાન પ્રભાવિ સ્તોત્ર
જૈન ધર્મમાં અનેક પ્રકારનાં સ્તોત્ર રચાયેલાં જોવા મળે છે. આ સ્તોત્રસાહિત્યમાં પ્રતિભાસંપન ભક્તકવિ શ્રી માનતુંગસૂરિ દ્વારા વિરચિત “ભક્તામર સ્તોત્રનું અનેક દૃષ્ટિએ સર્વોપરી સ્થાન છે. ભક્તામર સ્તોત્ર સ્તોત્રસાહિત્યમાં અનેરી ભાત પાડે છે. આ સ્તોત્ર માનતુંગસૂરિની કાવ્યકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ, પરન્તુ તેની સાથે સાથે આશ્ચર્ય પૂર્ણ ગુણોનું નિધાન પણ કરે છે.
ભક્તામર સ્તોત્ર ભક્તિનો અમૂલ્ય ખજાનો છે. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ નિમિત્તે રચાયેલાં સર્વ સ્તોત્રોમાં આ સ્તોત્રનું સ્થાન મૂર્ધન્ય છે, જિનભક્તિનું એક અમર કાવ્ય છે અને તેણે જન અને જેનેતર વિદ્વાનોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. શાશ્વત સુખની ભ્રમણામાં ભટકતો સાધક ભક્તિપૂર્વક પોતાના આરાધ્યદેવ શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિમાં ભાવવિભોર બની કર્મસમૂહનો ક્ષય કરી, સત્યમ્, શિવમ્ સુંદરમ્ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. આવી જ ભક્તિપ્રધાન ઉચ્ચકોટિની કાવ્યરચના એટલે ભક્તામર સ્તોત્ર.
અનેક જૈન અને જૈનેતર વિદ્વાનોએ શ્રી માનતુંગસૂરિની આ અમરકૃતિથી પ્રભાવિત થઈને પોતાના ગ્રંથોમાં આ સ્તોત્રનાં પોનું ઉદ્ધરણ કર્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનની સ્વોપજ્ઞટીકામાં તેના અગિયારમા પદ્યનું ઉદ્ધરણ કરેલું છે; સમર્થ શાસનપ્રભાવક શ્રી જિનપ્રભસૂરિજીએ ઉવસગ્ગહર સ્તોત્રની અર્થકલ્પલતાટીકામાં તેના દશમા પદ્યનું ઉદ્ધરણ કરેલું છે. તથા વાભદાલંકારની સિંહદેવગણિ કૃત સંસ્કૃત ટીકામાં તેના છવ્વીશમા પદ્યનું ઉદ્ધરણ દષ્ટિગોચર થાય છે. તેમજ આશાધર રચિત સદસનામ