________________
160 ભક્તામર તુષં નમઃ || તેના રચનારા કેવા મહાન પંડિતો હશે !
વળી જરા દૂર ચાલ્યા ત્યાં પાછા એક હજાર પોઠિયા સામે મળ્યા ત્યારે પણ પોઠવાળાને પૂછતાં ઉત્તર મળ્યો કે, “આમાં ૐકાર વૃત્તિનાં પુસ્તકો છે અને પ્રત્યેક પુસ્તકમાં ૐકારવૃત્તિનું અપૂર્વ વર્ણન છે." અને તેમની પંડિતાઈ જોઈને બંને પંડિતો ગર્વરહિત થઈ ગયા.
પ્રવાસમાં અનુક્રમે ઘણો માર્ગ ચાલીને તેઓ કાશ્મીરમાં દાખલ થયા અને મા શારદાદેવીના મંદિરે પહોંચ્યા. ત્યાં ભોજન કરીને પછી રાત્રિ પડી ત્યારે બંને જણા એક મઢીમાં સૂતા હતા. તે વખતે શારદાદેવીએ પરીક્ષા કરવા માટે અર્ધા જાગતા એવા મયૂરને સમસ્યા પૂછી કે "શતન્દ્ર નમસ્તનમ્' એ ચોથું પદ છે તેની પહેલાંનાં ત્રણ પદ રચી શ્લોક પૂરો કરી આપો.
શતન્દ્ર નમતન” . એટલે આકાશનું તળ સો ચંદ્રવાળું છે. પછી અર્ધનિદ્રાગ્રસ્ત મયૂર પંડિતે તરત જ તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી.
दामोदरकराघात . विहवलीकृतचेतसा ।
द्रष्टं चाणुरमल्लेन, शतचन्द्रं नमभस्तलम् ।।१।। અર્થાતુ “દામોદર એટલે શ્રીકૃષ્ણના કરપ્રહારથી જેનું ચિત્ત વિહ્વળ થયું છે એવા ચાણૂરમલ્લને આકાશમાં સો ચન્દ્રો દેખાયા.” તાત્પર્ય કે ચાણૂરમલ્લની આંખે અંધારાં આવી ગયાં.
આ પ્રમાણે મયૂર ભટ્ટ સમસ્યા પૂરવાનાં ત્રણ પદ નવાં કહ્યાં. પછી તે જ સમસ્યાપૂર્તિ શારદાદેવીએ અર્ધજાગ્રત એવા બાણભટ્ટને પૂછી, એટલે એણે હુંકાર કરીને તેની નીચે પ્રમાણે પૂર્તિ કરી.
यस्यामुत्तमुङग सौघाग्र . विलोलवदनाम्बुजम् ।
विरराज विभावर्या, शतचन्द्रं नभस्तलम् ॥ અર્થાતું, “ઊંચી હવેલી પર પોતાનું વદનકમલ આમતેમ હલાવી રહેલી સ્ત્રીનું મુખ જાણે સો ચન્દ્રવાળું આકાશ હોય એવું લાગે છે.”
આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી. તે બંનેની વાણી સાંભળી શારદાદેવીએ કહ્યું, “તમે બંને ઉત્તમ કોટિના પંડિતો છો, પણ બાણભટ્ટ હુંકાર કરીને પાદપૂર્તિ કરી માટે તે મયૂરભટ્ટ પંડિતથી ન્યૂન છે. મેં તમને રસ્તામાં ઉઠેકારવૃત્તિનાં જે પુસ્તકો બતાવ્યાં તેનો હેતુ એ હતો કે વાણીનો પાર કોણ પામી શકે એમ છે ? કહ્યું છે કે –
मा वहउ कोई गव्वं, इत्थ जण पंडिओ अहं चेव ।
आ सव्वन्नाओ पुण, तरतमजोगेण मइविहवा ।। અર્થાત્ “હું મોટો પંડિત છું એવો ગર્વ કોઈએ પણ કરવો નહિ. સર્વજ્ઞ સિવાય અન્યોમાં તરતમતાયોગે અનેક પ્રકારનો મતિ-વૈભવ હોય છે.”