________________
278 ક / ભક્તામર સુભ્ય નમઃ |
આ શ્લોકમાં શ્રી માનતુંગસૂરિજી જે કહે છે તે સંદર્ભે શ્રી કાનજીસ્વામી જણાવે છે કે, “હે પ્રભો ! સમવસરણમાં અશોકવૃક્ષની નીચે બિરાજમાન આપનું નિર્મળ, તેજસ્વરૂપ, તે વૃક્ષને ભેદીને ઉપર ઉલ્લસતાં કિરણો વડે અત્યંત શોભી રહ્યું છે. જેમ ઘનઘોર વાદળની વચ્ચે ઊગતો સૂરજ, ઉપર ઊઠતાં પોતાનાં ઝગમગતાં સોનેરી કિરણો વડે શોભે અને સમસ્ત અંધકારને નષ્ટ કરે તેમ આપ શોભી રહ્યા છો; અને ઉદય ભાવોની વચ્ચે આપનું કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે શોભી રહ્યું છે."૭
સ્તોત્રકાર સૂરિજી પ્રભુના સમવસરણની ધર્મદેશના વખતનું એક સુંદર ભાવચિત્ર રજૂ કરે છે. પ્રભુ ધર્મદેશના આપવા માટે અશોકવૃક્ષની નીચે બેસે છે. આ વૃક્ષ પ્રભુના દેહમાન કરતાં ૧૨ ગણું ઊંચું હોય છે. અર્થાત્ આદિનાથ ભગવાનનું દેહમાન જે ૫૦૦ ધનુષ ઊંચું હતું તેના કરતાં ૧૨ ગણું એટલે ૬૦૦૦ ધનુષ જેટલું ઊંચું અશોકવૃક્ષ છે. તેથી જ અહીં ઉન્ચ શબ્દનો પ્રયોગ કરેલો છે. આ અશોકવૃક્ષનો રંગ શ્યામલ ઘેરો-લીલો હોય છે. તેની નીચે મણિમય સિંહાસન ઉપર બેસીને ભગવાન ધર્મની દેશના આપે છે. ત્યારે તેમનું મુખમંડલ અનેરી આભાથી ચમકતું હોય છે. ઉપર વિશાળકાય અશોકવૃક્ષની નીલવર્ણ ઘટા ફેલાયેલી છે અને નીચે પ્રભુનું અનેરી આભાવાળું મુખ સૂર્યની જેમ ચમકી રહ્યું છે. કેટલી અદ્ભુત રમણીયતા ! અશોકવૃક્ષના સંશ્રયમાં પ્રભુનું પ્રકાશમય શરીર દીપ્તિમાન પ્રકાશિત બની રહ્યું છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે જેમ મેઘમંડળનાં વાદળો કાળાં હોય છે અને તેની નજીકમાં સર્વ અંધકારનો નાશ કરનાર અતિ પ્રકાશવંત એવો સૂર્ય પ્રકાશી ઊઠે તો કેવું અદ્ભુત સૌંદર્ય લાગે, તેમ દેશના સમયનું અશોકવૃક્ષ નીચે રહેલું પ્રભુનું મુખમંડલ પણ સૂરિજીને એવું જ સુંદર લાગે છે.
અહીં પ્રભુને સૂર્યના રૂપે ઓળખાવ્યા છે. સૂર્ય જે સ્વયં પ્રકાશિત છે તેમ પ્રભુ પોતાના સર્વ કર્મની નિર્જરા કરીને તેમના આત્માની અત્યંત પવિત્ર અવસ્થા થવાથી સ્વયં પ્રકાશિત છે. સૂર્યની આસપાસ વીંટળાયેલાં શ્યામવર્ણા વાદળોથી ફેલાતા અંધકારને પોતાનાં તેજસ્વી કિરણોથી દૂર કરે છે. તેમજ પ્રભુરૂપી સૂર્ય કર્મરૂપી વાદળોથી ફેલાતાં અજ્ઞાનરૂપી અંધકારને પોતાની દિવ્યા તેજસ્વી દેશનારૂપી કિરણોથી દૂર કરે છે. સૂર્ય હંમેશાં ઉચ્ચ સ્થાનેથી પ્રકાશિત થાય છે. પ્રભુરૂપી સમવસરણના મુખ્ય અંગ પ્રથમ અતિશય એવા અશોકવૃક્ષરૂપી જે અંધકાર છે તેના પર પ્રકાશ છે. તીર્થંકર પરમાત્માની નજીકમાં સાન્નિધ્ય પ્રાપ્ત કરીને શોકરહિત થઈને આ અશોકવૃક્ષ પ્રસન્નતાથી આનંદિત રહે છે. અશોક શબ્દના બે અર્થ થાય છે.
(૧) જે સ્વયં શોકરહિત છે, (૨) જેની નજીક આવનાર સ્વયં શોક સંતાપ રહિત થઈ જાય છે.
અર્થાત્ વૃક્ષની નીચે સ્વયં પ્રભુ બિરાજે છે. તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જ અશોકવૃક્ષ શોકરહિત થઈ શકે છે અને હવે પ્રભુ પાસે જે કોઈ પણ આવે છે તેઓ બધા આ પ્રમાણે શોકરહિત