________________
164 * ।। ભક્તામર તુગૂં નમઃ II
મુક્તિનાં ચિહ્નોથી યુક્ત તથા સર્વ મંગળનો વિસ્તાર કરનારા એવા શ્રી આદિનાથપ્રભુ તમારું કલ્યાણ કરો.'
પછી રાજાએ કહ્યું કે, “હે પંડિતવર્ષ ! તમે કંઈક ચમત્કાર જાણતા હો તો બતાવો.”
ત્યારે માનતુંગસૂરિજીએ કહ્યું કે “અમારા ઇષ્ટદેવ આદિનાથ વગેરે તીર્થંકરોનો એવો પ્રભાવ છે કે તેમનું ભક્તિભાવે નામસ્મરણ કરતાં શરીર પરનાં સર્વ બંધનો તૂટી જાય અને કારાગારનાં લોખંડી તાળાં ટપોટપ નીચે પડે.''
શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે શ્રી માનતુંગસૂરિજીનો રાજાને આપેલો ઉત્તર આ પ્રમાણે જણાવ્યો છે, “ત્યારે શ્રી માનતુંગાચાર્ય કહેવા લાગ્યા કે અમારા ઇષ્ટદેવ આદિનાથ વગેરે તીર્થંકરોનો એવો પ્રતાપ છે કે મારા હાથપગમાં સાંકળયુક્ત બેડીઓ નાંખો અને સર્વ કમાડ બંધ કરી તમારી મરજીમાં આવે તેટલાં તાળાં આપીને પૂરો અને મારી તપાસ કરવા પ્રહારિકો પણ રાખો અને જો હું તે સર્વ બેડીઓથી મુક્ત થાઉં તો અમારા ઇષ્ટદેવ ખરા સમજવા.''
શ્રી સારાભાઈ નવાબે 'પ્રભાવક ચરિત'ના બારમા પ્રબંધના આધારે આપેલી કથામાં માનતુંગસૂરિએ આપેલો ઉત્તર આ પ્રમાણે છે : “રાજાનાં આવાં વચનો સાંભળીને આચાર્ય બોલ્યા કે, ‘હે રાજન ! અમો ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીએ અમો જે કાંઈ કરીએ તે કેવળ ધર્મને માટે જ'.''
સૂરિજીનાં આવાં સારભૂત ચમત્કારયુક્ત વચનો સાંભળીને રાજાએ કહ્યું કે, “જો એમ જ હોય તો એ ચમત્કાર બતાવવાની કૃપા કરો.'
પછી રાજસભામાં જ લોખંડની બેડીઓ, સાંકળો અને તાળાં વગેરે મંગાવવામાં આવ્યાં અને શ્રી માનતુંગસૂરિજીને હાથે-પગે બેડીઓ નાખી તેમના આખા શરીરને સાંકળોના બંધનથી બાંધી દીધું, તેમજ દરેક સાંકળના બંધ આગળ એક એક તાળું માર્યું આ રીતે કુલ ૪૪ સાંકળો બાંધી અને ૪૪ તાળાં માર્યાં પછી તેમને એક અંધારી ઓરડીમાં કેદ કરી દઈને દ૨વાજાને તાળાં મારી દીધાં. અને તે ઓરડીના ફરતાં રાજના સૈનિકોનો પહેરો ગોઠવી દીધો.
શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે તાળાની સંખ્યા બેંતાલીસની બતાવી છે. શ્રી સારાભાઈ નવાબે તાળાની સંખ્યા કથામાં જણાવી નથી. શ્વેતામ્બરાચાર્ય પ્રભાચન્દ્ર રચિત પ્રભાવક ચરિત'માં માનતુંગસૂરિજી લોખંડની જંજીરોમાં જકડાયેલા અને ૪૪ તાળાંમાં કેદ કરાયેલાનો ઉલ્લેખ છે. શ્રી બ્રહ્મરાયમલ્લજીએ માનતુંગસૂરિજીને ૪૮ સાંકળોથી બંધાયેલા અને એકની અંદર એક તાળાં બંધ ૪૮ ઓ૨ડીઓમાં કેદ બતાવ્યા છે. ભટ્ટારક વિશ્વભૂષણે પણ ૪૮ શ્લોકની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે.૧૦
૯
સાંકળનાં બંધનોથી બંધાયેલા સૂરિજીએ ત્યાં જ ભક્તિભાવથી ગદ્ગદિત વાણીથી ‘ભક્તામર’ શબ્દથી શરૂ થતાં ‘ભત્તામરપ્રખ્ખત મૌલિમણિપ્રમાનાં ।' એ પદથી શરૂ થતા પોતાના ઇષ્ટદેવ, યુગપુરુષ શ્રી આદિનાથ ભગવાનનું સ્તોત્ર રચવા માંડ્યું. તેમની વાણીની શબ્દશક્તિમાં ભક્તિનો એવો