________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 369 મીરતારથી શરૂ થતા ચાર અતિરિક્ત શ્લોકવાળું ગુચ્છક પ્રાણપ્રિય કાવ્યનો આધાર છે. એટલા માટે “મીરતાર” વાળા શ્લોકો અતિરિક્ત હોવાથી પણ કયા સમયે રચાયા હશે. એ પણ વિચારણીય બાબત છે. એના દ્વિતીય શ્લોકના અંતિમ ચરણમાં જે “તિ” શબ્દ આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે સ્તુતિ વગેરેમાં જોવા મળતો નથી. આવા શબ્દો પદમાં ખાલી રહેતા સ્થાનને ભરી દેવા માટે ઉપયોગી માનવામાં આવતા હોય છે. આવા ‘તતિ' શબ્દનો પ્રયોગ દિગમ્બર ભટ્ટારક એકસન્ધિની લગભગ ઈ. સ. ૧૩૦૦-૧૩૨૫માં રચાયેલ “જિન સંહિતામાં ઘણાં સ્થાને થયેલો જોવા મળે છે. તો શું એ ચાર અતિરિક્ત શ્લોકોવાળું ગુચ્છક ભટ્ટારક એકસન્ધિએ બનાવેલું હશે ? જો એમ જ હોય તો આ ચાર શ્લોકોનો સમય ઈ. સ. ૧૪મી સદીની આસપાસનો માની શકાય. આ પદ્યોની ભાષાશૈલી શ્રી માનતુંગસૂરિની ભાષાશૈલીથી ભિન્ન પ્રકારની અને ઘણી અર્વાચીન હોય તેમ જણાય છે. ભક્તામરના મૂળ ૪૪ શ્લોકોની સરખામણીમાં આ ચાર શ્લોકોનું કાવ્યત્વ તદ્દન ઊતરતી કક્ષાનું છે. તે ઉપરાંત ૧૨મી–૧૩મી સદીની દિગમ્બર શ્વેતામ્બર સ્તુત્યાત્મક રચનાઓ જેવી કે લગભગ ઈ. સ. ૧૨મી સદીના પૂર્વાર્ધમાં રચાયેલા શ્રી કુમુદચંદ્રનું કલ્યાણ મંદિર સ્તોત્ર' અને 'ચિકર દ્વાáિશિકા', લગભગ ઈ. સ. ૧૨૭૫માં રચાયેલ દેવનંદિનું સિદ્ધિપ્રિય સ્તોત્ર', લગભગ ઈ. સ. ૧૨૫૦માં રચાયેલ રાજગચ્છીય રત્નાકરસૂરિનું “આત્મગટ્યસ્તોત્રની સામે આ ચાર શ્લોક ઊતરતી કોટીના જણાઈ આવે છે. માનતુંગસૂરિની મૂળ રચનામાં “શ્મીરતારવિ’ પદો લગભગ ૭૦૦ વર્ષ પછી જ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં હોય તેવું જણાઈ આવે છે.
આ અતિરિક્ત એટલા પાછળના સમયના હોવાને કારણે માલવ, લાટ, વાગડ વગેરે પ્રદેશોમાં રહેતા બીજા ઉત્તર મધ્યકાલીન દિગમ્બર ભટ્ટારકોના ધ્યાનમાં નહીં આવ્યા હોય. એમાંથી જ કોઈકે ક્ષતિપૂર્તિ અર્થે પોતપોતાની કલ્પના અનુસાર ચાર ચાર શ્લોકો રચી દીધા હશે. જે આજે જુદાં જુદાં ચાર ગુચ્છકોના રૂપમાં મળી આવે છે.
શ્રી જ્યોતિ પ્રસાદ જૈનની ટિપ્પણીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “પ્રાપ્ત (શ્વેતામ્બર) પ્રતોની પ્રાચીનતા પણ ક્યાંય છસો-સાતસો વર્ષોથી વધારે નથી. માત્ર તાડપત્ર પર હોવાથી તો પ્રાચીન નથી બની જતી.” આના સંદર્ભમાં પશ્ચિમ ભારતની રાજકીય પરિસ્થિતિ સાથે સંબંધિત તથ્ય જોડાયેલું છે. ડૉ. જ્યોતિપ્રસાદ જેને વીસરી ગયા છે કે મોગલ-મુસ્લિમ સલ્તનતના શાસનકાળ પછી ગુજરાત-રાજસ્થાનમાં વિશેષ કરીને ૧૪મી સદીના પૂર્વાર્ધ પછી તાડપત્રની જગ્યાએ કાગળનો ઉપયોગ થવા લાગ્યો હતો, અને ૧૫મી સદીમાં તાડપત્રની પોથીઓ પણ ઓછી થવા લાગી હતી. બીજી તરફ તાડપત્રની પોથી કેટલી પ્રાચીન છે, તેનો નિર્ણય તાડપત્ર ક્યા પ્રકારનું છે. અક્ષરોના મરોડ અને પદોના આયોજનની સંરચના વગેરે તત્ત્વો તથા તારીખવારવાળી પોથીઓથી વગેરે તત્ત્વોની તુલના પર આધાર રાખે છે. આ સ્તોત્રની જે જૂની પ્રતો ઉપલબ્ધ છે તેમાં ૪૪ પદ્યોનો ઉલ્લેખ છે. દાખલા તરીકે પાટણ-ભંડારની તાડપત્રીય સૂચિમાં ૨૧૮ નંબરની પોથીમાં જે પુષ્મિકા આપી છે, તે ૧૩૮૮માં લખાયેલી છે. અને તેમાં ભક્તામર સ્તોત્રની ૪૪ ગાથાઓ હોવાની સ્પષ્ટ નોંધ છે. જેસલમેરના ભંડારની તાડપત્રીય પ્રતોમાં પણ ૪૪ ગાથા જ મળે છે. દિગમ્બર સંપ્રદાય પાસે ભક્તામરની આટલી પ્રાચીન કોઈ પ્રત હોય એમ જણાતું નથી.