Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 525
________________ 506 હ // ભક્તામર સુભ્ય નમઃ | સહજવૃત્તિ કારણભૂત હોય અને કદાચ એ પણ સંભવી શકે છે કે અનુકરણનો મુખ્ય હેતુ મૂળ રચનાકાર કરતાં પણ વધારે માન-કીર્તિ, ઉચ્ચ પદ કે વર્ચસ્વ પ્રાપ્ત કરવાની અભિલાષા પણ હોઈ શકે. જૈન સ્તોત્ર-સાહિત્યમાંથી અનેક પ્રચલિત અને પ્રસિદ્ધ સ્તોત્ર પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. શ્રી સિદ્ધસેન દિવાકરનાં શબ્દલાલિત્ય અને અર્થગૌરવથી અલંકૃત કલ્યાણ મંદિર સ્તોત્ર'ના તેમજ શ્રી માનતુંગસૂરિ વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રનાં અંતિમ પદ લઈને અનેક પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે. આ કાવ્યો રચવાનો મુખ્ય ઉદ્દેશ રચનાકારથી વધારે કીર્તિ સંપાદન કરવાનો ન પણ હોઈ શકે. એ સંદર્ભમાં શ્રી હીરાલાલ કાપડિયા જણાવે છે કે, “ફક્ત અનુકરણ કરવાના ઉદ્દેશથી અને તે પણ આ પ્રખર કવીશ્વરોની પ્રતિભાને પહોંચી વળવાના બધે તેથી પણ વિશિષ્ટ પ્રકારનું પાણ્ડિત્ય પ્રકટ કરવાના હેતુથી જૈન કવિઓએ પાદપૂર્તિરૂપ કાવ્યો રચ્યાં છે એમ માનવા મારું મન તો ના પાડે છે, કેમકે પાદપૂર્તિરૂપ કાવ્યો રચવાનો ઉદ્દેશ તો તે કૃતિઓ પ્રતિ બહુમાન હોવાને લીધે તેને ચિરસ્થાયી બનાવવાનો હોય એમ પણ સંભવી શકે."" શ્રી હીરાલાલ કાપડિયાનું માનવું છે કે દરેક પાદપૂર્તિરૂપ કાવ્યો કીર્તિમાન કે પાંડિત્ય પ્રકટ કરવાના ઉદ્દેશથી નથી રચાતું. જૈન સ્તોત્રસાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયેલું હતું. આજે તેમાંથી અનેક અમૂલ્ય ગ્રંથો અદશ્ય થઈ ગયા છે. ભારતની પવિત્ર ભૂમિ પર અનેક દેશી અને પરદેશી રાજાઓ રાજ કરી ગયા. પરંતુ અર્જુન અને પરદેશી રાજાઓના હુમલા દરમ્યાન અને તેમના શાસનકાળ દરમ્યાન વૈરભાવને લઈને ધર્માધોના હાથે કેટલાયે જૈન જ્ઞાનભંડારો અગ્નિદેવના બલિદાનરૂપ થયા છે. કેટલુંક સાહિત્ય ભોમાં ભંડારી દેવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કોઈ પણ અદ્ભુત અલૌકિક કાવ્યને શાશ્વત રાખવા માટે તેના પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાવવાં જોઈએ. કદાચ આ જ કારણે ભક્તામર સ્તોત્ર પર રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યો લગભગ ૧૬મી સદીનાં છે. આ સમય મોગલ સામ્રાજ્યનો હતો. આ પણ એક કારણ હોઈ શકે. મહાન સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાં એ બાળસહજ રમત નથી. પરંતુ મૂળ કાવ્યમાં જે પ્રકારની ભાષાશૈલી – મધુરતા – નર્તનતા હોય તેવી મૌલિકતા અને તેને જે ગુણોથી વિભૂષિત કરવામાં આવ્યું હોય તેને સંગોપીને તેવું જ કાવ્ય રચવું એ મહાન વિદ્વાન પ્રતિભાશાળી માનવી જ કરી શકે, કોઈ સામાન્ય બુદ્ધિના માનવીનું તે કાર્ય હોઈ શકે નહીં. જે પાદપૂર્તિ તરીકે લીધેલા ચરણમાંથી નીકળતા અર્થ સાથે આગળના ચરણોનું અનુસંધાન સુયોગ્ય રીતે થાય તે રીતે તેને ગુંફિત કરવાનું કાર્ય અતિ કઠિન હોય છે. કોઈ મહાન કાવ્યકારની કૃતિનું અનુકરણ કરી રચના કરવી એ કવિની પ્રતિભાની પરાકાષ્ઠા સૂચવે છે. અનેક પ્રભાવશાળી સ્તોત્રો પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયેલાં છે. શ્રી માનતુંગસૂરિ વિરચિત મહાપ્રભાવશાળી ભક્તામર સ્તોત્ર' પર પાદપૂર્તિરૂપ કાવ્યો રચાયાં છે – જેવી રીતે કાલિદાસના મેઘદૂત કાવ્યની પાદપૂર્તિ રૂપે દૂત સંજ્ઞાવાળાં બીજાં અનેક કાવ્યો રચાયાં હતાં, તેમ માનતુંગસૂરિ કૃત ભક્તામર સ્તોત્ર લોકપ્રિય બનતાં ભક્તામર સંજ્ઞાવાળાં કેટલાંક કાવ્યો રચાયાં. આ કાવ્યો

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544