________________
444 ભક્તામર તુલ્યું નમઃ |
ભક્તામરકાર શ્રી માનતંગસૂરિને લોકેષણાની પડી ન હતી, ન તો કોઈ જાતની સ્પર્ધા તેમણે કરી હતી. જ્યારે પ્રાચીન કાળમાં તો આચાર્યોની રચનાઓનું મહત્ત્વ વધારવા માટે આવી સ્પર્ધા થઈ હોવાથી કથાઓ બહુ જ પ્રચલિત હતી. ઉદાહરણ તરીકે તેમાં માનતુંગસૂરિના સમકાલીન કવિઓને લઈ શકાય. સૂર્યશતકની રચના વડે મયૂરકવિના કુષ્ઠરોગના નિવારણની કથા, ચંડીશતકની રચના દ્વારા બાણ કવિના કપાયેલા હાથ-પગનું પુનઃ સંઘટન, તે ઉપરાંત સિદ્ધસેન દિવાકર વિરચિત કલ્યાણ મંદિર સ્તોત્રને મહાકાલેશ્વરની સમક્ષ ભણવાથી શિવની મૂર્તિનું ફાટવું અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનું પ્રગટવું, અગિયારમી સદીના અભયદેવસૂરિ વડે રચિત જય તિહુયણ સ્તોત્ર દ્વારા તેમના રોગનું નિવારણ થવું અને પાર્શ્વનાથ ભગવાનની ગુપ્ત મૂર્તિનું પ્રગટવું વગેરે સ્પર્ધા-કથાઓ પ્રચલિત છે.
આવા કંઈ કેટલાં સ્તોત્ર છે જેના નિર્માણ દ્વારા પોતાનાં કષ્ટ દૂર થયાં હોય અથવા તો પોતાનાં કષ્ટોને દૂર કરવા માટે સ્તોત્રની રચના કરી હોય. ભક્તામર સ્તોત્ર સ્પર્ધાજન્ય સ્તોત્ર નથી પરતુ ભક્તિભાવપૂર્વકનું સ્તોત્ર છે.
આ સ્તોત્ર સ્પર્ધાજન્ય નથી એવું જણાવતાં શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “ભક્તામર સ્તોત્રની રચનામાં પણ સ્વયં સ્તોત્રકારે અમર-પ્રણત, અને ભવજલમાં પડેલાને આલંબનરૂપ હોવાને લીધે ભક્તિવશ થઈ તેની પ્રેરણાથી જ સ્તુતિ કરું છું.' એમ સ્પષ્ટ જણાવ્યું છે. પાપનો ક્ષય, અજ્ઞાનાંધકારનો નાશ પણ એમાં અન્ય હેતુઓ છે. તથા આ સ્તોત્ર બરાબર ન થાય તો પણ તારું નામસ્મરણ અને ગુણચિંતન-સંકથા પણ દુરિતનિવારણ કરે છે, તે માટે આ સ્તોત્રની રચના થઈ છે. એટલે આ સ્તોત્ર સ્પર્ધાજન્ય કાવ્ય નથી.”
શ્રી રુદ્રદેવ ત્રિપાઠીના મંતવ્ય પ્રમાણે માનતુંગસૂરિએ એ સ્તોત્રની રચના પાપનો અને અંધકારનો નાશ કરવા માટે અને ભવભ્રમણમાંથી છુટકારો મેળવવા માટે કરી છે. એવું તેમનું માનવું છે. આ ઉપરાંત શ્રી માનતુંગસૂરિના મનોભાવને વ્યક્ત કર્યા છે કે જો રચના યોગ્ય ન થાય તો પણ તારું નામ-સ્મરણ અને ગુણચિંતન જ સર્વ પાપોનું નિવારણ કરનાર છે. આમ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદમાં શ્રી આદિનાથ ભગવાન પ્રત્યે માનતુંગસૂરિની અસીમ-અગાધ આત્મશ્રદ્ધા વ્યક્ત થઈ રહી છે. તેમને કોઈ પણ પ્રકારની લોકેષણા ન હોવા છતાં અને કોઈ સ્પર્ધક તરીકે તેમની રચના ન હોવા છતાં તેમની અમીટ આત્મશક્તિથી સ્ફરેલા સ્તોત્ર દ્વારા, પ્રભુના ગુણોનું ગુણગાન કરવાની પ્રબળ ભાવના દ્વારા બેડીઓ તથા તાળાં તૂટવાનો અદ્ભુત ચમત્કાર લોકમાનસને વગર પ્રયત્ન ચકિત કરી રહ્યો છે.
ભક્તામર સ્તોત્રનું પ્રાગટ્ય આ પ્રમાણે થયું છે. આવી સુંદર રીતે થયેલી રચના અત્યંત મધુર, મનોરમ અને અલૌકિક છે. તેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણભાવ સમાયેલો છે. ભક્તામર સ્તોત્રની રચના ચોક્કસ કયા સમયે થઈ તે કહી શકાતું નથી એ જ રીતે આ સ્તોત્રનો મહિમા હવે પછી કેટલા યુગો પર્યત રહેશે તેની પણ ચોક્કસ આગાહી શક્ય નથી. દિન-પ્રતિદિન ભાવિક ભક્તજનો ભક્તામર પ્રત્યે અધિકાધિક આસ્થાવાન બનતા રહે છે.