________________
182 |ભક્તામર તુલ્યુ નમઃ
સ્તુતિકર્તા શ્રી માનતુંગસૂરિ કહે છે કે, “સખ્ય પ્રણમ્ય' - અર્થાત્ સમ્યક પ્રકારે, ભક્તિભાવપૂર્વક, મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરીને હું આ સ્તુતિ કહીશ. એકલા શબ્દોથી કે એકલા રાગથી નહિ પણ સમ્યક પ્રકારે એટલે જ્ઞાનપૂર્વક વીતરાગ ભાવનો અંશ પ્રગટ કરીને હે જિનેન્દ્ર ! હું આપને સ્તવીશ. સમ્યગુદર્શન એ ભગવાનનું પરમાર્થ સ્તવન છે. તે સર્વજ્ઞની સ્તુતિ છે. આ સ્તોત્ર દ્વારા એવી સમ્યક્ સ્તુતિ કરીશ.
બીજા પદ્યમાં સ્તોત્રકારે “રસ્તોથે કિનીમ તું પ્રથમં નિનેન્દ્રમ" - એ શબ્દો વડે પોતે શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરવાના છે એ વસ્તુ સ્પષ્ટ કરી છે.
ભક્તામર' તેમાં ભક્ત' અને 'અમર' એવા બે શબ્દની સંધિ છે. ભક્ત એટલે જિનેશ્વરદેવની જે ભક્તિ કરે તે ભક્ત અને અમર એટલે દેવ. આમ ભક્તઅમર = ભક્તદેવ, આવા ભક્તદેવો, ગણધરો, બાર અંગને જાણનારા મહાબુદ્ધિમાનો અને સમર્થ પુરુષોએ આપની સ્તુતિ કરી છે. બીજા શબ્દોમાં આ ઋષભદેવ દેવાધિદેવ છે અને દેવેન્દ્રોએ પણ તેમની સ્તુતિ-સ્તવના કરી છે. દેવ-દેવેન્દ્ર કે જેમણે સકલ શાસ્ત્રોના સાર રૂપે જે કલ્પો કહેવાયેલા છે તેનો મર્મ જાણીને નિપુણ થયેલી બુદ્ધિ વડે મહાન અર્થવાળાં સ્તોત્રોનો ઉપયોગ કરી સ્તુતિ-સ્તવના કરી છે. હું પણ તેમના અનુકરણ રૂપે જ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરીશ.
અહીંયાં સૂરિજીએ “હું પણ આપની સ્તુતિ કરીશ” એમ કહ્યું. માત્ર “અહં' કહ્યું હોત તો અહંકાર થઈ જાય છે. “અહં અહંકારવાચક છે. પણ અહીંયાં “અહંની સાથે “અપિ'નો યોગ થયો. જે વિનમ્રતાવાચક છે. આ યોગમાં સ્તોત્રકારની વિનમ્રતા ઝળકવા લાગી અને આમ સ્તુતિ કરવાનો સંકલ્પ એક શક્તિશાળી સ્તોત્રનિર્માણનો આધાર બની ગયો.
સૂરિજીએ આ સ્તોત્રની રચના કેવા અહોભાવપૂર્વક કરવા ધારી છે તેનું વર્ણન સ્તોત્રના પ્રથમ બે શ્લોકમાં કર્યું છે. તેઓ બરાબર જાણે છે કે ઇન્દ્રો ત્રણ જગતની ચિંતાને હરે એવા ઉદાર સ્તોત્ર વડે પ્રભુભક્તિની રેલમછેલ કરે છે અને તીર્થકર ભગવાનનાં પાંચે કલ્યાણકો ઊજવે છે. અને દરેક વખતે સ્તુતિ-સ્તોત્રો ગાય છે. આ સ્તોત્રો સકલ શાસ્ત્રના સારરૂપ હોય છે. આવા ઇન્દ્રો આપની સ્તુતિ કરે છે. તેમની સામે તો હું અલ્પજ્ઞાની છું. છતાં પણ હું સ્તુતિ કરીશ જ.
શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર, યુગની શરૂઆત કરનાર યુગાદિ પુરુષ. સર્વજ્ઞ દેવ, ધર્મતીર્થન આદિ કરનારા એવા શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી ભક્તિરસની ધારા કરી છે. અંતરમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ભક્તિ વડે સર્વજ્ઞ સ્વભાવી આત્માનું શરણ એ પરમાર્થ ભક્તિ છે. આવા વખતે માનતુંગ ભક્તિભાવમાં એવા તો ભીંજાઈ ગયા છે કે બંધ ઓરડામાં સાંકળ અને તાળાંથી જકડાયેલા એકચિત્ત પ્રભુમય બની આ સ્તુતિ કરી રહ્યા છે. હે પ્રભુ! તારી ભક્તિ કરે ત્યાં ભવનાં બંધન તૂટી જાય છે તો આ બંધન તૂટે જ ને. ભવમાં ડૂબતા જીવોને તારવા