________________
240 । ભક્તામર તુર્થ્ય નમઃ ।।
થાય છે અને સ્વાત્મા પ્રગટાવવાનું, બળ મેળવવાનું ભાન થાય છે. એટલે કે સાચું દર્શન પ્રગટે છે અને એ દર્શન અનુસાર પુરુષાર્થ પ્રગટે છે. હવે આ કડીમાં આવી ચારિત્રની વાત. શીતળ ચાંદનીમાં જેમ બધુ શુભ જણાય છે તેમ પ્રભુના મુખરૂપી ચંદ્રની સહાયથી સાચું દર્શન પામ્યા પછી જીવ પોતાના ગુણો અનેકગણા ખીલવવા પુરુષાર્થી થાય છે અને એના પરિણામમાં તેના જીવનમાં અનેક ગુણો પ્રગટી ચંદ્ર જેવી શીતળતા ફેલાઈ જાય છે. આમ ઘનાત્મક રીતે સૂરિજીએ આ ત્રણ કડીમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની વાતો ગૂંથી લીધી છે.
આ ત્રણ શ્લોકમાં સૂરિજીએ મોક્ષમાર્ગની સોપાન શ્રેણીરૂપ રત્નત્રયી, જ્ઞાન-દર્શન-ચારિત્રનું દર્શન કરાવ્યું છે. હે પ્રભુ ! અનેક જન્મોથી કર્મોનો બંધ કર્યો અને ભૌતિક સુખમાં રાચતો રહેલો આ આત્મા, પંચેન્દ્રિયના વિષયમાં લગભગ નષ્ટ થઈ ગયો. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અંધ બનીને પારસમણિને પથ્થર બનાવવા સમાન પ્રવૃત્તિ કરી. પરંતુ હે પ્રભુ ! એક ક્ષણમાં તે બધું નષ્ટ થઈ ગયું અને તેમ થવાનું કારણ આપના મુખનું દર્શન. પ્રભુ, તારા અલૌકિક મુખના દર્શનથી સર્વ પ્રકારનાં દુઃખ, સંકટ, પાપ, કષાયથી મુક્તિ થાય છે.
તાત્પર્ય, હે પ્રભુ ! આપને હું ચંદ્ર જેવા કહું ? પણ તે કેમ શક્ય છે ? કારણ કે આપ તેથી પણ વિશેષ છો. ચંદ્રમાની જેમ આપને રાહુ કે વાદળાં ગળી શકતાં નથી. તમે તો સદા પ્રકાશમાન છો. મોહરૂપી મહાઅંધકારને દૂર કરનાર છો. આપનું પદ્મ સમાન પ્રફુલ્લિત મુખારવિંદ અપૂર્વ કાંતિથી શોભે છે. જ્યાં મોહ કે અંધકાર ન હોય પણ આત્માનું અજવાળું દેહના રૂપમાંથી પ્રકાશતું હોય ત્યારે તેવી કાંતિને કઈ ઉપમાથી ઓળખાવવી ? તેથી જ પ્રભુનું મુખ ચંદ્ર કરતાંય સુશોભિત જ્ઞાનચંદ્રરૂપ સૂરિજીને જણાય છે. શ્લોક ૧૯મો
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा ? युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ! । निष्पन्नशालिवन शालिनि जीवलोके, कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ।।१९।।
અંધકારને પ્રભુ મુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિન મહિં રવિ માનવા તો જ આડે, જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા મેઘનું કામ દીસે. (૧૯)
શબ્દાર્થ
નાથ - સ્વામિનૢ તમસ્તુ વહિતેષુ – અંધકારનો નાશ થયે છતે યુઘ્નન મુàન્તુ – આપના