________________
58 ક / ભક્તામર સુભ્ય નમઃ | અનિવાર્ય જણાવતાં, બંનેને એક સમાન ગણાવ્યાં છે. જ્ઞાન અને ભક્તિ બંનેનું એક જ લક્ષ્ય છે અને તે છે મોક્ષની પ્રાપ્તિ. આત્મા પર લાગેલાં આઠ કર્મોની મલિનતાને દૂર કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કર્મોની મલિનતાને દૂર કરવા માટે સાધકે ભક્તિનું સ્વરૂપ ધારણ કરી જિનેશ્વરદેવની ભક્તિ સાચા જ્ઞાન દ્વારા કરવી જોઈએ. જેથી કરીને મોક્ષની પ્રાપ્તિ થાય.
શ્રી શાંડિલ્ય પોતાના “શાંડિલ્યભક્તિસૂત્રમાં જ્ઞાનનો ભક્તિના સ્વરૂપમાં સ્વીકાર કર્યો છે. આત્માનાં દર્શન માટે પણ આત્મામાં અનન્ય નિષ્ઠા જોઈએ, જેવી ભક્તની ભગવાનમાં હોય છે. શ્રી શાંડિલ્ય આત્મામાં લીન થવાને જ ભક્તિ કહી છે.
ભક્તિ અને જ્ઞાનની એકરૂપતા જેવી જૈન ધર્મમાં જોવા મળે છે એવી અન્યત્ર જોવા મળતી નથી.
તાત્પર્ય કે ભક્તિનાં વિવિધ સ્વરૂપ જોવા મળે છે. સેવા, શ્રદ્ધા, અનુરાગ, જ્ઞાન જેવાં વિવિધ સ્વરૂપો દ્વારા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી શકાય છે અથવા આ દરેક રીતે ભક્તિ કરવામાં આવતી હોય છે. પ્રભુસેવા દ્વારા તેમાં શ્રદ્ધા સંપન્ન થાય છે. આ શ્રદ્ધા સંપન્ન થવાનું કારણ તેમના પ્રત્યેનો અનુરાગ છે અને આ અનુરાગ તેમના રૂપ-ગુણનું જ્ઞાન થવાથી થાય છે. આથી આ દરેક વચ્ચે એક અતૂટ સંબંધ છે, અને આ દરેક સાથે ભક્તિ જોડાયેલી હોય છે. આ બધાંનાં સમન્વયથી જ ભક્તિમાં તલ્લીનતા અને એકાગ્રતા આવે છે. સાધકનું મન સાધનામાં એકચિત્ત થઈ જાય છે ત્યારે ભક્તને સુખોની એષણા સતાવતી નથી. પરંતુ તેને શાશ્વત સુખની જ વાંચ્છના રહેલી હોય છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને શુભ કર્મોનો સંવર થાય છે. તેની ફળશ્રુતિ રૂપે મોક્ષમાર્ગની પ્રાપ્તિમાર્ગનું નિરૂપણ થાય છે.
જૈન ભક્તોને આરાધ્ય માત્ર જ્ઞાન અને દર્શન જ નથી પરંતુ ચારિત્ર પણ છે. અહીં ચારિત્રની ભક્તિ કરવામાં આવી છે. અર્થાત્ તીર્થંકર પરમાત્મા શ્રી જિનેશ્વરદેવે ચારિત્ર અંગીકાર કરેલું હોય છે. તેથી અહીં ઉચ્ચ ચારિત્રધર્મને ધારણ કરેલ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવામાં આવે છે. ચારિત્ર અને ભક્તિનો આવો સુભગ સમન્વય અન્યત્ર દુર્લભ છે. આ એક એવી ભક્તિ છે જેનો સંબંધ એક તરફ બાહ્ય સંસારથી છે તો બીજી તરફ આત્માથી છે. અર્થાત્ ભક્ત એ બાહ્ય સંસારી છે, જ્યારે આત્મા એ પરમાત્મા સ્વરૂપ છે. ચારિત્રના આભામંડળથી દીપી રહ્યા છે તેવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાની છે. તેથી જ જેન ભક્તિમાં ચારિત્રનો મહિમા અપરંપાર છે. ભક્તિની વ્યાખ્યાઃ
આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો આત્માના ગુણોને પ્રકટાવવા જોઈએ. અને આમ ત્યારે જ શક્ય બને જ્યારે જિનભક્તિ યથાર્થ રીતે થાય. જ્યાં જિનભક્તિની શરૂઆત થાય છે ત્યાંથી મિથ્યાત્વ, અહંકાર, અભિમાન આદિ દુર્ગુણો દૂર ભાગે છે, અને તેના સ્થાને પરોપકાર,