________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 135 जज्ञ चैत्ये प्रतिष्ठा कृतमेनागिपुरे नृपात् ।
त्रिभिर्वर्षशतैः ३०० किंचिदधिकै वीरसूरिराट्ट ।।३७।। આચાર્ય માનતુંગને કવિ બાણ-મયૂરના સમકાલીન માનવા અને માનતુંગના ઉત્તરાધિકારી વીરસૂરિનો સમય વિક્રમ વર્ષ ૩૦૦થી વધારે વર્ષ માનવા યુક્તિસંગત નથી. વરસૂરિ પછીના આચાર્ય જયદેવ, દેવાનંદ, વિક્રમ અને નરસિંહ આ ચાર આચાર્યોના સમયની ચર્ચા ગુર્નાવલી તથા પટ્ટાવલીમાં મળતી નથી.”
મુનિશ્રી કલ્યાણવિજયજીએ ગુર્નાવલીમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિવિધ આચાર્યોના સત્તાસમય વિષેના જુદા જુદા મતોનો સમન્વય કરવાનો ખૂબ પરિશ્રમ કર્યો છે. તેમણે માનતુંગસૂરિના સત્તાસમયને નીચે બતાવવા માટે થઈને વીર નિર્વાણ વર્ષને વિક્રમ સંવત માન્યું છે. એથી આગળ ચાલીને તેઓ આ પ્રમાણેનો પ્રયત્ન કરે છે. “પ્રદ્યોતન, માનદેવ, માનતુંગ અને વરસૂરિ આ ચાર આચાર્યોનો સત્તાસમય ૩૦૦ વર્ષનો લગભગ માની લેવામાં આવે તો એકત્રિત સમયાંક ૬૭૫ સુધી પહોંચશે અને આ પ્રકારે માનતુંગસૂરિ, બાણ, મયૂર અને રાજા હર્ષના સમયે વિદ્યમાન થઈ શકે છે.”
શ્રી કલ્યાણવિજયજી દ્વારા કરવામાં આવેલી ચર્ચાના આધારે એ વાત તો નક્કી થાય છે કે પટ્ટાવલીકારો શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય પણ તેઓની પાસે પોતાના ગચ્છની પહેલાં થઈ ગયેલા આચાર્યોનો સત્તા સમય નક્કી કરવા માટે કોઈ પણ પ્રકારના સચોટ પુરાવા ન હતા અને પાટ પરંપરા પર આવેલા આચાર્યોને ક્રમાનુસાર બતાવવાનો નક્કર પુરાવો પણ ન હતો.
પટ્ટાવલી સમુચ્ચયમાં જે તપાગચ્છ પટ્ટાવલી આપવામાં આવી છે. તેમાં પણ મહાવીર સ્વામીની ૨૦મી પાટે શ્રી માનતુંગસૂરિ થયાનો ઉલ્લેખ આવે છે.
જુદી જુદી પટ્ટાવલીઓમાં શ્રી માનતુંગસૂરિના સમય અને સંપ્રદાયની વિસંગતિઓ જોવા મળે છે અને વિવિધ ટીકાકારોએ કરેલી ટીકા અને તેના આધારે વિદ્વાનોએ રજૂ કરેલાં મંતવ્યો પણ જુદા જુદા જોવા મળે છે.
લગભગ ઈ. સ. ૧૦૨૦થી ૧૦૬૦માં થયેલા આચાર્ય પ્રભાચન્દ્રએ ક્રિયાકલાપ'ની ટીકાની અંદર “ભક્તામર સ્તોત્ર'ની ટીકાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે : "मानतुंगनामा सिताम्बरो महाकविः निर्गन्थाचार्यवर्चस्वनीत-महाव्याधि प्रतिपन्न
निर्गन्थमार्गाभगवन किं क्रियतमिति ब्रवाणो भगवता
परमात्मनागुणगण स्तोत्रं विधयतामित्या दृष्टि भक्तामरोत्यादि" અર્થાત્ શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર મહાકવિ હતા. એક દિગમ્બર આચાર્યએ તેમને રોગમાંથી મુક્ત કર્યા હતા. એથી એમણે દિગમ્બર માર્ગ ગ્રહણ કરી લીધો અને પૂછ્યું : ભગવન્! હવે શું કરું? આચાર્યએ આજ્ઞા કરી. પરમાત્માના ગુણોનું સ્તોત્ર બનાવો. ફળશ્રુતિ રૂપે આદેશાનુસાર ભક્તામર સ્તોત્રની રચના કરી.