________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 231 જ્ઞાનનો ભંડાર છે. તેઓ ત્રણે લોકને જાણનારા હોય છે. તેમના માટે કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેવળજ્ઞાનની સીમાની અંદર આવી જાય છે. તેઓ લોખંડની દીવાલ કે અંધકારમય ગાઢ જંગલની મર્યાદાઓથી પર છે. પ્રભુના અનંતજ્ઞાનનો પ્રકાશ ત્રણે લોકને એકસાથે પ્રકાશિત કરે છે.
કેવળજ્ઞાન એ જ્ઞાનમાં સર્વોપરી છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિએ જીવનની એક અપૂર્વ ઘટના છે. તીર્થકરી જન્મે છે ત્યારે મતિ, કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાનથી યુક્ત હોય છે. જ્યારે તેઓ મહાભિનિષ્ક્રમણ કરીને એટલે કે સંસારનો ત્યાગ કરીને માવજીવ સામાયિક ઉચ્ચરવાપૂર્વક સાધુજીવનનો સ્વીકાર કરે છે ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ નિર્વાણયોગની સાધના કરતાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મનો નાશ થાય છે ત્યારે પાંચમું કેવળજ્ઞાન પ્રગટે છે તેની સાથે કેવળદર્શન પણ હોય છે. આ દર્શનજ્ઞાનથી તેઓ ત્રણ જગતના સર્વ પદાર્થોનું સ્વરૂપ જોઈ-જાણી શકે છે. એટલે સર્વજ્ઞસર્વદર્શીની કોટિમાં આવે છે.
તાત્પર્ય કે કેવળજ્ઞાનરૂપી સર્વજ્ઞતાનો દીપક પ્રકાશિત થતાં આત્માને ત્રણે લોકનું જ્ઞાન અને દર્શન બંને થાય છે.
સામાન્ય દીવો પવનનો જોરદાર સપાટો આવે તો બુઝાઈ જાય છે અને પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવના અંતરમાં જે કેવળજ્ઞાનરૂપી જ્ઞાનદીપક પ્રગટેલો છે તે જુદા જ પ્રકારનો છે. આ દીવો તો પ્રલયકાળના પવનથી પણ બુઝાઈ જતો નથી કે નથી ચલાયમાન થતો. એટલે કે એક વાર કેવળજ્ઞાનરૂપી દીપક પ્રગટ થાય પછી કોઈ પણ સંજોગોમાં તે બુઝાતો નથી, તે નિરંતર પ્રકાશિત રહે છે.
સૂરિજીએ શ્રી જિનેશ્વરદેવને અપૂર્વ દીપક કહ્યા છે. તેના સંદર્ભમાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “જગતના તેલ-ઘીના દીવામાં તો રૂની વાટનું આલંબન જોઈએ, ને તેમાંથી ધુમાડો નીકળે, તેમ ઇન્દ્રિયજ્ઞાનવાળા જીવોમાં તો મોહરૂપી ધુમાડો હોય છે, ને પાંચ ઇન્દ્રિયરૂપી વાટનું આલંબન જોઈએ છે. પરંતુ હે દેવ ! સ્વયંભૂ એવા આપના કેવળજ્ઞાન-દીવડાને કોઈ ઇન્દ્રિયોરૂપ વાટનું આલંબન નથી કે તેમાં રાગ-દ્વેષરૂપી કાલિમા નથી. લૌકિક દીવામાં તો તેલ પૂરવું પડે, પરંતુ આપનો કેવળજ્ઞાન દીવડો તો આત્મામાંથી પ્રગટેલો સ્વયંભૂ છે. તેમાં તેલ પૂરવું પડતું નથી. વળી લૌકિક દીવો તો પવનના ઝકોરા વચ્ચે બુઝાઈ જાય છે, પણ આપનો કેવળજ્ઞાન-દીવડો ગમે તેવા ઉપસર્ગ-પરીષહના પવન વચ્ચે પણ કદી બુઝાતો નથી અને લૌકિક દીવો તો પોતાની મર્યાદાના થોડાક જ રૂપી પદાર્થોને પ્રકાશે છે, જ્યારે આપનો કેવળજ્ઞાન-દીવડો તો એકસાથે ત્રણે લોકના રૂપી-અરૂપી સમસ્ત પદાર્થોને પ્રકાશમાન કરે છે."K
તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું કેવળજ્ઞાન કોઈ પણ પ્રકારના આલંબન વગરનું સ્વયં પ્રકાશિત, તેમજ આત્માનું સ્વભાવજનિત હોવાથી સ્વચ્છ, સ્થિર તેમજ નિશ્ચલ છે.
દીવાથી દીવો પ્રગટે અર્થાતું એક પ્રકાશિત પદાર્થ દીવો એ અન્યપાત્ર પદાર્થને પ્રકાશિત