________________
ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા છે 161 આ પ્રમાણે બંને પંડિતોને શિક્ષા આપી શારદાદેવીએ તે બંને સસરા જમાઈની મિત્રતા કરાવી, પણ એ મિત્રતા અંતરંગથી થઈ નહીં. અનુક્રમે તેઓ બંને ઉજ્જયિની પાછા ફર્યા અને રાજાની પૂર્વવત્ સેવા કરવા લાગ્યા.
એક દિવસ રાત્રિને વિષે બાણ કવિને પોતાની સ્ત્રીની સાથે પ્રણયકલહ થયો. લગભગ સવાર, સુધી ચાલ્યો. તે મટાડવા સારુ ઘણા ઉપાયો કર્યા તો પણ તે સ્ત્રીનો ક્રોધ ઊતર્યો નહીં, આ વખતે મયુરભટ્ટ શરીરચિતાર્થે બહાર નીકળતાં તેમના મકાન પાસેથી પસાર થયા અને પતિ-પત્ની વચ્ચે કંઈક કલહ થઈ રહ્યો છે એવું સાંભળી તેઓ નીચે ઊભા રહ્યા. ત્યાં નીચેના શબ્દો સાંભળવામાં આવ્યા.
હે પતિવ્રતે ! મારો આ અપરાધ ક્ષમા કર. ફરી તને ક્યારેય પણ કોપાયમાન કરીશ નહીં.” એમ કહી તે બાણભટ્ટ પોતાની પત્નીના પગમાં પડ્યા તે વખતે રોષે ભરાયેલી બાણપત્નીએ નુપૂરયુક્ત ચરણ વડે તેના મસ્તક પ્રહાર કર્યો. પાદપ્રહારનો શબ્દ સાંભળી તથા અત્યંત નમ્ર થઈ ગયેલા બાણભટ્ટનું અપમાન થવા થકી દુઃખ પામી મયૂરભટ્ટ ગોખની નીચે જ ઊભા રહ્યા. તે વખતે બાણભટ્ટે પોતાની સ્ત્રીને નવીન કાવ્યશ્લોક કહ્યો –
“गतप्राया रात्रिः कृशतनु ! शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रा वशमुपगतो घूर्णित इव । प्रणामन्तो मानस्त्यजसि न यथा त्वं कथमोह,
યુવપ્રત્યારા હૃદયમાં તે સુયું ! હિતમ્ ||” અર્થાતુ "હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી ! રાત્રી હવે પૂરી થવા આવી છે. ચંદ્રમા ક્રાંતિ વિનાનો થઈ ગયો છે. અને દીપક પણ ઘેનથી નિદ્રાધીન થતો હોય એમ લાગે છે એટલે કે નિસ્તેજ થઈ ગયો છે. માટે તે સ્ત્રી ! હવે તું ક્રોધનો ત્યાગ કર. આ જગતમાં ક્રોધ તો ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી અપરાધી પ્રણામ કરતો નથી. મેં તો તને પ્રણામ કર્યા છે. છતાં માન કેમ મૂકતી નથી ? હે સુભ્ર ! મને લાગે છે કે કઠિન એવા કુચ (સ્તન)ની સાથે રહેવાથી તારું હૃદય પણ કઠિન બની ગયું છે.”
મયૂરભટ્ટ નીચે ઊભા ઊભા આ શ્લોક સાંભળ્યો અને પછી નીચેથી કહ્યું કે, “હે બાણ ! તમે શ્લોક તો ઘણો સુંદર કહ્યો, પણ ચતુર્થ ચરણમાં “સુબ્રુ' શબ્દનો પ્રયોગ કર્યો તે અયોગ્ય છે. કારણ કે વારંવાર વિનવણી કરવા છતાં પોતાનો ક્રોધ છોડે નહિ એવી સ્ત્રીને માટે તો ચડિ એટલે કે કોપાયુક્ત સ્ત્રી' એવો જ શબ્દપ્રયોગ કરવો જોઈએ.”
પિતાના આ શબ્દો સાંભળીને બાણભટ્ટની પત્ની શાંત થઈ ગઈ અને તેને લાગ્યું કે ચોક્કસ મારા પિતાએ મારું ગુપ્ત ચરિત્ર જાણ્યું. પણ આ વસ્તુ તેમના માટે ઠીક નથી. પોતે સતી સ્ત્રી હોવાથી ગોખમાંથી તાંબૂલની પિચકારી તેના માથે ફેંકતા શાપ આપ્યો કે પુત્રીના મર્મને પ્રકાશનારો તું કોઢિયો થજે.'