________________
પદ્યસંખ્યાની સમસ્યા 381 છે એવી માન્યતા બધા જ વિદ્વાનોની નથી અને આ તથ્યપૂર્ણ હકીકત પણ નથી. ઘણાખરા દિગમ્બર વિદ્વાનો પણ આવું નથી માનતા. કલ્યાણમંદિર સ્તોત્રની રચના લગભગ ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થઈ છે. જ્યારે ભક્તામર સ્તોત્ર તેનાથી ઓછામાં ઓછા ૫૦૦ વર્ષ પ્રાચીન રચના છે. આ તથ્યથી એમ સાબિત થાય છે કે જો અનુકરણ થયું છે તો ભક્તામર સ્તોત્રમાંથી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના થઈ છે.
બીજું પ્રતિહાર્યોના વર્ણનમાં કોઈ નિશ્ચિત ક્રમ નથી. કોઈ પણ શ્લોકની રચનામાં છંદ, લય, માત્રા વગેરેની અનુકૂળતા અનુસાર તથા તેની કલાત્મકતા અને રચનાત્મકતાને ધ્યાનમાં લઈને થાય છે. તેવી જ રીતે પ્રતિહાર્યો સંબંધિત કાવ્યોની રચનામાં પણ આ જ રીતે પદ્યની રચના થાય છે. ક્રમ અનુસાર નહીં પરંતુ સુંદર કાવ્યરચનામાં જેમ અનુકૂળતા હોય તેમ પ્રતિહાર્યોનો ક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં એક એક પ્રતિહાર્યોને લઈને જુદાં જુદાં પદ્યોની રચના કરવામાં આવી છે ત્યાં પણ આ પ્રતિહાર્યોના ક્રમમાં સમાનતા જોવા મળતી નથી. પ્રતિહાર્યોના ક્રમ માટે કોઈ નિશ્ચિત ધોરણ જોવા મળતું નથી. દિગમ્બર સાહિત્યમાં પણ કોઈ નિશ્ચિત ધોરણ નથી. દિગમ્બર સ્તોત્ર રચનાઓમાં પણ આ ક્રમ જુદા જુદા હોય છે. તે નીચેના શ્લોકો પરથી જાણી શકાય છે.
दिव्यतः सुरपुष्पवृष्टिः, दुन्दुभिरासनयोजन घोष्टौ ।
आतपवारण चामर युग्मे, यस्य विभाति च मंडलतेजः ।।११।। આ શ્લોક શાંતિજિન સ્તુતિમાંથી લેવામાં આવ્યો છે. આના પર શ્રી પ્રભાચંદ્ર ટીકા લખી છે એટલે આ ૧૧મી સદીથી પૂર્વની રચના હોવી જોઈએ.
देवः श्वेतातपत्रत्रयमरिरुहाशोकभाश्चक्रभाषा ।
पुष्पोधासारसिंहासन पटहरैष्टभिः प्रातिहार्यः ।। આ શ્લોક કવિ ભૂપાલ ચક્રવર્તીના ચતુર્વિશતિકા સ્તોત્ર જે લગભગ ઈ. સ. ૧૦–૧૧મી સદીનું છે.
ઉપર્યુક્ત બંને શ્લોકમાં પ્રતિહાર્યોનો ક્રમ જુદો જુદો જોવા મળે છે. આમ શ્રી સાગરાનંદસૂરિની પ્રતિહાર્યોની ક્રમાનુસારિતાનું તથ્ય પણ તથ્યપૂર્ણ નથી. પરંતુ તેમણે જણાવેલ સ્તોત્રની ૪૪ પદ્યસંખ્યા સંબંધિત તથ્ય યથાયોગ્ય છે. શ્વેતામ્બર વિદ્વાનો તેની સાથે સંમત છે.
આ ચર્ચાના સંદર્ભે શ્રી રમણલાલ શાહ જણાવે છે કે, “ભક્તામર સ્તોત્રમાં કવિએ તીર્થકર પરમાત્માનાં પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરમાં ચાર પ્રતિહાર્યાંનું ચાર શ્લોકમાં વર્ણન છે. ભગવાનનાં પ્રતિહાર્ય આઠ છે. એટલે પ્રતિહાર્યના ચાર નહિ આઠ શ્લોકો હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકોમાં તીર્થકર ભગવાનના બાકીનાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે.
શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રતિહાર્યોનું વર્ણન કરવાનો નથી.