________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર - તંત્ર અને અષ્ટકો 477 લોકો પાપભીરુ થાય તે તંત્ર છે. તંત્રશાસ્ત્રના મર્મજ્ઞાનું પણ કથન એવું જ છે. વિસ્તારપૂર્વક તત્ત્વોને પોતાને આધીન બનાવવા તેમજ પ્રકૃતિ અને પરમાત્માને સ્વાધીન બનાવવાના ભાવને ધ્યાનમાં રાખી દેવતાઓની પૂજા આદિ ઉપકરણો વડે અનુકૂળતા પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર તંત્ર છે.
પ્રભુભક્તિ – તેની આરાધના કરવા માટે જે જે સાધનો ઉપયોગી થાય છે તેને પણ તંત્ર માનવામાં આવે છે.
તંત્રનો સમાન અર્થી શબ્દ આગમ છે. તંત્ર સાહિત્ય આગમગ્રંથોના ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. તંત્ર શબ્દનો પર્યાય આગમ પણ હોય છે જે શિવના મુખથી આવવું, પાર્વતીના મુખમાં જવું તથા વિષ્ણુ વડે અનુમોદન મળવું. એવા ત્રણ ભાવોને “આ-ગ-મ' એવા ત્રણ અક્ષરો દ્વારા સિદ્ધ કરે છે. એ રીતે તંત્રોના પ્રથમ વક્તા શિવ છે તથા સંમતિ આપનાર વિષ્ણુ છે. જ્યારે પાર્વતી તેનું શ્રવણ કરી જીવો ઉપર કૃપા કરી તેનો ઉપદેશ કરે છે. એટલે ભોગ અને મોક્ષના ઉપાયોને બતાવનાર શાસ્ત્ર “તંત્રશાસ્ત્ર' કહેવાય છે. તે સ્પષ્ટ છે.
તંત્રશાસ્ત્રમાં પણ દરેક સાધન-સામગ્રી તેમજ આત્મા, મંત્ર માહિતી શુદ્ધિને આવશ્યક માનવામાં આવી છે. આ શાસ્ત્રમાં ગુરુ, દીક્ષા અને મંત્રની ખાસ આવશ્યકતા દર્શાવવામાં આવી છે. તંત્ર દ્વારા આત્માની આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવી તાંત્રિક સાધના છે. તંત્રમાં તત્ત્વજ્ઞાન અને યોગશાસ્ત્રનું પણ મિશ્રણ વિવિધ રીતે જોવા મળે છે. તંત્રયોગનું મૂળ હક્યોગ કે પ્રાણોપાસનામાં રહેલું છે. આ શાસ્ત્રમાં ચાર પદો સ્વીકારેલ છે: જ્ઞાનપદ, યોગપદ, ક્રિયાપદ અને ચર્ચાપદ. તેવી જ રીતે તંત્રોક્ત આરાધના પણ ચાર પ્રકારે થાય છે : બ્રહ્મભાવ, ધ્યાનભાવ, જાપ અને પૂજા દ્વારા થાય છે.
તંત્રમાં બ્રહ્મ અને શક્તિ એ બંનેને સ્વીકાર કરવામાં આવ્યો છે.
મનુષ્યની પ્રકૃતિનું ક્રમે ક્રમે બ્રહ્મની શક્તિમાં રૂપાંતર કરવું એ તંત્રનો સિદ્ધાંત છે અને તંત્ર માર્ગમાં પ્રકૃતિના અમુક કરણનું જ નહિ પરંતુ સમગ્ર પ્રકૃતિનું જ રૂપાંતર કરવામાં આવે છે. તંત્રમાર્ગની સાધનામાં હઠયોગની કઠિન ક્રિયાઓનો સમાવેશ થાય છે અને તેમાં પણ મૂલાધારમાં રહેલી કુંડલિની શક્તિને જાગ્રત કરી બ્રહ્મરંધ્રમાં લઈ જઈ ત્યાં રહેલા ચૈતન્ય જોડે એક થતાં ષડુચક્રનું સૂક્ષ્મ પ્રાણાયામ કોષોમાં આવી રહેલાં છ ચક્રોનું ભેદન કરવામાં આવે છે.
મંત્ર, યંત્ર અને તંત્ર એકબીજા સાથે જોડાયેલાં છે. મંત્ર પર યંત્ર આધારિત હોય છે અને એ યંત્ર પર કરવાની વિધિ એ તંત્ર છે. ડૉ. રવીન્દ્રકુમાર જૈનના જણાવ્યા પ્રમાણે, ““મંત્ર કંઈક વિશિષ્ટ પરમ પ્રભાવી શબ્દોનિર્મિત વાક્ય છે. કોઈ કોઈ વાર તે માત્ર શબ્દરૂપ પણ હોય છે.
યંત્ર તે એવું પાત્ર (ધાતુનિર્મિત, પત્ર અથવા કાગળ) છે, જેમાં સિદ્ધ મંત્ર તંકિત, અંકિત અથવા વેષ્ટિત રહે છે. એ એક સાધન છે.
‘તંત્રનો અર્થ છે વિસ્તાર કરનાર અર્થાત્ મંત્રની શક્તિને રાસાયણિક પ્રક્રિયા જેવો વિસ્તાર અને ચમત્કાર આપનાર.