________________
92
|| ભક્તામર તુર્થ્ય નમઃ |
દિવસ દેવો વંદના ક૨વા આવે છે. અષ્ટાનિકા મનાવવામાં આવે છે. આજે પણ આ પરંપરા ચાલુ જ છે.
શાંતિ ભક્તિમાં શાંતિની વાત છે. બધાને જ શાંતિ જોઈએ છે. બધા જ હૃદયપૂર્વક તેને મેળવવાની અભિલાષા કરે છે. જૈનોએ પોતાનું આ હૃદય શાંતિ ભક્તિના રૂપમાં પ્રગટ કર્યું છે. શાંતિભક્તિ શાંતરસની જ ભક્તિ છે. ચોવીશ તીર્થંક૨ શાંતિ રસનાં પ્રતીક માનવામાં આવે છે પરંતુ તેમાં પણ સોળમા શાંતિનાથ ભગવાનની શાંતિ ભક્તિ કરવામાં આવે છે.
‘ચૈત્ય’ શબ્દ પ્રાચીનતમ છે. જૈન આચાર્યોએ તેનો વૃક્ષ, પ્રતિમા, આત્મા, મંદિર વગેરેના અર્થમાં પ્રયોગ કર્યો છે. ભગવાનના સમવસરણમાં ચૈત્ય-વૃક્ષોને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. તેની આરાધના આ ચૈત્ય ભક્તિમાં કરવામાં આવી છે.
જૈન સાહિત્યમાં જિન-ભક્તિના મહાન મહર્ષિઓએ તેના ગુણગાન ગાયા છે. પ્રાચીનકાળથી આ પરંપરા ચાલી આવી છે. અર્થાત્ આચાર્ય કુંદકુંદે, અષ્ટપાહુડ, સમયસાર પ્રવચનસાર આદિમાં; આચાર્ય પૂજ્યપાદે દશભક્ત્યાદિસંગ્રહમાં દસેય પ્રકારની ભક્તિ વર્ણવી છે અને અનુરાગને ભક્તિ કહી છે. સ્વામી સમન્તભદ્રે સમીચીન ધર્મશાસ્ત્ર, સ્તુતિવિદ્યા, સ્વયંભૂ સ્તોત્રમાં ભક્તિનું મૂળતત્ત્વ સમજાવ્યું છે. ભટ્ટ અકલંક એક પ્રસિદ્ધ દાર્શનિક હતા. એમણે વિશુદ્ધ ભક્તિની વાત કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ભક્ત૫૨ક હૃદયથી અર્હન્ત-સ્તોત્ર, મહાવીર સ્તોત્ર આદિની રચના કરી છે.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, લોકભાષા આદિમાં ભક્તિસભર સ્તોત્રોની રચના થયેલી છે. એમ કહી શકાય કે આવાં ભક્તિભાવપૂર્વકનાં સ્તોત્રો ભૂતકાળમાં રચાતાં હતાં, વર્તમાનમાં પણ રચાય છે. અને જ્યાં સુધી જૈનશાસન જયવંતુ રહેશે ત્યાં સુધી ભવિષ્યમાં પણ રચાતાં રહેશે.
પાદટીપ
૧.
ર.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
‘અભિધાન-રાજેન્દ્રકોશ', ભાગ-૫, પૃ. ૧૩૬૫
‘સ્વયંભૂ સ્તોત્ર’, આચાર્ય સમન્તભદ્ર, સં. પંડિત જુગલકિશોર મુખ્તાર, ૧૨/૩, પૃ. ૪૨
‘વસુનંદિ શ્રાવકાચાર', આચાર્ય વસુનંદિ, સં. પં. હીરાલાલ, પૃ. ૭૭, ૪૦મી ગાથા ‘દશભક્ત્યાદિસંગ્રહ સિદ્ધભક્તિ-સમાધિ ભક્તિ', આચાર્ય પૂજ્યપાદ, પૃ. ૧૧૨
‘દશભક્ત્યાદિસંગ્રહ સિદ્ધભક્તિ–સમાધિ ભક્તિ', આચાર્ય પૂજ્યપાદ, પૃ. ૧૮૫, શ્લોક ૮
*Some Jaina Canonical Sutras', Bimal Churan, XXXIII, P. 148
‘તિલોયપણતિ આચાર્ય યતિ વૃષભે' ભાગ-૧, સંકલન ડૉ. એ. એન. ઉપાધ્યે અને ડૉ. હીરાલાલ
જૈન, ૧/૯
'ધનંજયનામમાલા', કવિ ધનંજય અમરકીર્તિના ભાસ્ય સહિત, સં. શંભુનાથ ત્રિપાઠી, શ્લોક ૧૯૮