________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 265 પ્રસિદ્ધ દેવોનાં છે તેમાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. જુદા જુદા પ્રવર્તકોમાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનું પ્રતિબિંબ નિહાળ્યું છે.
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકની પ્રથમ પંક્તિમાં ભગવાનને બુદ્ધ કહ્યા છે. જેઓ જ્ઞાનને સંપૂર્ણપણે વિકાસ કરી ચૂક્યા છે તે બુદ્ધ કહેવાય. વિબુદ્ધ દ્વારા પૂજાયેલા હોવાને કારણે આપ બુદ્ધ છો. વિબુધાચિત એટલે દેવો દ્વારા પૂજાયેલા એવો પણ અર્થ થઈ શકે છે અને વિદ્વાનો અને ગણધરો દ્વારા પૂજાયેલા એવો અર્થ પણ થઈ શકે છે. પ્રસ્તુત સંદર્ભમાં ગણધરનો અર્થ ઇષ્ટ છે. મહાન ગણધરો દ્વારા પૂજાયેલા છે. આપની બુદ્ધિનો બોધવિકાસ થઈ જાય ત્યારે ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. જ્યાં માત્ર જ્ઞાન છે ત્યાં અભીક્ષણ જ્ઞાનોપયોગ છે. છબસ્થ અને કેવલીમાં એ જ તો તફાવત છે ! છદ્મસ્થનું જ્ઞાન ઉપયોગ-સાપેક્ષ હોય છે અને કેવલીનું જ્ઞાન ઉપયોગનિરપેક્ષ હોય છે. પ્રતિક્ષણ જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. આપમાં જ્ઞાનનો બોધ સદા પ્રગટ રહે છે. તેથી આપ બુદ્ધ છો. જેનામાં બુદ્ધિનો પ્રકાશ નિરંતર રહેતો હોય, જ્ઞાનનો સૂર્ય ક્યારેય અસ્ત પામતો ન હોય, ક્યારેય કોઈ વાદળ આડે આવતું ન હોય એ જ બુદ્ધ હોય છે.
અર્થાત્ હે પ્રભુ! આદિનાથ ભગવાન ! આપ જ સાચા બુદ્ધ છો. વિબુધોથી એટલે કે ગણધર અને દેવો અને દેવેન્દ્રો જેવાં ઉત્તમ રત્નોથી પૂજાય છે જેઓ, અને એ સર્વને પ્રભુએ જ બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે તેઓ, બુદ્ધ છે. પ્રભુ પણ આવા જ છે. બુદ્ધ એટલે જેમણે આત્માના નિજ સ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટ કર્યું છે તેવા. શ્રી જિનેશ્વરપ્રભુને બુદ્ધ તરીકે સૂરિજીએ બિરદાવ્યા છે.
જગતના સ્વરૂપને એટલે કે તેમાં રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ તેમજ પર્યાયસ્વભાવને જાણનારા, જ્ઞાનનો ઉપદેશ આપનારા હોવાથી તેમજ દેવો અને ગણધર આદિ વિબુધો વડે પૂજાયેલ હોવાથી આપ જ “બુદ્ધ' છો. એટલે કે શ્રી ઋષભદેવ! આપ જ બુદ્ધ ભગવાન છો. સૂરિજીએ જે બુદ્ધિ શબ્દ પ્રયોજ્યો છે તે જ્ઞાનનું જ બીજું નામ છે.
બીજી પંક્તિમાં સૂરિજીએ શ્રી જિનેશ્વરદેવ આદિનાથને શંકર' કહ્યા છે. શંકર એટલે સુખ કરનાર. શ્રી જિનેશ્વરપ્રભુ તો ત્રણેય લોકને સુખકર છે. તેથી તમે જ શંકર છો. ત્રણે ભુવનનું શંકર કરવાના કારણે તમે શંકર છો. શંકર શબ્દનો અર્થ છે શમ્ કરવાના કારણે આપ શંકર છો. શમૂનો અર્થ થાય છે કલ્યાણ, મંગળ, સુખ, શાંતિ, પ્રસન્નતા, આનંદ પરમાત્મા સઘળું કરનારા હોવાથી શંકર છે.
શમૂનો બીજો અર્થ શમન કરવું છે. શમન કરવું, સમાપ્ત કરવું. પરમાત્મા કોનું શમન કરે છે ? તો કહે છે, સંસારના સઘળા અમંગળનું! શંકરના સંબંધમાં કહેવાય છે કે સમુદ્રનું જ્યારે મંથન થયું હતું ત્યારે એમાંથી ઝેર અને અમૃત બંને નીકળ્યાં હતાં. તેઓ ઝેર તો સંપૂર્ણ સ્વયં