________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 107 સમભાવ, સ્યાદ્વાદને ધર્મ સાથે વણી લઈને જૈન ધર્મના તત્ત્વો અને સંસ્કારો પ્રજામાં વ્યાપક બને તે માટે તેમણે સ્તોત્રોનું માધ્યમ સ્વીકાર્યું હતું.
આચાર્ય હેમચંદ્રસૂરિએ વીતરાગ સ્તોત્ર', ‘સકલાઈતું સ્તોત્ર', મહાદેવ સ્તોત્ર'. અનન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા’ અને ‘અયોગવિચ્છેદ કાત્રિશિકાની રચના કરી છે.
તેઓએ મહાદેવ સ્તોત્ર'માં કુલ ૪૪ શ્લોકમાં મહાદેવના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. કુમારપાળે જ્યારે તેઓને શિવની સ્તુતિ કરવાનું જણાવ્યું ત્યારે તેમણે મહાદેવ સ્તોત્રની રચના કરી અને જૈન ધર્મની દૃષ્ટિએ વાસ્તવિક પરમાત્મા કોણ કહેવાય એની સુંદર સચોટ રજૂઆત કરી છે.
“ભવબીજાંકુર જનના રાગાદય: ક્ષયમુપગતા યસ્ય |
બ્રહ્મા વા વિષ્ણુ વા હરોઃ જિનો વા નમસ્તસ્ય ||" અર્થાત્ “મહાદેવ કોણ કહેવાય એના માટેના ગુણો બતાવી, તેવા ગુણોવાળા એટલે કે જેવા ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનાર, રાગાદિ દોષો શમી ગયા હોય તેવા જો કોઈ દેવ હોય, પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય તેને મારા નમસ્કાર છે.”
આવી વિલક્ષણતાપૂર્વકની રજૂઆત દ્વારા જાણે કે જૈન ધર્મ અને હિન્દુ ધર્મનો સમન્વય કર્યો છે.
આચાર્ય હેમચંદ્રસુરિકત વીતરાગ સ્તોત્ર એક દાર્શનિક સ્તોત્ર છે. આ સ્તોત્ર ૨૦ પ્રકાશોમાં વિભાજિત થયેલું છે. દરેક વિભાગોમાં ૮થી ૯ શ્લોકો છે. જેમાં પરમાત્માનાં ગુણો, લક્ષણો, સ્વરૂપ, પ્રતિહાર્યો, રૂપ-સૌંદર્ય, વૈરાગ્ય, પ્રભુના અલૌકિક ગુણ વગેરેનું તાત્ત્વિકતાપૂર્વક અને સ્તુત્યાત્મક શૈલીમાં સવિસ્તાર પ્રતિપાદન કર્યું છે. શ્રી જિનેશ્વરદેવનાં તીર્થકર સ્વરૂપો-ગુણોને વર્ણવતો એક દૃષ્ટાંતસ્વરૂપ શ્લોક આ પ્રમાણે છે :
“અસગ્ગસ્થ અને સસ્ય નિમમિસ્ય કૃપાત્મનઃ
મધ્યસ્થસ્ય જગત્માતુરનડ કસ્તેમિ કિંકર I/૧૩૬/l'' અર્થાતુ “વિષયસંગરહિત, સર્વોત્તમ, મમ સ્વરહિત, કૃપાળુ, મધ્યસ્થ, જગતરક્ષક અને નિષ્કલંક એવા તમે, તમારો હું કિંકર (દાસ) છું.”
આચાર્ય હેમચંદ્રસૂરિ એ વર્ધમાનની સ્તુતિ માટે અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકા અને અયોગવિચ્છેદ દ્વાáિશિકા' નામની ૩૨ શ્લોકી સ્તુતિઓ દ્વારા જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંતો જેવા કે સ્યાદ્વાદ, નયપ્રમાણ, સપ્તભંગી ઇત્યાદિ પર અતિ ગંભીર અને સૂક્ષ્મ વિચારોને પ્રાસાદિક કાવ્યવાણીમાં ઉતાર્યા છે. સમર્થ આગમધર મલયગિરિએ પોતાની આવશ્યક સૂત્રની ટીકામાં ‘માર વરસ્તુતિ; રવ:' એમ કહીને અનન્યયોગવ્યવસ્કેન ધાર્નિંશિકા'નું ઉદાહરણ આપ્યું છે. આ ઉપરથી પ્રસ્તુત સ્તુતિ કેટલી ગૌરવવંતી અને અર્થગંભીર છે તે સમજી શકાય છે. શ્લોક ૪થી ૧૨માં મીમાંસકો વગેરેના સિદ્ધાંતો રજૂ કર્યા છે. મીમાંસકો વૈદિક હિંસાને ધર્મ માને છે. પરંતુ હેમચંદ્ર