________________
પ્રભાવક કથાઓ × 437 ભોજનમાં વિષ ખવરાવી દીધું. પરિણામે તેનું શરીર વ્યાધિગ્રસ્ત બન્યું. જલોદર નામનો મહારોગ લાગુ પડ્યો. રાજકુમારને તપાસ કરતાં જાણવા મળ્યું કે સાવકી માના કારણે પોતાની આવી દુર્દશા થઈ છે. હવે જો અહીં રહીશ તો જરૂરથી મરણ પામીશ.
તેથી તે એક દિવસ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાંથી ફરતાં ફરતાં હસ્તિનાપુર આવ્યો અને ત્યાં એક સ્થાને શાંતિથી રહેવા લાગ્યો.
આ સમયે હસ્તિનાપુરમાં માનગિરિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને કલાવતી નામની એક રૂપવતી-ગુણવતી પુત્રી હતી જે જૈન ધર્મી હતી. સાધ્વીજી પાસે તેણે ભક્તામર સ્તોત્રનું મહાત્મ્ય જાણીને એ સ્તોત્ર કંઠસ્થ કરી લીધું હતું તેમજ તેનો નિત્ય પાઠ કરતી હતી.
એક વખત કલાવતી પિતાની સાથે રાજસભામાં બેઠી હતી. ત્યારે રાજાએ હસતાં હસતાં પૂછ્યું કે, ‘હે પુત્રી ! તારું સુખ અમારા હાથમાં કે કર્મના હાથમાં ?”
કલાવતીએ કહ્યું કે, ‘પિતાજી ! કર્મના હાથમાં.' આ જવાબ સાંભળી રાજા અત્યંત ક્રોધાયમાન થયો અને સુભટોને આદેશ આપ્યો કે “આ નગરમાં જે સહુથી વધારે ગરીબ અને રોગિષ્ઠ હોય
તેને અહીં પકડી લાવો.'
રાજાની આજ્ઞા થતાં સુભટો નગરમાં ફરીને જેના હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી છે એવા રાજહંસને પકડી રાજસભામાં રાજા પાસે લાવ્યાં. કલાવતીને રાજહંસ સાથે પરણાવી દીધી અને બંને જ્હાને નગરનો ત્યાગ કરવાનો હુકમ આપ્યો.
રસ્તે જતાં પાંદડાંની પથારી પર રાત્રિ પસાર કરી સવારે તેઓ આગળ ચાલ્યાં. મધ્યાહ્ન સમયે વડના ઝાડ નીચે મુકામ કર્યો. કલાવતીએ પવિત્ર થઈને પતિનો રોગ મટાડવા માટે ભક્તામર સ્તોત્રના ૪૧મા શ્લોકનું સ્મરણ કરવા માંડ્યું. થોડી વાર સ્મરણ ચાલ્યું કે પોતાના પતિની નાભિમાંથી એક સર્પનું મુખ નીકળેલું જોયું. વળી નજીકમાં એક રાફડો હતો તેમાંથી બીજા સર્પનું મુખ નીકળેલું જોયું. આ બંને સર્પો ચક્રેશ્વરી દેવીના અધિષ્ઠિતપણાથી એકબીજાનો મર્મ સામસામે કહેવા લાગ્યાં.
રાફડાવાળો સર્પ કહેવા લાગ્યો, સત્પુરુષના રૂપનો નાશ કરનાર હે દુષ્ટ ! જો કોઈ બહુ જ ખાટી છાશમાં રાઈ નાખીને આ પુરુષને પાઈ દે તો તને ખબર પડે. તારે એનું પેટ છોડ્યે જ છૂટકો.'
એટલે નાભિમાંથી નીકળેલો સર્પ કહેવા લાગ્યો કે, “અરે અધમ ! તું દરિદ્રતાનો કાકો છે, કે જે ધનના ઢગલા પર બધો વખત પડ્યો રહે છે. જો કોઈ તેલ ઉકાળીને તારા રાફડા પર નાખે તો તને ખબર પડે ! પછી તારે એ દર છોડ્યે જ છૂટકો.'
આ દશ્ય જોઈને તથા સાંભળીને કલાવતી સમજી ગઈ કે આ ચમત્કાર ચક્રેશ્વરી દેવીનો છે. પ્રથમ તેણે ગામમાંથી ખાટી છાશ લાવી તેમાં રાઈ મેળવીને રાજહંસને પાઈ કે તરત જ તેના