________________
'ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર– તંત્ર અને અષ્ટકો જ 495
વિશેષ
(૨૦) ૩૪મા શ્લોકનો જાપ કરતાં હાથીનો ભય દૂર થાય છે. (૨૧) ૩૫મા શ્લોકનો જાપ કરતાં સિંહનો ભય દૂર થાય છે. (૨૨) ૩૬મા શ્લોકનો જાપ કરતાં દાવાનલ શમી જાય છે. અગ્નિભય દૂર થાય છે. (૨૩) ૩૭મા શ્લોકનો જાપ કરતાં સર્પનો ભય દૂર થાય છે.
(૨૪) ૩૮ અને ૩૯મા શ્લોકનો જાપ કરતાં રણભય દૂર થાય છે અને ભયંકર યુદ્ધમાં પણ વિજય પ્રાપ્ત થાય છે.
(૨૫) ૪૦મા શ્લોકનો જાપ કરતાં સમુદ્રનું તોફાન શમે છે અને જલભય દૂર થાય છે.
(ર૬) ૪૧મા શ્લોકનો જાપ કરતાં બધાં બંધનો છૂટી જાય છે અને બંદીખાના(જેલ)માંથી છુટકારો થાય છે.
આ રીતે ૩૪મા શ્લોકથી ૪રમા શ્લોકના પદ્યનું સ્મરણ જ કાર્ય સિદ્ધ કરનારું હોઈ અહીં તેની પૂર્તિ રૂપે કોઈ મંત્ર આપેલ નથી.
ભક્તામર સ્તોત્રના શ્લોકોની સાથે અમુક મંત્રનો જાપ કરવાથી તેનું પરિણામ શીધ્ર અને સચોટ આવે છે. તેવા મંત્રો શ્રી ગુણાકરસૂરિએ વૃદ્ધ સંપ્રદાય તરીકે આ સ્તોત્રની વૃત્તિમાં જણાવ્યા છે. તેની શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઉપર્યુક્ત રજૂઆત કરી છે. આમાં તેમણે અષ્ટભયમાંથી સાત ભયના શ્લોકો જ જણાવ્યા છે. આઠમો ભય જલોદર રોગ કે કોઈ પણ પ્રકારના રોગ મટે જે ૪૧મા શ્લોકને જાણવામાં આવ્યો છે. તેને સ્થાને તેમણે ૪૧મા શ્લોકમાં કોઈ પણ ભય માટે ગણવાનું જણાવ્યું નથી. તેમના પુસ્તક “ભક્તામર રહસ્યની પ્રથમ અને દ્વિતીય બંને આવૃત્તિમાં આ જ પ્રમાણેની વિગત પ્રાપ્ત થાય છે. તેથી કદાચ એ પ્રિન્ટિગ ભૂલ ના પણ હોઈ શકે. (પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૭૧ પાના નં. ૩૫૧ અને તૃતીય આવૃત્તિ ૧૯૮૩માં પાના નં. ૪૨૧ બહાર પાડવામાં આવી છે.)
શ્રી સારાભાઈ નવાબે ૨૮ પ્રભાવક કથા સાથે ૨૮ મંત્રો જણાવેલ છે જ્યારે શ્રી ધીરજલાલ ટોકરશી શાહે તે પ્રમાણે મંત્રો જણાવેલ નથી. તેમણે ૧૯ મંત્રો અને સાત ભયના સાત શ્લોક મંત્ર રૂપે જણાવ્યા છે. આમ મિત્રોની સંખ્યા ૨૭ થાય છે. (પ્રથમ મંત્ર બે વાર જણાવાયો છે. તેથી સંખ્યા ૨૭ થાય છે.) સારાભાઈ નવાબે જે શ્લોકસંબંધી મંત્ર જણાવ્યો છે તે શ્રી શાહે જણાવેલ નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો ૪૧મા શ્લોક માટે શ્રી નવાબે જણાવેલ મંત્ર શ્રી શાહે જણાવેલ નથી. તે ઉપરાંત પૂર્વ પાઠ શ્રી નવાબ જણાવે છે જ્યારે શ્રી શાહ આ પાઠને અયોગ્ય જણાવી તે મૂળ મંત્રનો પાઠ નથી તેમ જણાવી તેના સ્થાને ૐ હૂ પાઠ બોલવા જણાવે છે. શ્રી નવાબે અષ્ટભયમાં દરેક શ્લોક ઉપરાંત દરેકનો એક એક મંત્રા—ાય આપ્યો છે. જ્યારે શ્રી શાહે તેમ કરેલ નથી.