________________
102 | ભક્તામર સુભ્ય નમઃ |
ગમ્યો ન જાતું મરુતાં ચલિતાચલાનાં દીપોડપરસ્તવમસિ નાથ ! જગતપ્રકાશઃ |"
(ભક્તામર સ્તોત્ર - ૧૬) અર્થાતુ “હે નાથ ! તમે ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનાર અપૂર્વ દીપક છો, કે જેમાં ધુમાડો નથી. દિવેટ નથી, તેલ નથી, તેમજ પહાડને ડોલાવનાર વાવાઝોડાથી પણ આપનો જ્ઞાનરૂપી દીપક બુઝાતો નથી.”
શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણ માત્રથી આઠ પ્રકારના ભયોનો ભય દૂર થાય છે. આઠ પદ્યના નિચોડરૂપ ૪૩મા શ્લોકમાં જણાવે છે કે :
મત્તઢિપેન્દ્ર-મૃગરાજ-દવાનલા-હિ, સંગ્રામવારિધિમહોદરબન્ધનોત્થમ્ | તસ્યાશુ નાશકુપયાતિ ભય ભિયેવ, પસ્તાવકે સ્તવમિમ મતિમાનધીતે ||'
(ભક્તામર સ્તોત્ર - ૪૩) અર્થાત્ “હે ભગવાન! જેઓ તમારા આ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે, તેનો (૧) મદોન્મત્ત હાથી, (૨) સિંહ, (૩) દાવાનલ, (૪) સર્પ. (૫) સંગ્રામ, () સાગર, (૭) જલોદર તથા (૮) બંધનથી ઉત્પન્ન થયેલો ભય પોતે ભય પામીને શીધ્ર નાશ પામે છે.”
શ્રી જિનેશ્વરદેવના રૂ૫-નામ-ગુણ અને તેના અદ્ભુત મહિમાના વર્ણનની કલ્પનાશક્તિનાં દર્શને આવા સ્તોત્રનાં માર્મિક પદોમાંથી જ થાય છે. તે જોઈને ડૉ. કીથને પણ કહેવું પડ્યું કે માનતુંગ કોઈ નિગણ્ય કવિ નથી, પરંતુ કાવ્યશૈલીની બારીકીના આચાર્ય છે.
શ્રી મણિભાઈ પ્રજાપતિ કલ્યાણ મંદિર અને ભક્તામર સ્તોત્રની તુલના કરતાં જણાવે છે કે, સિદ્ધસેનના કલ્યાણ મંદિર અને માનતુંગના “ભક્તામરમાં અનેક સમાનતાઓ છે. બંનેમાં વસંતતિલકાના ૪૮ શ્લોકો છે. બંનેમાં અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્રત્રય, દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ વગેરે પ્રતિહાર્યોનું વર્ણન છે. અન્ય દેવો કરતાં જિનેશ્વરની ઉત્કૃષ્ટતા પ્રભુગુણવર્ણનની આસક્તિ વગેરેનું નિરૂપણ બંનેમાં લગભગ સરખું છે.”
સિદ્ધસેન દિવાકર અને માનતુંગસૂરિ બંનેમાં પોતાનું બાળક જેવા, બાળક જેવી ચેષ્ટા કરવાવાળા અલ્પબુદ્ધિવાળા, જિનેશ્વરદેવના ગુણોનું વર્ણન કરવાને અસમર્થ, લઘુતા દર્શાવનાર, પ્રભુને ભયોના ભયને નસાડનાર જેવી અન્ય અનેક સમાનતાઓ રહેલી છે.
(૯) નંદિષેણ : લગભગ ઈ. સ.ની ૯મી સદીમાં નંદિષણ મુનિ થઈ ગયા. તેમણે “અજિતશાંતિસ્તોત્રની રચના કરી હતી. અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન બંનેની સાથે સ્તુતિ કરી છે. આ સ્તોત્રમાં તેમણે વિવિધ છંદો, અલંકારો, ઉપમાઓનો ઉપયોગ કર્યો છે.