________________
જિનભક્તિ ઃ
63
૨. સ્તુતિ-સ્તોત્ર :
જૈન ભક્તિનું બીજું અંગ સ્તુતિ-સ્તોત્ર છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોની પ્રશંસા કરવી તે પણ સ્તુતિ છે. અરિહંતદેવ તો અનંત ગુણોના ભંડાર છે. તેમનામાં રહેલા ગુણોનું વર્ણન કરી તેના મહિમાનું ગાન કરવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ હોતી નથી. અર્થાત્ તેમનામાં ન હોય તેવા ગુણોનું તેમાં આરોપણ કરવામાં નથી આવતું. પ્રભુ તો અનંત ગુણોનો ભંડાર છે. તેમાંથી એકાદ ગુણનું વર્ણન કરવું પણ અશક્ય છે તો પછી અતિશયોક્તિ કેવી રીતે થાય ? છતાં ભક્ત પોતાની લઘુતા બતાવી પ્રભુના ગુણોની પ્રશંસા કરે તે જ સ્તુતિ છે.
જિનેશ્વરદેવ એ તો વીતરાગી છે. એ કોઈની પાસેથી કંઈ લેતા પણ નથી અને કોઈને કંઈ દેતા પણ નથી. પરંતુ તેમના નામસ્મરણ માત્રથી બંધાતું પુણ્ય ચક્રવર્તીપણાથી લઈને મોક્ષનું શાશ્વત સુખ આપવા માટે પણ સમર્થ છે. અર્થાત્ પ્રભુના સાન્નિધ્યમાં એવી પ્રે૨ક શક્તિ છે જેનાથી ભક્ત સ્વયં બધુ જ પ્રાપ્ત કરી લે છે. સ્તુતિને જ સ્તોત્ર કહેવનામાં આવે છે.
પૂજા અને સ્તોત્ર બંનેમાં શૈલીગત તફાવત રહેલો છે. ભાવની દૃષ્ટિએ બંને સમાન છે. તેથી તેનાથી મળતું ફળ પણ સરખું હોવું જોઈએ. પરંતુ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, ‘પૂનાોટિસમં સ્તોત્ર’ અર્થાત્ એક કરોડ વખત પૂજા કરવાથી જે ફળ મળે છે, તે ફળ માત્ર એક જ વાર સ્તોત્રપાઠ કરવાથી મળે છે. અહીં પૂજા એટલે દ્રવ્ય-પૂજાના અર્થમાં છે. કારણ કે સ્તોત્રનો સમાવેશ ભાવપૂજામાં થયેલો છે. પૂજા કરતી વખતે સાધકનું ધ્યાન પૂજાની સાધન-સામગ્રી ઇત્યાદિ પર રહે છે. જ્યારે સ્તોત્રપાઠ કરતા ભક્તનું ધ્યાન એકમાત્ર સ્તુત્યના વિશિષ્ટ ગુણો પર કેન્દ્રિત થયેલું હોય છે. તેથી તલ્લીનતાપૂર્વક એકાગ્ર ચિત્તે પ્રભુના એક એક ગુણોનું વર્ણન મધુર, મૌલિક, મનોહારી અને ચિત્તાકર્ષક શબ્દો વડે ક૨વામાં મગ્ન હોય છે. તેથી તેનું ફળ પણ અધિક ગણાયું છે.
જૈન સ્તોત્ર સાહિત્યમાં પ્રાચીન કાળથી અનેક પ્રકારનાં સ્તોત્રોની રચના થઈ છે. આ સ્તોત્રો પ્રાકૃત, સંસ્કૃત, અર્ધમાગધી, અપભ્રંશ ભાષાઓમાં મુખ્યત્વે રચાયેલાં છે.
પ્રાકૃત ભાષામાં રચાયેલાં સ્તોત્રમાં ગૌતમ ગણધરની રચના જયતિહુઅણ સ્તોત્ર' સૌથી પ્રાચીન રચના છે. આચાર્ય કુંદકુંદની રચના લોગસ્સસૂત્ર’, માનતુંગસૂરિનું ભયહર(નમિઊણ) સ્તોત્ર', ભદ્રબાહુ સ્વામીનું ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' આદિ અનેક પ્રાકૃત રચનાઓનો સમાવેશ થાય છે.
સંસ્કૃત ભાષામાં અનેક સ્તુતિ-સ્તોત્રની રચનાઓ થયેલી છે. જેમાં આચાર્ય સમન્તભદ્રે ‘સ્તુતિવિઘા’ અને ‘સ્વયંભૂસ્તોત્ર'ની રચના કરી, આચાર્ય પૂજ્યપાદે ‘દશભક્તિ’ની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. માનતુંગસૂરિનું ‘ભક્તામર સ્તોત્ર’, સિદ્ધસેન દિવાકરનું ‘કલ્યાણમંદિર સ્તોત્ર’, બપ્પભટ્ટસૂરિનું ‘સરસ્વતી સ્તોત્ર' અને ‘ચતુર્વિંશતિ જિનસ્તુતિ’, વાદિરાન્સૂરિએ ‘જ્ઞાનલોચનસ્તોત્ર’, ‘ભાવસ્તોત્ર' આદિ; કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તોત્ર, મહાદેવ