________________
404 - I ભક્તામર તુલ્ય નમઃ | છે ત્યારે જે શ્લોકોની રચના થાય છે તેમાં જુદા જુદા અલંકારો જુદી જુદી રીતે શ્લોકોમાં વહી નીકળે છે.
શ્રી ડૉ. જ્યોતિ પ્રસાદ જેન આ સ્તોત્રની ગુણવત્તાનું વિહંગાવલોકન કરતાં જણાવે છે કે, “આ મનોમુગ્ધકારી સ્તોત્રરત્નમાં પરિષ્કૃત અને સહજગમ્ય ભાષાપ્રયોગ, સાહિત્યિક સુષમા, રચનાની ચારતા, નિર્દોષ કાવ્યકલા, ઉપર્યુક્ત શબ્દાલંકારો અને અર્થાલંકારોની રચના દર્શનીય છે. માનતુંગે
ક્લાસિકલ સંસ્કૃત કાવ્યની અલંકૃત શૈલીમાં રચના કરી છે તથા એમણે સ્વયંને એવી કલ્પનાની કાલ્પનિકતાઓ અને શાબ્દિક પ્રયોગોથી બચાવ્યા છે જેમાં કાવ્યરસ અલંકારોની જાળમાં ઢંકાઈ જાય છે.”
ભક્તામર સ્તોત્રની સંરચનામાં પ્રયુક્ત અલંકારોથી સંબંધિત વિચાર શ્રી જ્યોતિ પ્રસાદ જૈન પૂર્વે શ્રી હીરાલાલ કાપડિયાએ “ભક્તામર-કલ્યાણમંદિર-નમિ9ણ સ્તોત્ર યુગલમ્માં પોતાની ગુજરાતી પ્રસ્તાવનામાં સ્તોત્ર યુગલનું તુલનાત્મક પર્યાવલોચન' વિભાગમાં રજૂ કર્યા છે. આ વિભાગમાં કલ્યાણ મંદિર સ્તોત્રના દરેક શ્લોકની સાથે ભક્તામર સ્તોત્રના શ્લોકની તુલના કરતાં બંને સ્તોત્રોના આલંકારિક દૃષ્ટિકોણ પર પર્યાપ્ત વિચાર કરવામાં આવ્યો છે. કાલિદાસના કુમારસંભવ, અભિજ્ઞાન શાકુંતલ, રઘુવંશ અને માલવિકાગ્નિમિત્રના પદ્ય અને ભર્તુહરિકૃત નીતિશતક, પુષ્પદંતકૃત શિવમહિમ્ન સ્તોત્ર, માઘનું શિશુપાલવધ અને અમરુશતક આદિ સંસ્કૃત સાહિત્યની સુપ્રસિદ્ધ રચનાઓના સમાનાલંકૃત પદ્યની સાથે તેઓએ આ સ્તોત્રનાં પદ્યોની તુલના પણ રજૂ કરી છે. એ સિવાય સ્તોત્રનાં પદલાલિત્ય, પદમાધુર્ય, અનુપ્રાસની રમ્યતા, કલ્પના અને ચમત્કૃતિની સાથે સાથે ત્યાં પ્રયોજવામાં આવેલા અલંકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉદાહરણ તરીકે પ્રતિવસ્તુપમાં અનુમાન, વ્યતિરેક, નિંદાસ્તુતિ, કાલિંગ, દૃષ્ટાંત, શબ્દાનુપ્રાસ આદિ પ્રકારના અલંકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભક્તામર સ્તોત્રનો અલંકારપક્ષ સબળ છે. કવિએ અલંકારોને જબરદસ્તી ઘુસાડ્યા નથી પરંતુ સ્વાભાવિક ઢંગથી પ્રયુક્ત હોવાને કારણે ભાવનાસૌંદર્યને વધારે છે. કવિએ ઉપમા, રૂપક, ઉન્મેલા, વ્યતિરેક, વ્યાજ-સ્તુતિ, ઉદાહરણ દષ્ટાંત-શ્લેષ આદિ અલંકારોનો પ્રયોગ કર્યો છે.
સ્તોત્રમાં વર્ણવાયેલા શબ્દાલંકારમાં છેકાનુપ્રાસ અને વૃત્યાનુપ્રાસની રચના મનોહારિણી છે. અર્થાલંકરોમાં વ્યતિરેક, વિષમ, પૂર્ણાપમા, રૂપક, ફલોસ્પેક્ષા, ભ્રાંતિમાન, અતિશયોક્તિ, આક્ષેપ. પ્રતિવસ્તુરૂપમાં દૃષ્ટાંત, સમસોક્તિ આદિ અલંકારો પ્રયોજ્યા છે. સૂરિજીએ આ સ્તોત્રમાં ક્યાંય પણ યમકનો પ્રયોગ કર્યો નથી. આ વિષય પર ટિપ્પણી કરતાં શ્રી રુદ્રદેવ ત્રિપાઠીનું કહેવું છે કે યમકનાં દર્શન આ કાવ્યમાં થતાં નથી, એટલે તેઓ આચાર્ય ભામકની જેમ તેને રસમાં ગડુભૂત માનતા લાગે છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ એ સૌથી પ્રથમ વર્ણમૈત્રી, સ્થાનમંત્રી કે અનુકરણપ્રધાનતાથી યુક્ત છે. ભક્તામર સ્તોત્રનું કોઈ પણ પદ્ય અનુપ્રાસથી વિરહિત નથી. સ્થળ-સ્થળે છેકાનુપ્રાસ, નૃત્યનુપ્રાસ તો છે જ. તેની વર્ગ – મંત્રી અને સ્થાનમંત્રી વડે થયેલું નાદાનુસંધાન તેમાં જે પ્રાણ પૂરે છે તે પણ અદ્ભુત છે.