________________
354 |ભક્તામર તુલ્ય નમઃ | તો માધુર્યને બદલે કટુતાનો સ્વાદ મળે છે અને આ જ ચોથા શ્લોકના અંતિમ પદ “ભાષા – સ્વમવ - પ્રમાણ – Th: – યોગ્ય: એ કોઈ કાવ્યપદ નથી ભાસતું પરંતુ કોઈક દાર્શનિક ગ્રંથનું સૂત્ર હોય તેવો આભાસ થાય છે.
આ સમગ્ર ગુચ્છકમાં માનતુંગસૂરિના મૌલિક, મૂળભૂત શ્લોકોમાં છંદોનો જે સ્વાભાવિક અવિરત પ્રવાહ વહેતો દેખાય છે એવું અહીંયાં ક્યાંય દેખાતું નથી. માનતુંગસૂરિએ રચેલાં સ્તોત્રની શૈલી, ભાષા, સહજ સુંદર ગુંથણી પ્રગટ કરવાવાળી સુરમ્ય, ઉજ્વલ અને પ્રાસાદિકતાની ચરમસીમાની સામે આ ચાર શ્લોકવાળા ગુચ્છકની શૈલી બિલકુલ અસ્વાભાવિક અને અલાક્ષણિક છે તેમ દેખાઈ આવે છે. જેથી કરીને જ શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીએ આવા શ્લોક માટે યથાર્થ જ કહ્યું છે કે “મણિમાલાન્તત કાચના ટુકડારૂપ આ શ્લોકો છે. આ શ્લોકનું સ્થાન સ્તોત્રમાં ૩૨. ૩૩-૩૪-૩૫મા શ્લોકના ક્રમમાં છે. આ શ્લોકની આગળ અને પાછળ રહેલા શ્લોકો મૌલિક છે. એની નર્તનતા, ભાષા, શૈલી, અલગ જ દશ્યમાન થાય છે. તેની સાથે આ ગુચ્છકનો જરા પણ મેળ બેસતો નથી અને તેથી જ દુર્ગાપ્રસાદ શાસ્ત્રીનું આ કથન સંપૂર્ણ યથાર્થ છે એવું લાગ્યા વિના રહેતું નથી.
શ્રી ડૉ. જ્યોતિ પ્રસાદ જેને આ ગુચ્છકને માનતુંગસૂરિના મૌલિક સ્તોત્ર સાથે ગોઠવી દીધું છે અને તેમણે લખ્યું છે કે “આ પદ્યો વિના સ્તોત્ર અપૂર્ણ અને સદોષ રહી જાય છે. એ ચાર શ્લોકોમાં એવી કોઈ પણ વાત નથી કે જેનાથી કોઈ પણ સાંપ્રદાયિકતાને કોઈ પ્રકારની ઠેસ પહોંચે. એનાથી શું અંતર પડે છે કે કોઈક સંપ્રદાયમાં આ સ્તોત્રની અપેક્ષિત પ્રાચીનતા ૧૦૦-૧૫૦ વર્ષ ઓછી કે વધારે હોય.૧૨
આના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે જ્યોતિ પ્રસાદ દ્વારા આ ચાર વિશેષ પધોને આપવામાં આવેલી અંજલિ અમને તો સાર્થક નથી લાગતી. તે ચાર પદ્યો માનતુંગાચાર્યના કાવ્યની સાથે રાખવા માટે યોગ્ય નથી. એમાં માનતુંગાચાર્યની પ્રતિભા ક્યાંય પણ દેખાઈ દેતી નથી.”
ભક્તામર સ્તોત્ર મૌલિક રીતે ૪૪ શ્લોકનું નહિ પણ ૪૮ શ્લોકીય જ હતું એવું માનવાવાળા શ્રી જ્યોતિ પ્રસાદ જેનને એક ફરિયાદ હર્મન યાકોબી જેવા પાશ્ચાત્ય વિદ્વાનો સામે પણ રહી છે. કોબી જેવા યુરોપીય પાશ્ચાત્યવિદોને ૪૪ શ્લોકીય શ્વેતામ્બર પાઠ જ તથા તેને સંબંધિત અનુશ્રુતિઓ જ ઉપલબ્ધ થઈ. તેમની સામે ૪૮ શ્લોકીય દિગમ્બર પાઠ તથા તેને સંબંધિત અનુશ્રુતિઓનો વિકલ્પ જ ન હતો. તેથી કરીને તેમના ભક્તામર વિષયક વિચારોનો આધાર શ્વેતામ્બર માન્યતાઓ જ રહ્યો. યકોબીએ દિગમ્બર પાઠના અતિરિક્ત ચાર પદ્યો પર તો કોઈ વિચાર કર્યો જ નહીં. એ તેમની સામે હતા જ નહિ. શ્વેતામ્બર પાઠના પણ શ્લોક ૩૯ અને ૪૩ (દિગમ્બર પાઠ ૪૩ અને ૪)ને પણ વધારાના માન્યા. યકોબીના મતાનુસાર તે માનતુંગાચાર્ય દ્વારા રચિત ન હોઈ શકે અને મૂળ રચનામાં પાછળથી જોડી દેવામાં આવેલા લાગે છે. આ પ્રકારે મૂળ ભક્તામર સ્તોત્ર ૪૨ શ્લોકી જ રહી જાય છે.”