________________
* ॥ ભક્તામર તુર્થ્ય નમઃ ॥
આ સ્તોત્રયની રચના કયા ક્રમાનુસાર થઈ હશે, અર્થાત્ ભત્તિખ્મર, નમિઊણ કે ભક્તામર એ ત્રણમાંથી કયું સ્તોત્ર પ્રથમ રચાયું હશે. આ સંદર્ભમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહ ણાવે છે, “તેમણે સૌપહેલાં ભત્તિખ્મર સ્તોત્ર રચ્યું હશે કારણ કે તેમાં શ્રી નમસ્કાર મંત્ર સંબંધી અનેક ગૂઢ રહસ્યો ભરેલાં છે અને તેની યથાવિધ આરાધનાથી તેમણે મંત્રશક્તિ મેળવી હશે. આ સ્તોત્ર પરની એક અવસૂર્ણિમાં અમે વાંચ્યું છે કે શ્રી માનતુંગસૂરિએ એક વખત નમસ્કાર મહામંત્રના કેટલાક ચમત્કારિક પ્રયોગો બતાવીને મિથ્યાદર્શનવાળાઓને ચૂપ કરી દીધા હતા અને કદાચ આવા પ્રસંગે જ તેમને મહાન ચમત્કાર સર્જવાનું શ્રદ્ધાબળ આપ્યું હશે. ત્યારબાદ ભક્તામર સ્તોત્ર'ની રચનાનો પ્રસંગ આવ્યો અને છેવટે ભયહર નામનું સ્તોત્ર બનાવ્યું.”પ
128
અર્થાત્ ‘ભત્તિભર સ્તોત્ર’, ‘ભક્તામર સ્તોત્ર’ અને છેલ્લે ‘ભયહર સ્તોત્ર' રચાયું. આ ‘ભયહર સ્તોત્ર'ની રચના અંગે ‘શ્રી પ્રભાવક ચરિત'માં કહ્યું છે કે :
કોઈક વાર કર્મની વિચિત્રતાથી તેમને માનસિક રોગ થયો. કારણ કે જે કર્મોએ શલાકા પુરુષોને પણ છોડચા નથી તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશન માટે પૂછ્યું ત્યારે ધરણેન્દ્રે કહ્યું કે, “હે પ્રભો ! હજુ આપનું આયુષ્ય બાકી છે તો તે ક્ષીણ કેમ થઈ શકે ? વળી આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણાં પ્રાણીઓને ઉપકારક છે.’” એમ કહીને ધરણેન્દ્ર તેઓશ્રીને અઢાર અક્ષરનો (ચિંતામણિ) મંત્ર આપ્યો કે જેના સ્મરણરૂપ જલથી નવ પ્રકારના રોગોનો નાશ થાય છે. અને તે પોતાના સ્થાને પાતાલ લોકમાં ચાલ્યો ગયો. પછી પરોપકાર પરાયણ શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષરોથી ગર્ભિત નવીન ‘ભયહર સ્તોત્ર’ની રચના કરી કે જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. તે મંત્રાક્ષરોના પ્રભાવથી આચાર્ય મહારાજનો દેહ હેમંત ઋતુના કમળ જેવો શોભાયમાન થઈ ગયો.૬
આમ ‘ભક્તામર સ્તોત્ર'ની રચના કારાવાસમાં બંધનાવસ્થામાં હતાં તેમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને ‘ભયહર સ્તોત્ર'ની રચના રોગ રૂપે આવી પડેલા ઉપસર્ગને દૂર કરવા માટે થઈ. પ્રથમ થયેલા માનતુંગસૂરિએ શ્રી વીરાચાર્યને ગચ્છનો ભાર સોંપી સ્વર્ગગમન કરેલું છે. જ્યારે આ માનતુંગસૂરિએ છેવટે ગુણનિધાન એવા ગુણાકર નામના શિષ્યને ગચ્છનો ભાર સોંપી અનશન કરીને સ્વર્ગગમન કરેલું છે.
દિગમ્બર પટ્ટાવલી જે ૧૭મી સદીમાં રચાયેલી છે. તેમાં શ્રી માનતુંગસૂરિના નામે નીચેની પાંચ રચનાઓ લખાયેલી છે :
(૧) ચિંતામણિ કલ્પ (૨) મણિકલ્પ (૩) ચારિત્રસાર (૪) ઉપસર્ગહર સ્તોત્ર અને (૫) ભક્તામર
સ્તોત્ર.
એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કે ‘ચિંતામણિ કલ્પ'ની રચના માનતુંગશિષ્ય ધર્મઘોષે કરી હતી. આ માનતુંગ તે કયા તેનો નિર્ણય થઈ શકતો નથી.